Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ગ્રામ્યવિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપટીકાર્ડ આપવાના આશયથી અમલી થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત આજરોજ સમગ્ર ભારતમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટી ધારકોને હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાનો સ્વામિત્વ પ્રોપટી કાર્ડ ઇ-વિતરણ કાર્યક્રમ ભુજ સ્મૃતિવન ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં કચ્છના ત્રણ તાલુકાના ૧૨ ગામના ૧૧૭૪ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે, પ્રધાનમંત્રીએ પ્રોપર્ટી કાર્ડને આર્થિક સુરક્ષાની ગેરંટી ગણાવીને આફતમાં આ યોજના થકી વધુ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા DGFT અને FIEO ના સહયોગથી “જિલ્લા આઉટરીચ પ્રોગ્રામ અને નિર્યાત જાગૃતિ કાર્યક્રમ” નિર્યાત બંધુ અંતર્ગત યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સહુને આવકારતાં, ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સ્વાગત પ્રવચનમાં, કચ્છ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, અહીંના ઉદ્યોગસાહસિકોની કાર્યક્ષમતા અને સરકારની પ્રગતિશીલ નીતિઓએ મળીને આ પ્રદેશને નિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે. અને ખાસ કરીને, કન્ટેનર કાર્ગો, રસાયણો, કાપડ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોના ક્ષેત્રોમાં અમારું યોગદાન નોંધપાત્ર રહ્યું છે ત્યારે, કચ્છની હસ્તકલા ક્ષેત્રમાં રહેલી નિર્યાત ક્ષમતા વિશે રાજસ્થાન સાથે તુલના કરતાં મહત્વપૂર્ણ નિરીક્ષણો રજૂ કર્યા હતા તેમજ કચ્છની અનન્ય હસ્તકલા અને તેની નિર્યાત સંભાવનાઓનું…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા શહેરના વથાણ ચોકમાં ટ્રાફિક સમસ્થાને લઇ અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તંત્ર પાસે બાયપાસ રોડ માંગ કરાઇ છે. તેમ છતાં કોઇ નકર કાર્યવાહી કરવામાં ન આવતાં આ માર્ગ પર અને લોકોની જીંદગી હોમાઇ ગઇ છે. તેવામાં શનિવારે વથાણ ચોકમાં ટ્રકની અડફેટે આવી જતાં એક્ટિવા પર જઇ રહેલા જૈન અગ્રણી વેપારી નરેન્દ્રભાઇ ત્રંબકલાલ મહેતાનું ઘટના સ્થળે જ કંમકમાટી ભર્યું મોત થતાં અરેરાટી સાથે શોકનો માહોલ ફેલાઇ ગયો છે. જૈન સંઘના ટ્રસ્ટીના મોતના સમાચાર મળતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દોડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ જુનાવાસમાં ચિંતામણી ટ્રેડર્સ નામે અનાજ રસકસની દુકાન ધરાવતા નરેન્દ્રભાઇ ત્રંબકલાલ મહેતા (ઉ.વ.64)ના…

Read More

લોકભાષા-ભુજ : તાલુકામાં આવેલા ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. બન્ની પચ્છમ અધિકાર મંચે જિલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆત મુજબ, આ કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત છે. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર, મંજૂર થયેલા 35 સ્ટાફની જગ્યાઓ સામે માત્ર 16 કર્મચારીઓ જ કાર્યરત છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અધિક્ષક તબીબની મહત્વપૂર્ણ જગ્યા છેલ્લા 24 વર્ષથી ખાલી છે. ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક સર્જન જેવા વિશેષજ્ઞ તબીબોની ગેરહાજરી ગંભીર સમસ્યા બની છે. સંસ્થાના પ્રમુખ કેસર તુગાજી નોડેના જણાવ્યા મુજબ, સ્ટાફની અછતને કારણે પ્રસૂતિ દરમિયાન માતા અને બાળકના મૃત્યુના કિસ્સાઓ પણ નોંધાયા છે. આ કેન્દ્ર બન્ની પચ્છમના 100થી વધુ…

Read More

લોકભાષા-ભુજ : માધાપર હાઇવે પર જુનાવાસમાં આવેલી ત્રિલોક કાર્ગો સર્વિસ નામની ઓફિસના તાળા તોડી કોઇ અજાણ્યો શખ્સ ડ્રોઅરનું લોક તોડીને અંદરથી રોકડા રૂપિયા 20 હજારની ચોરી કરી જતાં માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. માધાપર હાઇવે પરની ત્રિલોક કાર્ગો સર્વિસ નામની ઓફિસમાં કામ કરતા મેનેજર મેહુલભાઇ સોમાભાઇ જોષીએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, ચોરીનો બનાવ ગુરૂવારે રાત્રી દરમિયાન બન્યો હતો. ઓફિસના ડ્રોઅરની અંદર સ્પેરપાર્ટના પાર્સલના આવેલા રૂપિયા 20 હજાર રાખ્યા હતા. તે કોઇ અજાણ્યો શખ્સ ઓફિસના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશીને ડ્રોઅરનું લોક તોડી તેમાંથી રૂપિયા 20 હજારની ચોરી કરી ગયો હતો. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.

Read More

લોકભાષા-ભુજ : શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત ત્રિદિવસીય વૈદિક સંમેલનના દ્વિતિય દિવસે વેદો અને વેદના જ્ઞાતા વેદના સમર્થ ૧૧૦ વિદ્વાનો વેદોનો પારણ ભુજ ના સ્વામિનારાયણ પ્રસાદી મંદિરે ખાતે કરી રહ્યા છે સવારના સત્રમાં પ્રારંભે યજમાનો દ્વારા વેદનું વેદ પુરુષોનું વિદ્વાનોનું પૂજન કરીને પ્રારંભ થયો. અદભુત અને દર્શનીય દરેક વેદ અને વેદની શાખાઓ માટે ઘાસની અલગ અલગ કુટીરો બનાવવામાં આવી છે. જે તે શાખાના વિદ્વાનો એ એક પર્ણાકૂટિરમાં બેસીને વેદની ઋચાઓનો મુખપાઠ કરી રહ્યા છે તો ચાર વિદ્વાનો ઠાકોરજીના શ્રી ચરણોમાં બેસીને વેદનો ઘન પાઠ કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વેદની ઇષ્ટ શાસ્ત્ર તરીકે પ્રસ્થાપના કરી છે અને અભ્યાસો વેદશાસ્ત્રાણમ્…

Read More

લોકભાષા-ભુજ : મુંબઈથી ભુજ વચ્ચે દૈનિક સેવા આપતી એલાયન્સ એરની ફ્લાઈટ આજે ટેક્નિકલ કારણોસર રદ્દ થતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા . સવારે 6:40 કલાકે ઉડાન ભરવાની અને 8:20 કલાકે ભુજ પહોંચવાની નિર્ધારિત ફ્લાઈટ અચાનક રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને મુંબઈ એરપોર્ટ પરથી પરત ફરવું પડ્યું હતું. ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ્દ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એર કંપની દ્વારા મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. 6:40ની ફ્લાઈટ 8:40 સુધી રાહ જોયા બાદ રદ્દ કરવામાં આવી હતી. મુસાફરોના સવાલોના જવાબમાં માત્ર રિફંડની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય…

Read More

લોકભાષા-ગાંધીધામ : ચેક રિર્ટન કેસમા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમ રૂપિયા એક લાખ ચુકવવાનો ગાધીધામની કોર્ટે હુકમ કર્યો હતો આ કેસની મળતી વિગતો મુજબ ફરિયાદી કુન્દન ડી. પ્રસાદએ આરોપી કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અંગે કોર્ટ કેસ ચાલી જતાં કોર્ટે સજા અને રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો. ગાંધીધામમાં રહેતા કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયએ કુન્દન ડી. પ્રસાદ પાસેથી મિત્રતામા રૂપિયા પચાસ હજાર વર્ષ ૨૦૨૩- ઉધાર લીધા હતા. જેના અવેજમાં કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયએ કુન્દન ડી પ્રસાદને રૂપિયા પચાસ હજારનો સ્ટેટ બેન્ક ઓફ ઈનડીયાનો ચેક આપ્યો હતો. જે ચેક કુન્દન ડી. પ્રસાદ વર્ષ-2023માં કલીયરીંગ માટે બેન્કમા રજુ…

Read More

લોકભાષા-ભુજ : શહેરમાં ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાજિક કાર્યકર મહંમદ લાખાની આગેવાની હેઠળ લોકોએ ગટર ઓવરફ્લો થતી જગ્યાઓ પર કાળા વાવટા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. શેખ ફળિયા, બાપા દયાળુ નગર અને વઢીયારાવાસ સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નગરપાલિકાના મુખ્ય અધિકારીની બદલી બાદ વિસ્તારમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. દૂષિત પાણીના કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે અને બીમારીઓ પણ ફેલાઈ રહી છે. મહંમદ લાખાએ જણાવ્યું કે, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગઢશીશાથી દરશડી જતી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતી યુવતી પર નજર બગાડીને કંડકટરે પ્રેમ સબંધ બાંધવાનું કહીને બદનામ કરી દેવાની ધમકી આપતાં ભોગબનનારે ગઢશીશા પોલીસ મથકમાં દરશડી ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ગઢશીશા પોલીસ મથકે ભોગબનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ એક મહિનાથી આજ દિવસ દરમિયાન બન્યો હતો. દરશડી ગામનો મજીદ રાયમા નામનો શખ્સ રાયમા ટ્રાવેલ્સમાં કંડકટર તરીકે નોકરી કરતો હોઇ ફરિયાદી યુવતી ગઢશીશાથી દરશડી અપડાઉન કરતી હોય ત્યારે આરોપી ફરિયાદી યુવતીને ખરાબ નજરે જોતો હતો. અને ફરિયાદી યુવતીને પ્રેમ સબંધ રાખવાનું કહી જો નહીં રાખે તો, બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. જેથી ફરિયાદી…

Read More