Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૯ આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ- વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનો પ્રતીક બન્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે…
લોકભાષા-ભુજ : કચ્છના દરિયાઇ લખપત સરહદના પીલર નંબર 1149 પાસે બીએસએફ બટાલીયને ઘુસણખોરી કરતા એક પાકિસ્તાની યુવકને ઝડપી પાડીને પુછપરછ કર્યા બાદ દયાપર પોલીસને હવાલે કર્યો હતો. પાકિસ્તાની યુવક પાસેથી માછીમારીના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન આવતાં જેઆઇસીમાં મોકલી દેવા પોલીસે કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના કાળા ગુગડા ગામના 22 વર્ષના બાબુઅલી ઉમરગની નામના શખ્સને રવિવારે પેટ્રોલીંગ દરમિયાન બીએસએફની 59 બટાલીયને બોર્ડર પીલર નંબર 1149 પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ત્રણ કિલો કરચલા, એક ચાકુ, તરણ માટેની ટ્યુબ અને ટોર્ચ જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી. કોઇ તે સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ કે, હથિયાર મળી આવ્યા ન…
લોકભાષા-ગાંધીધામ : પ્રતિબંધીત ચાઇનીઝ તુક્કલ સાથે ઇસમને આદિપુર પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉતરાયણના તહેવાર વખતે ચાઇનીઝ તુક્કલ આકાશમાં ઉડાવવામાં આવે છે ત્યારે આવા પ્રકારના હલકી કવોલીટીના વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને નુકશાન તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થતુ હોઇ છે જેથી આવી બાબત નિવારવા માટે આવા પ્રકારના ચાઇનીઝ તુક્કલોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ તુક્કલના વેચાણ અંગે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે આદિપુર વિસ્તારમાંથી ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે આરોપી સમીર રમેશભાઇ સમેજાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આદિપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આરોપી…
લોકભાષા-ભુજ : ગત 6 જાન્યુઆરીના વહેલી પરોઠે કંઢેરાઇ ગામે વાડીના બોરવેલમાં પડીને મૃત હાલતમાં મળી આવેલી ખેત મજુર યુવતીએ ઘટના પહેલા રાત્રે તેના ભાવી પતિ સાથે વાત કરી હતી. પધ્ધર પોલીસે મૃતક યુવતીના પતિનું નિવેદન લીધુ હતું. જેમાં ઇન્દ્રા અને તેના ભાવી પતિ વચ્ચે કોઇ ઝઘડો ન થયો હોવાનું સામે આવતાં યુવતીના મોત પાછળનું રહશ્ય વધુ ઘેરૂ બન્યું છે. ભાવી પતિ સાથે કોઇ અણબનાવ કે તકરાર ન થઇ હોય તો, ઇન્દ્રાએ આવું પગલું શા માટે ભરવું પડ્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. તો, અન્ય એક શંકાસ્પદ શખ્સની ભૂમિકા હોવાના અનુમાન સાથે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. મુળ રાજસ્થાનના પ્રતાપગઢની…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ભેરૈયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં કારની અડફેટે સ્કુટર ચાલકનું મોત નીપજ્યું હતું. કાર ચાલક સામે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. નાની વિરાણી ગામે રહેતા રાજેશ મહેન્દ્રભાઇ વાસાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઇ નિતિનભાઇ ગસ્ટો સ્કુટર લઇને નાની વિરાણી ગામે આવી રહ્યા હતા. ત્યારે ભેરૈયા ગામના પાટીયા પાસે આઇ-10 કારના ચાલકે તેમના ભાઇને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
લોકભાષા-ભુજ : મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખ પાસેથી 32.47 લાખની કિંમતનો 32.47 ગ્રામ કોકેઇન કબજે કર્યો છે. જિલ્લામાં કેફી અને માકદ પદાર્થોના સેવન અને હેરફેરની પ્રવૃત્તિઓને નાબુદ તેમજ રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તમામ સુરક્ષા એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ મુન્દ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે…
લોકભાષા-ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચી સોસાયટી વિસ્તારમાં રહેણાંક 8સ્રી વેશમાં આવી મહિલાની આંખમાં મરચા પાવડર નાંખી, મારપીટ કરી સોનાની ચેઇન તથા રોકડ રકમની લુંટ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ બનાવની વિગતો મુજબ કીડીયારૂ પુરવા પોતાના ઘરેથી બહાર નીકળી મહિલા પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હોય જેથી બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હોય અને બાથરૂમમાં જોતાં સ્રી વેશમાં આવેલ આરોપીએ તેમની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી આશરે બે તોલાની સોનાની ચેઇન ઝૂંટવી, ડાબા હાથની આંગળીમાં છરી મારી, ધાક-ધમકી કરી તીજોરી માંથી રોકડા રૂ.૩૫,૦૦૦ની લુંટ કરી નાશી ગયો હોવાની અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ…
લોકભાષા-ભુજ : શહેરના મહાવીરનગર ખાતે રહેતા સુથારીકામના કારીગરે જાતે ગળે કટર વડે આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. માનસિક અસ્વસ્થાને લઈને આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ ભુજના વાલદાસનગર ખાતે રહેતા ૩૬ વર્ષિય ચેતન જેન્તીભાઈ જોટાણીયા રવિવારે સવારે ૯ વાગ્યે પોતાની મહાવીરનગર ખાતે આવેલી ચામુંડા વુડન ફર્નિચર નામની દુકાન ખોલીને કર્મચારીને ચા લઈ આવવા જણાવ્યું હતું. કર્મચારી ચા લેવા ગયો ત્યારબાદ ચેતને પુશબટનવાળી લાકડા કાપવાની કટર પોતાના ગળાના ભાગે ફેરી દઈને જિંદગીનો કરૂણ અંત આપી દીધો હતો. કર્મચારી ચા લઈને આવ્યો ત્યારે ચેતનને લોહીથી લથબથ જોતા આસપાસના…
લોકભાષા-ભુજ : તાલુકાના નાગીયારી ગામ નજીક ટ્રક હડફેટે રીક્ષામાં સવાર યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે માંડવીમાં સોફામાંથી પડી જતાં યુવાને દમ તોડી દીધો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા ગામના મોટા અંગિયા ગામના ૨૦ વર્ષિય સબાનાબેન અલ્તાફ લુહાર રીક્ષામાં જતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની વધુ તપાસ માનકુવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માંડવીના વિજયવિલાસ પેલેસમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન સોફા પર બેઠેલા ભુજના જુની લોટસ કોલોની ખાતે…
લોકભાષા-ભુજ : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સહિત ૧૧ દેશના કાઈટિસ્ટો ધોરડો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી થઈને અવનવી પતંગો દ્વારા આકર્ષણ જમાવશે. ધોરડો ખાતે ૧૩ જાન્યુઆરીના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. આ આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય…

