Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીનગર : વૈશ્વિક માંગ અને જરૂરિયાત મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુવાનોને કૌશલ્યવાન બનાવી વિકાસ પથ પર આગળ વધારવા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઝડપી ટેક્નોલોજીકલ પ્રગતિ, આર્થિક પરિવર્તન અને વૈશ્વિકરણના પરિણામે યુવાનોને શિક્ષણ તથા રોજગારીની તકોમાં ઉદ્ભવતા પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો. જે અંતર્ગત યુવાઓને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરીને રોજગારી મળી રહે તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. ૧૫, જુલાઈના રોજ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે “યુવા સશક્તિકરણ માટે AI અને ડિજિટલ કૌશલ્યો”ની થીમ સાથે યુવાનોને ઝડપથી બદલાતા શ્રમ બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ માનવવામાં…

Read More

લોકભાષા-ભુજ :ભુજથી મુન્દ્રા તરફ જતા મુખ્ય માર્ગ બાબીયા અને બરાયા બ્રિજ હાલ જોખમકારક સ્થિતિમાં હોવાથી તાત્કાલિક અસરથી બંને બ્રિજ પર વાહનવહન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જનહિતમાં. આ નિર્ણય લેવાયો છે.જાહેરનામા મુજબ, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે અને જનસુરક્ષા ધ્યાનમાં રાખી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.વાહનચાલકો માટે વિકલ્પ રૂપે નવી રૂટ જાહેર કરવામાં આવી છે. હવે વાહનચાલકો સુખપર ત્રણ રસ્તા–ધુણઈ–કોડાય પુલ–બિદડા–પ્રાગપર મારફતે અવરજવર કરી શકશે.પ્રશાસને તમામ વાહનચાલકોને અનુરોધ કર્યો છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે અને સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરે. વધુમાં, જૂના બ્રિજના ધોરણે કામગીરી…

Read More

લોકભાષા-ગાંધીનગર : ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ૧૨૦૦ ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે ૧૨૦૦ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ટેબ્લેટ અને રૂ. ૨૦,૦૦૦ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે. ભારતીય ન્યાય સંહિતાના નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને…

Read More

લોકભાષા-ગાંધીનગર :ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨.૪૩ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે. વંચીતોના વિકાસને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અમલી બનાવાઈ છે.વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત…

Read More

લોકભાષા-ગાંધીનગર :ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં “સામાજિક-આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧” તેમજ “આવાસ પ્લસ સર્વે” મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા પરિવારોને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે.તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય…

Read More

લોકભાષા-ગાંધીનગર : કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરીને બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના દૂરંદેશી વિઝનને પરિપૂર્ણ કરવા નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં બાળકોના ભણતર સાથે-સાથે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે રમત-ગમતને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં…

Read More

લોકભાષા-ગાંધીનગર : રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે.આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ, લોકલ…

Read More

લોકભાષા-ગાંધીનગર : દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ 2,340 કિમીના દરિયાકિનારા અને સાબરમતી, નર્મદા જેવી નદીઓના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડાને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે (GMB) 6 મેએ એક-દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ હિતધારકોએ હાજરી આપી હતી. GMB દ્વારા આયોજિત આ વર્કશોપમાં ગુજરાત…

Read More

લોકભાષા-ગાંધીનગર :રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૭ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં ૫૦.૩૨ ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમાં સૌથી વધુ ૧૭.૫૯ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે ૧૭.૧૦ લાખ હેકટર વિસ્તારમાં કપાસ જ્યારે ૩.૧૦ લાખ હેક્ટરમાં ઘાસચારો,૧.૫૮ લાખ હેક્ટરમાં સોયાબીન,૧.૦૩ લાખ હેક્ટરમાં શાકભાજી તેમજ ૮૦ હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર અને જુવાર એમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૪૩.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૫૦.૩૨ ટકા વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ…

Read More

૪ જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ લોકભાષા-ગાંધીનગર :4 જુલાઇ, 2025ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડથી વધુની ગ્રાન્ટ વર્ચ્યુઅલી ફાળવવામાં આવશે.મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી સિવાય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચને સર્ટિફિકેટનું…

Read More