લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. મુન્દ્રા તાલુકાના બેરાજા હનુમાન નજીકનો ભુજથી મુન્દ્રા તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં રૂપે આ નિર્ણય લેવાયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ મુસાફરે હાલ પૂરતી આ માર્ગ પર અવરજવર ન કરવી. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાવાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ભુજ તરફ જવા માંગતા તમામ વાહનો હવે વાંકી પત્રીથી ટપ્પર થઈને ભુજ તરફ જઈ શકશે. લોકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કચ્છમાં ભારે વરસાદ : ભુજ-મુન્દ્રા માર્ગ બંધ કરાયો
વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તો જાહેર
Previous Articleકચ્છમાં આગામી ૨૪ કલાક ભારે
Related Posts
Add A Comment


