Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના રાતા તળાવ ગૌશાળાથી આગળ કારને રોકાવીને ભુજ તાલુકાના સણસરા ગામના યુવકને તે ખાણ ખનીજમાં મારી ગાડી પકડાવી છે. તને જીવતો નહીં છોડું કહીને બે શખ્સોએ લોખંડનો પાઇપ માથામાં મારી ધોકા લાકડીથી માર મારીને ઇજા પહોંચાડી હતી. ઘાયલે નલિયા પોલીસ મથકમાં ભીમપર ગામના બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ભુજ તાલુકાના સણસરા ગામે રહેતા અને ડ્રાઇવીંગ કરતા સોમજી ઉર્ફે રાણા રામજીભાઇ રબારીએ અબડાસાના ભીમપર ગામના શક્તિસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેમના મામા વંકાજી કાનાભાઇ રબારી બુધવારે સાંજે અબડાસાના સણસરા ગામેથી કોઠારા તરફ કારમાં જઇ રહ્યા હતા. ત્યારે રાતા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના પ્રિન્સીપલ સીનીય૨ સિવિલ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા તથા આરોપીને ૧૮ માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ગાંધીધામમા લાકડાનું વેચાણનો ધંધો કરતી કંપની સલોની ફોરેસ્ટ પ્રોડકટસ પ્રાઈવેટ લીમીટેડએ કરેલ ચેક બાઉન્સના કેસમાં ગાંધીધામ કોર્ટે આરોપીને ચેકની રકમ ૧૮ ટકા વ્યાજ સહિત ચુકવવા અને આરોપીને ૧૮ માસની સજા ફટકારાતો ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસની વિગતોમાં ગાંધીધામમાં સલોની ફોરેસ્ટ પ્રોડકટસ પ્રાઈવેટ લીમીટેડના નામે લાકડાના વેચાણનો ધંધો કરતી કંપની પાસેથી લાકડા વેચાણના એડવાન્સ પેટે ગાંધીધામ મુકામે કરંસી.નેટ નામની કંપનીના ડાયરેકટર ચિરાગ હર્શદભાઈ શાહએ રકમ રૂપિયા ૮,૦૦,૦૦૦નો ચેક ચુકવણી માટે આપેલ હતો, આ ચેક ફરીયાદીએ બેંકમાં જમા…

Read More

લોકભાષા-ભુજ : જુનાગઢના અને હત્યા અને દુષ્કર્મના કેસમાં પાકા કામના કેદી તરીકે પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રહેલા કેદી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થઇ પરત જેલમાં ન ફરતા તેના વિરૂધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. પાલારા જેલમાં જેલર ગ્રુપ-2 તરીકે ફરજ બજાવતા એ.જી.વ્યાસએ પાલરા ખાસ જેલના કેદી નંબર 2888 મહેશ ઉર્ફે ભદો મુળજીભાઇ ચૌહાણ રહે ધારાનગર બિલ્ખા રોડ જુનાગઢ સામે ફરિયાદ નોંધાવી છે. આ પાકા કામના કેદી સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં 2007માં આઇપીસી કલમ 302,376, 394, મુજબના ગુના દાખલ હોઇ ભુજ પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી કેદીને હાઇકોર્ટના હુકમથી 4 ડીસેમ્બર 2024ના…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં વર્ષના પ્રારંભ સાથેજ સવારે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે. બે દિવસ બાદ આજે સવારે 10.24 મિનિટે તાલુકા મથક ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પૂર્વી દિશાએ એકલ મંદિત થી ભરૂડિયા ગામ વચ્ચેના નિર્જન સ્થળે કેન્દ્ર બિંદુ ધરાવતા આંચકાથી આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ચાર દિવસમાં વાગડ ફોલ્ટ લાઈન ઉપર 3.2ની તિવ્રતાનો આ બીજો આંચકો નોંધાયો છે, જે વાગડ માં ભૂગર્ભિય સળવળાટ યથાવત રહી હોવાનું દર્શાવે છે. ભુકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં સદીઓથી ધરતીકંપ ના નાના મોટા આંચકા ભૌગોલિક પરિસ્થિતિમાં ફેટબદલ લાવતા રહ્યા છે. ખાસ કરીને વર્ષ 2001ના સદીના મહા…

Read More

લોકભાષા-ભુજ : ખાવડાના મોટા દિનારા પાસે ગત નવેમ્બરના રોજ ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા નાના દિનારાના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે ખાવડા ખાતેથી દબોચી લીધો હતો. પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ખાવડા એચ.પી.પેટ્રોલ પંપ પાસેથી નાના દિનારાના અનવર ભીલાલ સમા (ઉ.વ.19)ને પકડી પાડ્યો હતો. આરોપી વિરૂધ્ધ ખાવડામાં ડીઝલ ચોરી અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ હોઇ આરોપીને આગળની માટે ખાવડા પોલીસને હવાલે કર્યો હતો.

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના કુકમા ગામથી આગળ ફાટક નજીક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ફાયરની ટીમે સ્થળ પર જઈને આગને કાબુમાં કરી લીધી હતી. જાણવા મળતી વિગતો મુજબ રાત્રે 2 વાગે ઘટના બનવા પામી હતી.ઘટના અંગે તાત્કાલિક ભુજ નગપાલીકા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે જઈને આગ બુજાવવાની કામગીરી કરી હતી. ડ્રાઇવર મામદ જત, ફાયરમેન સત્યજીતસિંહ ઝાલા, રફીક ખલીફા, ઈમ્તિયાઝ સમા, પ્રતીક મકવાણા દ્વારા આગ બુઝાવવાની કામગીરી જોડાયા હતા. આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી ન હતી પણ ટ્રકને નુકશાની પહોંચી હતી

Read More

લોકભાષા-ભુજ : સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ સુરતના સોની વેપારી બે ભાઇ ભત્રીજાઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. અને 500 ગ્રામ સોનું લેસો તો, બજાર ભાવ કરતાં 25 ટકા ડીસ્કાઉન્ટ સોનું આપવાનું કહી ભુજ બોલાવ્યા બાદ સોનાના બે બિસ્કીટ બતાવીને ભુજમાં તાયબા ટાઉનશીપમાં 31.60 લાખ રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને એક રૂમમાં પૂરી બહારથી બંધ કરીને ચીટરો પલાયન થઇ ગયા હતા. એ ડિવિઝન પોલીસ મથકમાં નામચીન પાંચ ચીટરો સામે ગુનો નોંધાવાતાં બે પંટરો પોલીસના રડારમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના હાલ સુરતના કતારગામે રહીને બાપા સીતારામ સિલ્વર પોઇન્ટ નામે જવેલર્સની શોપ ચલાવતા અને હીરા ઘસવાનું…

Read More

લોકભાષા-ગાંધીધામ : સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના બે ડાયરેક્ટરની ચુંટણીમાં વર્ષોથી ડાયરેક્ટર તરીકે કાર્યરત અને વર્તમાન ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણીનો વિજય થયો હતો જ્યારે વર્તમાન ડાયરેક્ટર સુરેશભાઇ નિહલાણીને સેવક લખવાણીએ પરાસ્ત કર્યા હતા. એસઆરસીના બે ડાયરેક્ટરની ચુંટણી જાહેર થતા જ કડકડતી ઠંડીમા પણ ચુંટણીનો માહોલ ગરમ બન્યો હતો. આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં આખરે શેરહોલ્ડર દ્વારા એક નવા ડાયરેક્ટરની એઆરસીમા એન્ટ્રી કરાવી હતી જો કે તેઓ અગાઉ પણ આ પદ પર રહી ચુક્યા છે. એસઆરસીના બે ડાયરેક્ટરો પ્રેમ એસ. લાલવાણી અને સુરેશભાઈ નિહલાણીની ખાલી પડેલી જગ્યા ઉપર ચુંટણી યોજાઈ હતી જેમાં આ વખતે પ્રેમ લાલવાની અને સુરેશ નિહલાણી ઉપરાંત સેવક લખવાણી,…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારે તુંબડી પીએચસીમાં નોકરી પર જવા બસની રાહ જોઇને ઉભેલી યુવતીને બાઇક પર આવેલા પ્રેમિ યુવકે ક્રુર્તા પૂર્વક ગુપ્તી અને તલવારના ઘા મારીને કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાની ઘટના બનતાં માંડવી પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં માંડવી પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવતીના અન્ય સાથે સબંધ હોવાની આશંકામાં યુવકે હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. સ્થળ પરથી મળેલા સીસીટીવી ફુટેજને આધારે હત્યારાને રાઉન્ડઅપ કરી લેવાયો છે. પોલીસ પુછપરછ શરૂ કરી છે. માંડવી પોલીસ મથકે મૃતક યુવતી ગૌવરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ.28)ના…

Read More

લોકભાષા-ભુજ : ભુજના સ્ટેશન રોડ પર વહેલી સવારે રોડ ક્રોસ કરતા સફાઇ કામદાર મહિલાને અજાણ્યા બાઇક ચાલકે ટકકર મારતાં ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન રોડ પર જોષી પેટ્રોલ પંપ પાસે વાલ્મીકીવાસમાં રહેતા અને નગર પાલિકામાં હંગામી સફાઇ કામદાર તરીકે કામ કરતા પ્રભાબેન લાલજીભાઇ પુરબીયા (ઉ.વ.45) સવારે છ વાગ્યાના સમય ગાળા દરમિયાન રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે અજાગ્યા બાઇકના ચાલકે તેને ટકકર મારતાં ઇજા પહોંચી હતી. જેને કારણે રોડ પર મહિલાને વોમીટ થઇ હતી. મહિલાને ઘરે લઇ જવાયા બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જતી વખતે…

Read More