Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : તાલુકાની યાત્રાધામ હાજીપીર તરફના માર્ગે બિસ્માર રસ્તા અને પવનચક્કીના મહાકાય વાહનોના કારણે ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ગઈકાલે પવનચક્કીની પાંખ લઈ જતું ટ્રેલર રસ્તો ઉતરી જતા માર્ગ સિંગલપટ્ટી બની ગયો હતો, બાદમાં આ વાહન પલટી જતા તમામ વાહનનોને ધીમી ગતિ સાથે અહીંથી પસાર થાઉં પડ્યું હતું. આજે પલટી ગયેલા વાહનને સીધુ કરવા માટે બે ક્રેન મશીન કામે લગાડવામાં આવતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થઈ જવાથી સવારના 11 વાગ્યાથી એસટી બસ સહિત પ્રવસીઓની 10 જેટલી બસો અને માલવાહક વાહનો અટવાઈ પડ્યા છે. ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે. હાજીપીર માર્ગે…

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના માધાપર અને માંડવીમાં જાહેરનામાનો ભંગ કરીને ચાઈનીસ દોરા વેચતા બે ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ માધાપરના બસ સ્ટેશન પાસે રાજ સુધીરભાઈઠક્કર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ ૮ કિ. રૂા. ૪,૦૦૦ વેચાણ માટે રાખી હતી. જે જપ્ત કરીને જાહેરનામાના ભંગ બદલ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ માંડવીના સાંજીપડી વિસ્તારમાં ધ્રુવ વાલજીભાઈ હિરાણીએ ચાઈનીસ પ્લાસ્ટીક દોરાઓ વેચાણ માટે રાખ્યા હતા તેઓ પાસેથી ફિરકી નંગ ૭કિ.રૂા. ૨૮૦૦ની કબજે કરીને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

Read More

ભુજ : શહેરના દાદા-દાદી પાર્ક નજીક મારામારીની ઘટના બનવા પામી હતી. તાલુકાના સુખપર ખાતે જાતિ અપમાનીત કરતા બે ઈસમો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ તેમજ ભુજનાચિંતન મહેન્દ્રભાઈસોનીના જણાવ્યા પ્રમાણે તેઓ સાથે દુકાનની આગળબાઈક પાર્ક કરવા બાબતે સામવાળા કલ્પેશ કાંતિલાલ સોની અને જયેશ કાંતિલાલસોનીએ ગાળાગાળી કરીને માર માર્યો હતો. તેમજજાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ છે. જ્યારે માનકુવાના અરવિંદ પરબતભાઈ વાઘેલાએ બબીતાબેન કિશોરભાઈ જોશી અને વિષ્ણુ કિશોર જોશી (રહે. સુખપર) સામેફરીયાદ નોંધાવીછે. ફરીયાદીના જણાવ્યા પ્રમાણે ગટરલાઈન ખોદવા બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે ગાળાગાળી કરીને જાતિ અપમાનીત કરીને શબ્દો…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા હત્યા કરી ત્રણ માસથી નાસતા-ફરતા આરોપીને ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ઉતરપ્રદેશના બદાયુ જીલ્લા ખાતેથી ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવીઝન સર્વેલન્સ ટીમે બીસૌલી જી.બદાયુ ઉતરપ્રદેશ ખાતેથી ગાંધીધામએ ડિવીઝન પોલીસ મથકે નોંધાયેલ મર્ડરના ગુન્હા આરોપીને ઝડપી લીધો હતો આ બનાવની મળતી વિગતો મુજબ મરણ જનાર અને આરોપી પતી-પત્ની હોય અને તેઓ બન્ને અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય રાત્રીના સમયે નોકરી ઉપરથી મોડા આવવા બાબતે તથા ઘરના કામકાજ તથા જમવા બાબતે બોલાચાલી થતા આરોપી કાલુ દેલુ શેખે મરણજનારને માથુ પકડી દિવાલમા ભટકાવતા મરણ ગયેલ જે બાદ આરોપી કાલુ દેલુ શેખ વહેલી સવારે રૂમને બંધ ક૨ી ગાંધીધામથી ટ્રેનમા બેસી…

Read More

લોકભાષા-ભુજ : હાલમાં કડકડતી ઠંડી વચ્ચે શહેરીજનો શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા,કસરત,વોકિંગ કરતા હોય છે. ભુજમાં છતરડી ફરતે આવેલા વોક વે માં દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો વોકિંગ માટે આવે છે. શહેરમાં એકમાત્ર હરવા ફરવાના સ્થળ સમાન આ વોક વેમાં પાલિકા લોકોને પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકી નથી.જેથી વોકર્સમાં પણ નારાજગી ફેલાઈ રહી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,ભુજ નગરપાલિકા દ્વારા વોક વે રિનોવેશનનું કામ હાથ પર લેવાયું પણ કેવા મુહૂર્તમાં કામ ચાલુ કર્યું કે પૂરું થતું જ નથી. વાદવિવાદો વચ્ચે હાલમાં કામમાં ગતિ આવી છે જેમાં ઉમેદનગર તરફના ગેટથી લઈ ખેંગાર પાર્ક સુધી જુના પેવર બ્લોક ઉખાડી નવા લગાવવાની…

Read More

લોકભાષા-ભુજ : દેવભૂમિ દ્વારકાના સલાયાના ખલાસીઓ સાથે ફાયબર બોટ શુક્રવારે મુંદારા દરિયાઇ વિસ્તારમાં માચ્છમારી કરવા નીકળી હતી. ત્યારે વેસ્ટ પોર્ટ એસપીએમની બાજુમાં બોટમાં પાણી ભરાતાં બોટ ગરકાવ થઇ રહી હતી. પેટ્રોલીંગ કરી રહેલા મુંદરા મરિન પોલીસ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ ખલાસીઓ રેક્યુઝ કરીને બચાવી લેવાયા હતા. જ્યારે બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. મુંદરા મરિન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.કે.રાડાએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બોટ નંબર -IND-GJ-37-MM-4050 નૂર શકુર બોટના મલિક સુલતાનભાઇ અગરીયાએ ફોન પર જાણ કરી હતી. કે, તેમની બોટ નૂર શકુરમાં કોઇ ખામી થઇ છે. અને તેમાં પાંચ ખલાસીઓ છે. બોટ ડૂબવાની તૈયારીમાં છે. જેથી…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના દરશડી ગામે રહેતા બુટલેગરના બંધ મકાનમાં એલસીબીએ બાતમી પરથી દરોડો પાડીને રૂપિયા 70,368ની કિંમતની શરાબની વિવિધ બ્રાન્ડની 223 નંગ બોટલ પકડી પાડી હતી. જ્યારે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, દરશડી ગામે રહેતા બુટલેગર ભાવસંગજી ભગુભા જાડેજા પોતાના ભોગવટાના બંધ મકાનમાં બહારથી શરાબનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી દારૂની 223 નંગ બોટલ મળી આવી હતી. પરંતુ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના નિરોણા ગામે રહેતા 35 વર્ષીય પરણીત યુવાને આર્થીક સંકડામણમાં ગામના સીમાડામાં કેનાલમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. બનાવને લઇ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. નિરોણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામે રહેતો મહેબુબશા મામદશા શૈયદ નામનો યુવાન બે દિવસ પહેલા કામધંધો શોધવા માટે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન શનિવારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં નિરોણા ગામની સીમમાં આવેલી કેનાલના પાણીમાં બાવડની ઝાડીમાં ફસાયલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પરણીત હતો અને છુટક મજૂરી કરતો હતો. કોઇ કામ ધંધો મળતો ન હોવાથી કામધંધાની શોધમાં ઘરેથી નીકળી ગયો હતો. હતભાગી…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છના ધોરી માર્ગો પર અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પાલરા પાસે ટ્રક સાથે કાર ભટકાતાં ભુજના બે ભાઇઓ જ્યારે કનૈયાબે ગામ નજીક ડમ્પરની ઠોકરે એક્ટિવા ચાલક મહિલા ઘવાઇ હતી. અને હબાય લોડાય વચ્ચે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં યુવાન જખમી થયો હતો. જી.કે.જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ પાલરા જેલની સામેના રોડ પર શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રક સાથે કાર અથડાતાં કાર સવાર ભુજના નરનારાયણ નગરમાં રહેતા મહેશ પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.27) અને તેમના ભાઇ ભવ્ય પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.23)ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. તો, બીજીતરફ…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી વ્યવસાયે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 28 વર્ષીય ગૌરીબેન તુલસીભાઇ ગરવા નામની યુવતી ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના આરોપી સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જેના વિરોધમાં તેમજ આ આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે ભુજમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજીને કચ્છ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ગોધરામાં વહેલી સવારે યુવતીની હત્યા કરનારા એકતરફી પ્રેમીને ફાંસી આપવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ગોધરાની ગૌરીબેન તુલસી ગરવાના…

Read More