Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભુજની પાલારા ખાસ જેલમાંથી બીન વારસુ મોબાઇલ મળી આવવાનો શીલ શીલો અવિરત ચાલુ રહ્યો છે. મંગળવારે સાંજે અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમે બેરેક નંબર 1111ની સામે બે પીલરો વચ્ચેથી પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલો સીમ કાર્ડ વીનાનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતાં અજાણ્યા શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ઝડતી સ્કવોર્ડ જેલર ગૃપ-2ના દેવશી કરમણભાઇ કરંગીયા અને તેમની ટીમ દ્વારા મંગળવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ભુજની પાલારા ખાસ જેલમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સર્કલ નંબર 2ના બેરેક નંબર 1111ના દરવાજાની સામે આવેલા યાર્ડના પીલર નંબર 11 અને 12ના વચ્ચે દિવાલમાં પીલરના પોલાણમાં પ્લાસ્ટિકમાં વીંટાળીને છુપાવી રાખેલો…
લોકભાષા-ભુજ : લખપત તાલુકાના દયાપર ગામે પાસેની શેરીમાં રહેતા યુવકે નવમાં ધોરણમાં ભણતા 14 વર્ષના કિશોર સાથે મિત્રતા કેળવીને કબુતર બતાવવાની લાલચ આપી કારમાં મોરગર ગામની સીમમાં લઇ ગયા બાદ સૃષ્ટિ વિરૂધ્ધનું ક્રુત્ય આચરી વીડિયો ફોટા પાડીને ડરાવી ધમકાવીને દયાપર ગામે એક મકાનમાં વારંવાર કુકર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર પ્રસરી ગઇ હતી. દાયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. બનાવ અંગે દયાપર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાએ જણાવ્યું હતું કે, બનાવ ગત નવેમ્બર માસ 2024 દરમિયાન બન્યો હતો. દયાપર ગામે રહેતા અને હોમગાર્ડમાં નોકરી સાથે ગેસની બોટલની ડીલીવરી કરતા આરોપી મનસુખભાઇ ભગવાનભાઇ…
લોકભાષા-ગાંધીધામ : મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારની પશ્ચિમ રેલવે એલસીબીએ ગાંધીધામના પડાણામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો જેમાં અલ્લાહ અકબર પાકિસ્તાન જિંદાબાદ મેસેજ આવ્યો હતો. જેમાં કુંભમેળા, એરપોર્ટ, રેલવે સ્ટેશનમાં અબ હોગા બડા ધમાકા તેમ લખ્યું હતું જે અંગે આરપીએફ ખાતે ગુનો નોંધાયો હતો. દરમિયાન પોલીસ દ્વારા આ અંગે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી અને અધિકારી કર્મચારીઓને ટીમ બનાવી ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે લઈ હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ મેસેજ મોકલનારને ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસે આરોપી અરુણકુમાર દિનેશચંદ્ર જોશી…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના ૧૪ વર્ષ જૂના લાંચ કેસમા સિનીયર ક્લાર્ક મદદનીશ શ્રમ આયુકત કચેરી ગાંધીધામના સિનિયર ક્લાર્કને ત્રણ વર્ષની સજા ફટકારતો ગાંધીધામની સ્પેશિયલ એસીબી કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો મુજબ લેબર કોન્ટ્રાકટરે ભુજ નગરપાલીકામાં સફાઈ કામગીરીનો કોન્ટ્રાકટ મેળવેલો અને તે વખતે લાયસન્સ ડીપોઝીટ પેટે રૂપિયા ૨૦,૨૫૦ મદદનીશ શ્રમ આયુકતની કચેરી ગાંધીધામ ખાતે જમા કરાવેલી અને કોન્ટ્રાકટ પુરો થતા ડીપોઝીટ પેટે જમા કરાવેલ રકમ પરત મેળવવા આરોપી કાંતીલાલ ગાંગજીભાઇ હીંગરાજીયાને તા.૩૧/૭/૦૮, તા.૩/૮/૦૯ અને તા. ૨૩/૯/૦૯ ના રોજ અરજી આપી હતી. દરમિયાન આ આરોપીને મળતા આરોપીએ ડીપોઝીટની રકમના ૧૫ ટકા લેખે રૂા. ૩૦૦૦ની માંગણી કરી હતી અને છેવટે…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ તાલુકાના રામપર ખાતે આવેલ અવાડા સોલાર પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાંથી તા. ૧૪/૦૧/૨૦૨૫થી તા. ૧૫/૦૧/૨૦૨૫ના સમયગાળામાં અજાણ્યા ઇસમો અવાડા સોલાર કંપનીની ફેન્સીંગ વાય૨ ઘા૨દા૨ હથીયાર વડે કાપી નુકશાન કરી કંપનીમા પ્રવેશી આઈ.સી.આર.ફાઉન્ડેશન નજીક લાકડાના ડ્રમમાં અલગ-અલગ સાઈજના કેબલ વાય૨ ૨૭૪૪ મીટ૨ જેની કુલ કિંમત રૂપિયા ૨.૬૬.૫૦૦ની ચોરી કરી હોવાની સામખીયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સામખિયાળી પોલીસે આ ચોરીના આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોકેટ કોપ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આઘારે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. આ ચોરીના ગુનામાં આરોપીઓ અવિનાશ કરશનભાઈ વણક૨ ઉ.વ.૨૨ ૨હે શાઠુનગ૨ સેકટ૨-૬ આઘોઈ તા-ભચાઉ, લાલુભાઈ…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માંડવીના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા શખ્સની ધરપકડ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ મુળ આગ્રાના હિરાપુરા રામગઢનો મુજબ મૂળ આગ્રાના હિરાપુરા રામગઢનો વતની અને હાલેખાવડા રહેતોસુરેન્દ્રસિંહ દેવીચરણ નિષાદ ભુજના જયનગર ત્રણ રસ્તા પાસે હાજર છે. જેબાતમીના આધારે પોલીસ ટીમે પકડી પાડીને માડવી પોલીસના હવાલે કર્યો છે. આ શખ્સ માંડવી પોલીસ મથકની હદમાં નોંધાયેલા મારામારીના ગુનામાં સંડોવાયેલો હતો તેમજ છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો, અટકની કાર્યવાહીમાં પીએસઆઈ જે.કે. બારીયા, હરીલાલ બારોટ, ધર્મેન્દ્ર રાવલ જોડાયા હતા.
લોકભાષા-ભુજ : સામાન્ય રીતે બાઇક રાઇડર્સ લદાખ જવાના રસ્તા પર બાઇક રાઇડિંગની મજા માણતા હોય છે ત્યારે હવે કચ્છના ધોળાવીરાથી ધોરોડોના સફેદ રણ જતા રોડ ટુ હેવન પર બાઇક રાઇડિંગની મજા માણવા દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. હાલમાં તાજેતરમાં વિવિધ સ્થળોએથી આવેલા બાઈકરોને ધોળાવીરાથી ધોરડો રોડ ટુ હેવન પર સ્વર્ગ મળ્યું હતું. બીઓબીએમસી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રાઇડર મેનિયા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નેપાળ, ભૂતાન અને સમગ્ર ભારતમાંથી 200થી વધુ બાઇકરો કચ્છમાં એકત્ર થયા હતા અને એક વિશાળ બાઇકના કાફલા સાથે બાઇકરોએ ધોળાવીરાથી ધોરડો વચ્ચે આકર્ષક લેન્ડસ્કેપ્સ માણ્યા હતા અને આ બાઇક રાઇડ દરમિયાન બાઇક…
લોકભાષા-ભુજ : પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી ખાતે પીજીવીસીએલની તાજેતરમાં મળેલી બેઠકમાં ૫ ફેબ્રુઆરીથી વીજબીલ બાકીદારોના વીજ કનકેશન કાપવાની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત બાકીદારોને વીજસેવા ન ખોરવાય તે માટે ત્વરીત બાકી લેણા ભરવા અનુરોધ કરાયો છે. વિશેષ મુખ્ય ઇજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી અંજારની અખબારી યાદી મુજબ તાજેતરમાં મળેલી બેઠકમાં પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા બહારથી ટીમો બોલાવી તમામ બાકી રકમવાળા કનેકશનો કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સત્વરે વીજબીલ ઓનલાઇન અથવા પીજીવીસીએલ વિન્ડો ઉપર જઇને ભરપાઇ કરવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીના નિયમ અનુસાર જે વીજગ્રાહકનું કનેકશન કાપવામાં આવશે તે ફરી ચાલુ કરવા માટે જે…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોડ નજીકના ગેરકાયદેસર થયેલા દબાણનું માર્કિંગ કરી દબાણકારોને સ્વૈચ્છિક દબાણ હટાવવા નોટિસો આપવામાં આવી છે ત્યારે દબાણ હટાવની કામગીરી સમયે ધાર્મિક દબાણો ન હટાવવાની માંગણી સાથે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર વોર્ડ એક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અથવા તો માર્ગ નજીક કરવામાં આવેલા દબાણ અને દૂર કરવા દબાણ વિભાગ દ્વારા માર્કિંગ કરી આવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક દબાણ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા દબાણ હટાવવાની કામગીરીમાં ધાર્મિક દબાણો ન હટાવે તેવી માંગ ઉઠી…
લોકભાષા-ગાંધીધામ : આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો યુગ ગણાય છે. આ વાસ્તવિકતાને સ્વીકારીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એક મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી હતી. CySec Shield LLP, અમદાવાદ સાથે મળીને આયોજિત વિશેષ સેમિનારમાં કચ્છના અગ્રણી વ્યવસાયકારો અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. ચેમ્બર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજીના ત્રણ મહત્વપૂર્ણ પાસાંઓ – કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), સાયબર સિક્યોરિટી અને ડિજિટલ માર્કેટિંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જે આધુનિક વ્યવસાયની કરોડરજ્જુ સમાન ગણાવાયું છે. આજે એઆઈ માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ વ્યવસાયિક ક્રાંતિનું વાહક બની ગયું છે. જીસીસીઆઈના ઉપપ્રમુખ દિપક પારેખે સ્વાગત વક્તવ્યમાં સહુને અવકારતાં તેમના શબ્દોમાં જણાવેલ કે,…

