Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : દેવભૂમિ દ્વારકાના સલાયાના ખલાસીઓ સાથે ફાયબર બોટ શુક્રવારે મુંદારા દરિયાઇ વિસ્તારમાં માચ્છમારી કરવા નીકળી હતી. ત્યારે વેસ્ટ પોર્ટ એસપીએમની બાજુમાં બોટમાં પાણી ભરાતાં બોટ ગરકાવ થઇ રહી હતી. પેટ્રોલીંગ કરી રહેલા મુંદરા મરિન પોલીસ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ ખલાસીઓ રેક્યુઝ કરીને બચાવી લેવાયા હતા. જ્યારે બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. મુંદરા મરિન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.કે.રાડાએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બોટ નંબર -IND-GJ-37-MM-4050 નૂર શકુર બોટના મલિક સુલતાનભાઇ અગરીયાએ ફોન પર જાણ કરી હતી. કે, તેમની બોટ નૂર શકુરમાં કોઇ ખામી થઇ છે. અને તેમાં પાંચ ખલાસીઓ છે. બોટ ડૂબવાની તૈયારીમાં છે. જેથી…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના દરશડી ગામે રહેતા બુટલેગરના બંધ મકાનમાં એલસીબીએ બાતમી પરથી દરોડો પાડીને રૂપિયા 70,368ની કિંમતની શરાબની વિવિધ બ્રાન્ડની 223 નંગ બોટલ પકડી પાડી હતી. જ્યારે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, દરશડી ગામે રહેતા બુટલેગર ભાવસંગજી ભગુભા જાડેજા પોતાના ભોગવટાના બંધ મકાનમાં બહારથી શરાબનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી દારૂની 223 નંગ બોટલ મળી આવી હતી. પરંતુ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના નિરોણા ગામે રહેતા 35 વર્ષીય પરણીત યુવાને આર્થીક સંકડામણમાં ગામના સીમાડામાં કેનાલમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. બનાવને લઇ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. નિરોણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામે રહેતો મહેબુબશા મામદશા શૈયદ નામનો યુવાન બે દિવસ પહેલા કામધંધો શોધવા માટે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન શનિવારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં નિરોણા ગામની સીમમાં આવેલી કેનાલના પાણીમાં બાવડની ઝાડીમાં ફસાયલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પરણીત હતો અને છુટક મજૂરી કરતો હતો. કોઇ કામ ધંધો મળતો ન હોવાથી કામધંધાની શોધમાં ઘરેથી નીકળી ગયો હતો. હતભાગી…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છના ધોરી માર્ગો પર અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પાલરા પાસે ટ્રક સાથે કાર ભટકાતાં ભુજના બે ભાઇઓ જ્યારે કનૈયાબે ગામ નજીક ડમ્પરની ઠોકરે એક્ટિવા ચાલક મહિલા ઘવાઇ હતી. અને હબાય લોડાય વચ્ચે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં યુવાન જખમી થયો હતો. જી.કે.જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ પાલરા જેલની સામેના રોડ પર શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રક સાથે કાર અથડાતાં કાર સવાર ભુજના નરનારાયણ નગરમાં રહેતા મહેશ પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.27) અને તેમના ભાઇ ભવ્ય પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.23)ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. તો, બીજીતરફ…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી વ્યવસાયે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 28 વર્ષીય ગૌરીબેન તુલસીભાઇ ગરવા નામની યુવતી ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના આરોપી સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જેના વિરોધમાં તેમજ આ આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે ભુજમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજીને કચ્છ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ગોધરામાં વહેલી સવારે યુવતીની હત્યા કરનારા એકતરફી પ્રેમીને ફાંસી આપવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ગોધરાની ગૌરીબેન તુલસી ગરવાના…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના ભુજ સેવા સદન ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારને આવકારીને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ અને સ્વચ્છતા કામગીરી માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પ્રાંત અધિકારીઓએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલી સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવને વાકેફ કરાવ્યા હતા. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજારમા રાત્રી દરમ્યાન ઘરમાં થયેલ ધાડ-લુટના ગુન્હાને અંજામ આપનાર ગેંગનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસએ ઝડપી પાડી હતી. આ બનાવની વિગત મુજબ હિતેશભાઈ સોડાભાઈ કોલી ઉ.વ.૨૮ ધંધો. વેપાર હાલે રહે- મીંથીલા સોસાયટીની બાજુમાં સાંગ નદીના કાંઠે પતરાવાળા ઘરે રાત્રી દરમ્યાન અજાણ્યા ઇસમો દ્રારા ધરમાં ગુહ અપ્રવેશ કરીને હાથ પગ તથા આંખો પર રૂમાલ બાંધી છરી તથા ધારીયા બતાવી તેમની માતાએ પહેરેલ સોના અને ચાંદીના ઘરેણાં તથા તેમના વેવાણ જમુબેન પાસેથી આ અજાણ્યા ઇસમોએ તેમને કાનમાં પહેરેલ સોનાની વાળી ઉતરાવી લીધેલ આમ કુલ સોના ચાંદીના દાગીનાની કિમત રૂપિયા ૭૭, ૦૦૦ લુટ કરી આ અજાણ્યા…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં શિયાળાની મોડી શરૂઆત બાદ ઠંડીએ એક માસ સુધી પોતાની પકડ જમાવી રાખતા જનજીવન શીતલહેરમાં જકડાઈ ગયું હતું, જોકે છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનનો પારો સામાન્ય સ્તરે ઊંચકાતા હાલ ઠંડકમાં આંશિક રાહતનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે, નવા વર્ષના પ્રારંભ સાથે જિલ્લામાં ઠંડીનો લઘુતમ પારો સામાન્ય ક્રમે ઊંચો ચડતા હાલ સવાર સાંજ લોકો ફુલગુલાબી ઠંડીનો માહોલ માણી રહ્યા છે. ભુજ શહેરમાં સવારે અને સાંજના સમયે લોકોની ચહલ પહાલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો રાત્રિ સમયની એસટી બસમાં પ્રવાસીઓની હાજરી પણ હવે વધી રહ્યાનું જાણવા મળ્યું હતું.

Read More

લોકભાષા-ભુજ : નાના કપાયામાં બહાર જવા મુદે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે કુંદરોડી ગામે વેલ્ડીંગનું કામ કરતી વખતે મોટું ઢાંકણું માથા પર પડતાં શ્રમજીવી યુવાનનું ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ભુજ ખાવડા રોડ પર ખાલારા નજીક ગતી ભેર આવતા ટ્રેઇલરના ચાલકે બાઇકને અડફેટે લેતાં સરસરપરના યુવકનું મોત નીપજ્યું હતું. મુળ ઉપરપ્રદેશના હાલ મુંદરા તાલુકાના નાના કપાયા ગામે ક્રિષ્નાનગરમાં રહેતા અનિલકુમાર સુરેશસિંગ નાયક (ઉ.વ.28)નો તેમની પત્ની સપનાબેન સાથે ઘર બહાર જવા મુદે ઝઘડો થયો હતો. જેમાં શુક્રવારની મોડી રાત્રે પત્નીને રૂમમાંથી બહાર કાઢીને રૂમ બંધ કરીને અનિલકુમારે છતની…

Read More

લોકભાષા-ભુજ : આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૫ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઇ રસ્તાઓ, ગલીઓમાં શેરીઓમાં દોડા-દોડ કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં શેરીઓમાં ટેલીફોન/ઈલેકટ્રીકના તાર ઉપર લંગર નાંખી ભેરવયેલા પતંગ કાઢવાનો પ્રયત્નો કરે તેથી બે ઈલેકટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ સર્કિટના તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે. તેમજ પતંગ ઉડાડવા માટે ઘણાં લોકો ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાડતા હોય છે. ચાઈનીઝ દોરો કોઇ વ્યકિતના શરીર પર પડે ત્યારે તે…

Read More