Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના વીગાબેર ગામે આવેલી વાડીમાં ખેત મજુર કિશોરીએ રવિવારે કોઇ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુળ વડોદરાના સાંવલી ગામના હાલ અબડાસા તાલુકાના વીગાબેર ગામે આવેલી વાડીમાં કામ કરતી 14 વર્ષની હિનાબેન ગોપાલભાઇ નાયક નામની કિશોરીએ રવિવારે વહેલી સવારે વાડીમાં જંતુનાશક ઝેરી દવા પી લેતાં તેને પ્રથમ નલિકા સરકારી હોસ્પિટલ બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Read More

લોકભાષા-ગાંધીધામ : ભવાની પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રકમાં પથ્થ૨ની આડસમાં ચોરખાનુ બનાવી છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ગાંધીધામ બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી મળી હતી કે ગાંધીધામ નેશનલ હાઇવે મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકની અંદર ભરેલ લંબાઈ વાળા પથ્થરોની આડસમાં બનાવેલ ખાનામાં વિદેશી દારૂની પેટીઓ રાખવામાં આવી છે ગાંધીધામ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ટ્રક રજી નંબ૨-આરજે-૦૪-જીબી-૯૦૧૧મા પથ્થરની આડમા ગોઠવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપમપ્રકાશ લાધુરામ બિશ્નોઈ ઉ.વ.૨૪ ૨હે- વાડાન્યા તા-બાગુડા જી-ઝાલોર રાજસ્થાનને મેક ડોવેલ્સ નંબ૨-૧ વ્હિસ્કી ૭૫૦…

Read More

લોકભાષા-ગાંધીધામ : આગામી તા. ૦૬/૦૧/૨૦૨૫ના રોજ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મળશે તે પહેલા કોગ્રેસમાથી ચુંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને પ્રશ્નોતરી અંગે પત્ર પાઠવી વિગતવાર જવાબ માંગ્યો છે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મંજુલાબેન શંભુભાઈ ડાંગરએ પાઠવેલા પત્રમાં કચ્છ જીલ્લામાં હાલે કેટલા શિક્ષકોની ઘટ છે, કચ્છમાંથી કેટલા શિક્ષકોની જીલ્લા ફેર બદલી કરવામાં આવેલ છે, તે પૈકી કેટલા શિક્ષકોને છુટા કરવામાં આવેલ છે, કચ્છમાં શિક્ષકોની ઘટ પુરવા માટે જીલ્લા પંચાયત દ્વારા અત્યાર સુધીમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે, કે રજુઆતો કરવામાં આવેલ છે જેની આધારો સાથેની માહિતી આપવા જણાવ્યું છે. આ ઉપરાંત આ પત્રમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મામલતદાર કચેરીમાં બે દિવસથી જી સ્વાન નેટવર્ક બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગાંધીધામ મામલતદાર કચેરીમાં બે દિવસથી જી સ્વાન નેટવર્ક બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ગાંધીધામ મામલતદાર કચેરીમાં લોકો મોટી સંખ્યામાં અરજદારો પોતાનો કામ કરવા માટે આવતા હોય છે અવર નવર નેટવર્ક બંધ રહે છે લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે બીજી બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયા વાતો કરીએ છીએ ત્યારે નેટવર્ક બંધ રહેશે તે શું ગાંધીધામ મામલતદાર શહેર તાલુકા ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો પોતાનો ધંધો રોજગારી મૂકીને કચેરીમાં ઈ કેવાયસી રાશનકાર્ડ, આવકના દાખલા જાતિના દાખલા વગેરે કામો માટે આવતા…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં ઇન્ચાર્જ બાદ વિધિવત પોલીસ અધિક્ષકનો ચાર્જ સંભાળનાર એસપી વિકાસ સુંડાએ શુક્રવારે જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા 189 પોલીસ કર્મચારીઓની એક સાથે આંતરીક બદલીના ઓર્ડર જાહેર કર્યા હતા. જેમાં લાંબા સમયથી ભુજ શહેરમાં અને તાલુકાના પોલીસ મથકે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી જિલ્લાના છેવાડાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતાં પોલીસ દળમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને એલઆર કર્મચારીઓની એક સાથે બદલીના ઓર્ડરો જાહેર કરાયા છે. પશ્ચિમ કચ્છ વિભાગના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ શાખામાં ફરજ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ એ ડીવીઝન પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પાંચ બાઈક અને એક બુલેટ સાથે ઝડપી લીધો હતો. શહેરમા થતી મોટર સાયકલની ચોરીનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ઓમ સીનેમા પાસેથી એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરને ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે પકડી અન્ય પાંચ મોટરસાયકલ કુલ કિંમત રૂપિયા ૨,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ એ- ડિવીઝન પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરના કબજામાંથી હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા ૨८,०००, હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૧૨-એલ-૮૭૩૫ કિંમત રૂપિયા ૩०,०००, હિરો કંપનીનુ સ્પ્લેન્ડર કિંમત રૂપિયા…

Read More

લોકભાષા-ગાંધીધામ : એસ.આર.સી. લી., માવજીભાઈ સોરઠીયા અને રવી કપૂર વિરુદ્ધ પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ, ગાંધીધામમાં દાવો દાખલ કરી તા. ૨૭ થી ૨૯ ડીસેમ્બર, ૨૦૨૪ ના એસ.આર.સીની યોજનાર ચુંટણી તથા તા. ૩૦.૧૨.૨૦૨૪ના યોજનાર એન્યુલ જનરલ મિટિંગ બાબતે મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં એવું જણાવેલ કે બધા શેરહોલ્ડરોની ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ નથી. એસ.આર.સી.એ વકીલ વી. પી. આલવાણી મારફતે હાજર થઇ દાવા જવાબ અને મનાઈ હુકમની અરજી રજુ કરેલ તથા સી.પી.સી. ના ઓ. ૭, રૂ. ૧૧, તથા કંપનીઝ એકટની કલમ ૪૩૦ મુજબ અરજી દાખલ કરી એવી રજૂઆત કરેલ કે કંપનીની ચુંટણી બાબતે સિવિલ કોર્ટને સત્તા નથી.…

Read More

લોકભાષા-ભુજ : મુન્દ્રા તાલુકાનાં પ્રાગપર ધોરીમાર્ગે એક ટ્રક પલટી જતા તેમાં પણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ઈંધણ ગેસના ખાલી બાટલા ભરેલી ટ્રક ગાંધીધામ તરફ જતી વેળાએ બેકાબુ બની પલટી ગઈ હતી અને તેમાં આગ લાગી ઉઠી હતી. આગને ખાનગી કંપનીના ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી. ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે તપાસનીશ પ્રાગપર હેડ કોન્ટેબલ પુનશી ગઢવી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજે ગુરુવારે બપોરે ખાલી ગેસના બાટલા ભરેલી ટ્રક પ્રાગપર પુલિયા પાસે બેકાબુ બની જતા પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આગને અદાણી અને…

Read More

લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મુંદ્રા ફરી એકવાર ઐતિહાસીક ક્ષણનેં શાક્ષી બન્યું છે. સૌ પ્રથમવાર એલએનજી સંચાલિત કન્ટેનર જહાજ, સીએમએ સીજીએમ ફોર્ટ ડાયમન્ટ, અદાણી પોર્ટ સ્થિત કન્ટેનર ટર્મિનલ-સીટી4 ખાતે આવી પહોંચ્યું છે. આ નોંધપાત્ર ઘટના માત્ર મુન્દ્રા પોર્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે માઈલસ્ટોન સમાન છે. સીએમએ સીજીએમ ફોર્ટ ડાયમન્ટ જહાજ, જેની લંબાઈ 268 મીટર અને 43 મીટર બીમ છે, ગત એક માસથી જ દરિયાઈ સેવાઓમાં કાર્યરત આ જહાજ 7,000 કન્ટેનરોની ક્ષમતા અને એલએનજી-સંચાલિત જહાજોની શ્રેણીમાં ત્રીજું છે. કંપની દ્વારા CIMEX2K/ AS-1 સર્વિસમાં આ જહાજને સામેલ કરવામાં આવ્યું છે (ભારત તરફથી CMA CGM…

Read More