Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ભુજ-માધાપર હાઇવે પર આવેલી ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડીંગનું કામ કરી રહેલા શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતાં સારવાર મળે તે પૂર્વે મોત આંબી ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના કેમ્પ એરિયામાં ફાયર સ્ટેશન પાછળ રહેતા વિનોદ લક્ષ્મણભાઇ યાદવ (ઉ.વ.34) નામનો યુવાન શુક્રવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડીંગનું કામ કરતો હતો. ત્યારે અચાનક વીજ શોક લાગ્યો હતો. હતભાગી યુવાનને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર પરના તબીબે અઢી વાગ્યે મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજાર પીજીવીસીએલ વર્તુળ દ્વારા ગાંધીધામમા વીજ બિલની ચૂકવણી ન કરનાર કોમર્શિયલ જોડાણો કાપવાની ઝુંબેશ હાથ ધરી છે પીજીવીસીએલના 70 કર્મચારીઓની 14 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કોમર્શિયલ અને ઓફીસોના બાકી બીલ સામે કાર્યવાહી કરી વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. અંજાર વર્તુળ પીજીવીસીએલ કચેરી દ્વારા અગાઉ નોટીસો આપ્યા પછી પણ બીલના નાણા ન ભરતા કનેક્શન કાપવાની કામગીરી અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આશરે 6.50 કરોડની વસુલાત બાકી હોવાથી ફરજિયાત વિજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ, ઓફીસના બિલ બાકી હોય તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવશે આ ઝુંબેશ આગામી બે માસ…

Read More

લોકભાષા-ગાંધીધામ : શિસ્તના પાઠ ભણાવવાની જેની જવાબદારી છે તેવા ગુરુજનો દ્વારા જ અશિસ્ત પૂર્વકનુ કાર્ય કરે ત્યારે વિદ્યાર્થીઓ તેમની પાસે શુ અપેક્ષા રાખી શકે છે. આદિપુરની શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો ગણતરીના વિદ્યાર્થીઓને લઈ પ્રવાસે નીકળી પડતા બાકીના વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયુ હતુ. સમગ્ર મામલે શાળાના આચાર્ય સહિત શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર બે ના જવાબદાર આચાર્ય અને શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલો સીઆરસી કો. ઓડીનેટરની મુલાકાત સમયે બહાર આવ્યો હતો 54 વિધાર્થીઓ સાથે આચાર્ય સહિતના તમામ શિક્ષકો પ્રવાસમાં નીકળી જતાં શાળા બંધ રહી હતી ખરેખર નિયમ અનુસાર જેટલા…

Read More

લોકભાષા-ભુજ : ભુજ – ભચાઉ હાઈવે પર ધાણેટી પાસે વહેલી પરોઢે ચાર વાગ્યે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં અમદાવાદથી ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે આવતી કાર સાથે સામેથી રોંગ સાઇડમાં ધસી આવેલા ટેન્કરના ચાલકે ધડકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં કાર સવાર યુવાનનું ગાડીમાં ચગદાઇ જતાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે અરેરાટી ફેલાઇ ગઇ હતી. પધ્ધર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદથી ચાર ઇલેકટ્રીશીય યુવાનો કારમાં બેસીને કોટડા ચકાર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઇલેકટ્રીક કામ માટે ભુજ આવી રહ્યા હતા. ગુરૂવારે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં સામેથી આવી રહેલા…

Read More

લોકભાષા-ભુજ : ભુજ આરટીઓ કચેરીમાં RTO ઓફિસર હડતાલ પર ઉતર્યા હતા. જેને લઈને કામ પર અસર પડી હતી ટેક્નિકલ ઓફિસર્સે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું આરટીઓ કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. ટેક્નિકલ ઓફિસર્સેની લાંબા સમયથી વિવિધ માંગણીઓ લઇ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. રાજય સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું.માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી. આરટુઓ ઓફિસર્સની હડતાલ પગલે…

Read More

લોકભાષા-ભુજ : ભુજ, માધાપર પોલીસ મથકમાં અગાઉ ચીટીંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બે ચીટરો નવા કોઇ ગુનાને અંજામ આપે તે પહેલાં એલસીબીએ બાતમીના આધારે ભુજથી ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભુજના આશાપુરા રીંગ રોડ પર સાસ્વત સમાજવાડી પાસે પહોંચ્યા ત્યારે અવાર નવાર અલગ અલગ પ્રકારની ચીટીંગ સહિતના ગુનાઓને અંજામ આપનારા અને પોલીસ ચોપડે ચડી ચુકેલા ચીટર રમજુશા કાસમશા શેખ (ઉ.વ.30) રહે સરપટનાકા બહાર શેખ ફળિયા તેમજ ભુજ તાલુકાના લુડીયા ગામનો અને હાલ તાલુકાના નારાણપર ગામે રહેતો લીયાકત રસીદઉલ્લા નોડે (ઉ.વ.41) શંકાસ્પદ હાલતમાં ઉભેલા હતા. પોલીસે અહી…

Read More

લોકભાષા-ભુજ : હાલમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવો ન મળતા કફોડી સ્થિતિ જોવા મળી રહી છે પરિણામે મોટાભાગનો શાકભાજીનો જથ્થો ગાયોને ખવડાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે સરકાર આ બાબતે દયાન દોરીને ખેડૂતોને પૂરતા ભાવ મળે તેવું આયોજન ગોઠવવું જોઈએ તેવી માંગ ઉઠી છે કચ્છના મુખ્ય મથક ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ રાપર માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસા તાલુકા સહિતના વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને રોવાનો વખત આવ્યો છે હાલમાં ખેડૂતોને રીંગણા રૂપિયા 3 પ્રતિ કિલો, ટમેટા બે રૂપિયે કિલો, ફુલાવર બે રૂપિયા કિલો ,કોબી બે રૂપિયા કિલો ,, પાલક ચાર રૂપિયે કિલો, લીલી ડુંગળી ચાર રૂપિયા કિલો, દુધી ત્રણ રૂપિયા કિલોના ભાવ…

Read More

લોકભાષા-ભુજ : મુંદરા તાલુકાના મોટીભુજપુર-૨ ની તાલુકા પંચાયતની શીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે આદર્શ આચારસહિંતાનો ભંગ થવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાણ કાના શાખરા અને મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તથા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન માણેક રામ ગેલવા ધ્વારા ઉમેદવારને ફોર્મ પરત ખેંચવાનો આક્ષેપ કરાયો છે વાડી ઉપર આવી ૩,૫૧,૦૦૦મા ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેવા નકકી કરાયાનો વિડિઓ સામે આવ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે કોંગ્રેસ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. ચૂંટણી અધિકારીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઈ છે…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં અકસ્માત આપઘાતના અલગ અલગ ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં બે યુવાનને અકડ કારણે ફાંસો ખાઇ જીવનનો અંત આણી દીધો છે. તો, એક્ટિવા પરથી પડી જવાથી ગંભીર રીતે ઘવાયેલા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ભુજ જ્યુબેલી સર્કલ નજીક બેભાન અવસ્થામાં મળી આવેલી સ્ત્રીનું હોસ્પિટલ બીછાને મૃત્યુ થયું હતું. પોલીસે બનાવોની નોંધ લઇ તપાસ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ બીહારના અને હાલ ભુજ આર.ટી.ઓ. સર્કલ પાસે રહેતો અને હાજીપીર રોડ પર પંકચરની દુકાન ચલાવતો સાહેનવાઝ વકીલઅહેમદ શેખ (ઉ.વ.22) નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાની ટાયર પંકચરની દુકાનમાં મંગળવારની રાત્રીથી બુધવારની સવાર દરમિયાન લોખંડના…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ એ ડીવીઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલિંગ દ૨મ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ કાર્ગો પી.એસ.એલ. ઝુપડા ગલી નંબ૨-૧ ની અંદર આવેલ મકાનમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંધીધામ એ ડીવીઝન પોલીસે આરોપી દિપક ૨મેશભાઈ વાલ્મીકીના કબ્જામાંથી ગેરકાયદેસ૨ રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રેઇડ દરમિયાન ઝડપી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ દરમિયાન આરોપી દિપક ૨મેશભાઈ વાલ્મીકી ઉ.વ.૧૮ ૨હે- કાર્ગો પી.એસ.એલ. ગલી નંબ૨-૧ મજદુર સંઘની ઓફીસની બાજુમાં ગાંધીધામના કબ્જામાંથી ગાંજો…

Read More