Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : જુનાગઢના અને હત્યા અને દુષ્કર્મના કેસમાં પાકા કામના કેદી તરીકે પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રહેલા કેદી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થઇ પરત જેલમાં ન ફરતા તેના વિરૂધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. પાલારા જેલમાં જેલર ગ્રુપ-2 તરીકે ફરજ બજાવતા એ.જી.વ્યાસએ પાલરા ખાસ જેલના કેદી નંબર 2888 મહેશ ઉર્ફે ભદો મુળજીભાઇ ચૌહાણ રહે ધારાનગર બિલ્ખા રોડ જુનાગઢ સામે ફરિયાદ નોંધાવી છે. આ પાકા કામના કેદી સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં 2007માં આઇપીસી કલમ 302,376, 394, મુજબના ગુના દાખલ હોઇ ભુજ પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી કેદીને હાઇકોર્ટના હુકમથી 4 ડીસેમ્બર 2024ના…
લોકભાષા-ભુજ : કચ્છમાં વર્ષના પ્રારંભ સાથેજ સવારે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે. બે દિવસ બાદ આજે સવારે 10.24 મિનિટે તાલુકા મથક ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પૂર્વી દિશાએ એકલ મંદિત થી ભરૂડિયા ગામ વચ્ચેના નિર્જન સ્થળે કેન્દ્ર બિંદુ ધરાવતા આંચકાથી આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ચાર દિવસમાં વાગડ ફોલ્ટ લાઈન ઉપર 3.2ની તિવ્રતાનો આ બીજો આંચકો નોંધાયો છે, જે વાગડ માં ભૂગર્ભિય સળવળાટ યથાવત રહી હોવાનું દર્શાવે છે. ભુકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં સદીઓથી ધરતીકંપ ના નાના મોટા આંચકા ભૌગોલિક પરિસ્થિતિમાં ફેટબદલ લાવતા રહ્યા છે. ખાસ કરીને વર્ષ 2001ના સદીના મહા…
લોકભાષા-ભુજ : ખાવડાના મોટા દિનારા પાસે ગત નવેમ્બરના રોજ ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા નાના દિનારાના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે ખાવડા ખાતેથી દબોચી લીધો હતો. પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ખાવડા એચ.પી.પેટ્રોલ પંપ પાસેથી નાના દિનારાના અનવર ભીલાલ સમા (ઉ.વ.19)ને પકડી પાડ્યો હતો. આરોપી વિરૂધ્ધ ખાવડામાં ડીઝલ ચોરી અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ હોઇ આરોપીને આગળની માટે ખાવડા પોલીસને હવાલે કર્યો હતો.
લોકભાષા-ભુજ : તાલુકાના કુકમા ગામથી આગળ ફાટક નજીક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ફાયરની ટીમે સ્થળ પર જઈને આગને કાબુમાં કરી લીધી હતી. જાણવા મળતી વિગતો મુજબ રાત્રે 2 વાગે ઘટના બનવા પામી હતી.ઘટના અંગે તાત્કાલિક ભુજ નગપાલીકા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે જઈને આગ બુજાવવાની કામગીરી કરી હતી. ડ્રાઇવર મામદ જત, ફાયરમેન સત્યજીતસિંહ ઝાલા, રફીક ખલીફા, ઈમ્તિયાઝ સમા, પ્રતીક મકવાણા દ્વારા આગ બુઝાવવાની કામગીરી જોડાયા હતા. આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી ન હતી પણ ટ્રકને નુકશાની પહોંચી હતી
લોકભાષા-ભુજ : સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ સુરતના સોની વેપારી બે ભાઇ ભત્રીજાઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. અને 500 ગ્રામ સોનું લેસો તો, બજાર ભાવ કરતાં 25 ટકા ડીસ્કાઉન્ટ સોનું આપવાનું કહી ભુજ બોલાવ્યા બાદ સોનાના બે બિસ્કીટ બતાવીને ભુજમાં તાયબા ટાઉનશીપમાં 31.60 લાખ રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને એક રૂમમાં પૂરી બહારથી બંધ કરીને ચીટરો પલાયન થઇ ગયા હતા. એ ડિવિઝન પોલીસ મથકમાં નામચીન પાંચ ચીટરો સામે ગુનો નોંધાવાતાં બે પંટરો પોલીસના રડારમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના હાલ સુરતના કતારગામે રહીને બાપા સીતારામ સિલ્વર પોઇન્ટ નામે જવેલર્સની શોપ ચલાવતા અને હીરા ઘસવાનું…
લોકભાષા-ગાંધીધામ : સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના બે ડાયરેક્ટરની ચુંટણીમાં વર્ષોથી ડાયરેક્ટર તરીકે કાર્યરત અને વર્તમાન ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણીનો વિજય થયો હતો જ્યારે વર્તમાન ડાયરેક્ટર સુરેશભાઇ નિહલાણીને સેવક લખવાણીએ પરાસ્ત કર્યા હતા. એસઆરસીના બે ડાયરેક્ટરની ચુંટણી જાહેર થતા જ કડકડતી ઠંડીમા પણ ચુંટણીનો માહોલ ગરમ બન્યો હતો. આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં આખરે શેરહોલ્ડર દ્વારા એક નવા ડાયરેક્ટરની એઆરસીમા એન્ટ્રી કરાવી હતી જો કે તેઓ અગાઉ પણ આ પદ પર રહી ચુક્યા છે. એસઆરસીના બે ડાયરેક્ટરો પ્રેમ એસ. લાલવાણી અને સુરેશભાઈ નિહલાણીની ખાલી પડેલી જગ્યા ઉપર ચુંટણી યોજાઈ હતી જેમાં આ વખતે પ્રેમ લાલવાની અને સુરેશ નિહલાણી ઉપરાંત સેવક લખવાણી,…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારે તુંબડી પીએચસીમાં નોકરી પર જવા બસની રાહ જોઇને ઉભેલી યુવતીને બાઇક પર આવેલા પ્રેમિ યુવકે ક્રુર્તા પૂર્વક ગુપ્તી અને તલવારના ઘા મારીને કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાની ઘટના બનતાં માંડવી પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં માંડવી પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવતીના અન્ય સાથે સબંધ હોવાની આશંકામાં યુવકે હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. સ્થળ પરથી મળેલા સીસીટીવી ફુટેજને આધારે હત્યારાને રાઉન્ડઅપ કરી લેવાયો છે. પોલીસ પુછપરછ શરૂ કરી છે. માંડવી પોલીસ મથકે મૃતક યુવતી ગૌવરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ.28)ના…
લોકભાષા-ભુજ : ભુજના સ્ટેશન રોડ પર વહેલી સવારે રોડ ક્રોસ કરતા સફાઇ કામદાર મહિલાને અજાણ્યા બાઇક ચાલકે ટકકર મારતાં ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન રોડ પર જોષી પેટ્રોલ પંપ પાસે વાલ્મીકીવાસમાં રહેતા અને નગર પાલિકામાં હંગામી સફાઇ કામદાર તરીકે કામ કરતા પ્રભાબેન લાલજીભાઇ પુરબીયા (ઉ.વ.45) સવારે છ વાગ્યાના સમય ગાળા દરમિયાન રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે અજાગ્યા બાઇકના ચાલકે તેને ટકકર મારતાં ઇજા પહોંચી હતી. જેને કારણે રોડ પર મહિલાને વોમીટ થઇ હતી. મહિલાને ઘરે લઇ જવાયા બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જતી વખતે…
લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના વીગાબેર ગામે આવેલી વાડીમાં ખેત મજુર કિશોરીએ રવિવારે કોઇ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુળ વડોદરાના સાંવલી ગામના હાલ અબડાસા તાલુકાના વીગાબેર ગામે આવેલી વાડીમાં કામ કરતી 14 વર્ષની હિનાબેન ગોપાલભાઇ નાયક નામની કિશોરીએ રવિવારે વહેલી સવારે વાડીમાં જંતુનાશક ઝેરી દવા પી લેતાં તેને પ્રથમ નલિકા સરકારી હોસ્પિટલ બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
લોકભાષા-ગાંધીધામ : ભવાની પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રકમાં પથ્થ૨ની આડસમાં ચોરખાનુ બનાવી છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ગાંધીધામ બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી મળી હતી કે ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની અંદર ભરેલ લંબાઈ વાળા પથ્થરોની આડસમાં બનાવેલ ખાનામાં વિદેશી દારૂની પેટીઓ રાખવામાં આવી છે ગાંધીધામ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ટ્રક રજી નંબ૨-આરજે-૦૪-જીબી-૯૦૧૧મા પથ્થરની આડમા ગોઠવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપમપ્રકાશ લાધુરામ બિશ્નોઈ ઉ.વ.૨૪ ૨હે- વાડાન્યા તા-બાગુડા જી-ઝાલોર રાજસ્થાનને મેક ડોવેલ્સ નંબ૨-૧ વ્હિસ્કી ૭૫૦…

