Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત ત્રિદિવસીય વૈદિક સંમેલનના દ્વિતિય દિવસે વેદો અને વેદના જ્ઞાતા વેદના સમર્થ ૧૧૦ વિદ્વાનો વેદોનો પારણ ભુજ ના સ્વામિનારાયણ પ્રસાદી મંદિરે ખાતે કરી રહ્યા છે સવારના સત્રમાં પ્રારંભે યજમાનો દ્વારા વેદનું વેદ પુરુષોનું વિદ્વાનોનું પૂજન કરીને પ્રારંભ થયો. અદભુત અને દર્શનીય દરેક વેદ અને વેદની શાખાઓ માટે ઘાસની અલગ અલગ કુટીરો બનાવવામાં આવી છે. જે તે શાખાના વિદ્વાનો એ એક પર્ણાકૂટિરમાં બેસીને વેદની ઋચાઓનો મુખપાઠ કરી રહ્યા છે તો ચાર વિદ્વાનો ઠાકોરજીના શ્રી ચરણોમાં બેસીને વેદનો ઘન પાઠ કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વેદની ઇષ્ટ શાસ્ત્ર તરીકે પ્રસ્થાપના કરી છે અને અભ્યાસો વેદશાસ્ત્રાણમ્…

Read More

લોકભાષા-ભુજ : મુંબઈથી ભુજ વચ્ચે દૈનિક સેવા આપતી એલાયન્સ એરની ફ્લાઈટ આજે ટેક્નિકલ કારણોસર રદ્દ થતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા . સવારે 6:40 કલાકે ઉડાન ભરવાની અને 8:20 કલાકે ભુજ પહોંચવાની નિર્ધારિત ફ્લાઈટ અચાનક રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને મુંબઈ એરપોર્ટ પરથી પરત ફરવું પડ્યું હતું. ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ્દ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એર કંપની દ્વારા મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. 6:40ની ફ્લાઈટ 8:40 સુધી રાહ જોયા બાદ રદ્દ કરવામાં આવી હતી. મુસાફરોના સવાલોના જવાબમાં માત્ર રિફંડની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય…

Read More

લોકભાષા-ગાંધીધામ : ચેક રિર્ટન કેસમા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમ રૂપિયા એક લાખ ચુકવવાનો ગાધીધામની કોર્ટે હુકમ કર્યો હતો આ કેસની મળતી વિગતો મુજબ ફરિયાદી કુન્દન ડી. પ્રસાદએ આરોપી કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અંગે કોર્ટ કેસ ચાલી જતાં કોર્ટે સજા અને રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો. ગાંધીધામમાં રહેતા કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયએ કુન્દન ડી. પ્રસાદ પાસેથી મિત્રતામા રૂપિયા પચાસ હજાર વર્ષ ૨૦૨૩- ઉધાર લીધા હતા. જેના અવેજમાં કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયએ કુન્દન ડી પ્રસાદને રૂપિયા પચાસ હજારનો સ્ટેટ બેન્ક ઓફ ઈનડીયાનો ચેક આપ્યો હતો. જે ચેક કુન્દન ડી. પ્રસાદ વર્ષ-2023માં કલીયરીંગ માટે બેન્કમા રજુ…

Read More

લોકભાષા-ભુજ : શહેરમાં ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાજિક કાર્યકર મહંમદ લાખાની આગેવાની હેઠળ લોકોએ ગટર ઓવરફ્લો થતી જગ્યાઓ પર કાળા વાવટા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. શેખ ફળિયા, બાપા દયાળુ નગર અને વઢીયારાવાસ સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નગરપાલિકાના મુખ્ય અધિકારીની બદલી બાદ વિસ્તારમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. દૂષિત પાણીના કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે અને બીમારીઓ પણ ફેલાઈ રહી છે. મહંમદ લાખાએ જણાવ્યું કે, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગઢશીશાથી દરશડી જતી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતી યુવતી પર નજર બગાડીને કંડકટરે પ્રેમ સબંધ બાંધવાનું કહીને બદનામ કરી દેવાની ધમકી આપતાં ભોગબનનારે ગઢશીશા પોલીસ મથકમાં દરશડી ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ગઢશીશા પોલીસ મથકે ભોગબનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ એક મહિનાથી આજ દિવસ દરમિયાન બન્યો હતો. દરશડી ગામનો મજીદ રાયમા નામનો શખ્સ રાયમા ટ્રાવેલ્સમાં કંડકટર તરીકે નોકરી કરતો હોઇ ફરિયાદી યુવતી ગઢશીશાથી દરશડી અપડાઉન કરતી હોય ત્યારે આરોપી ફરિયાદી યુવતીને ખરાબ નજરે જોતો હતો. અને ફરિયાદી યુવતીને પ્રેમ સબંધ રાખવાનું કહી જો નહીં રાખે તો, બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. જેથી ફરિયાદી…

Read More

લોકભાષા-ભુજ : ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રેરિત અને સ્વામિનારાયણ ગુરુકુળ રાપર આયોજિત ત્રિદિવસીય ક્ષેત્રીય સંમેલનનો ભુજ ખાતે શુભ પ્રારંભ થયો હતો. મંગલ પ્રભાતે ચાર વેદ અને છ શાખા શાસ્ત્રોનો ભગવાનના સનિધ્યમાં આ વેદોનો પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંતો અને યજમાનોના સાથે પ્રારંભ થયેલી વેદયાત્રા વેદ મંડપમાં વેદોની પધરામણી અને દીપ પ્રાગટ્ય કરીને વેદોની અલગ અલગ શાખા કુટીરો માં વેદના નિષ્ણાત વિદ્વાનો બેસીને વેદની પારાયણ નો પ્રારંભ કરેલ. આ પ્રસંગે પ્રસાદી મંદીરે પધારેલ બિહારના રાજ્યપાલ મહિમના હાથે વેદાચાર્યો નું પૂજન સાથે વેદનો મંગલ ધ્વનિ પ્રારંભ થયો બિહારના રાજ્યપાલ આરીફજી નૂતન મંદીરે દર્શન કર્યાંની સાથે મહંત સ્વામીની મુલાકાત કર્યાં બાદ બંને…

Read More

લોકભાષા-નલિયા : અબડાસાના લાખણીયા ગામે 14 વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બની જ નથી. યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા મુખ્ય કારણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરીત હાલતમાં જોવા મળેલ હતી. વર્ષ 2001 માં આવેલ ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ હતું જેની મર્યાદા 10 વર્ષ જ હતી આ શાળા 2012 થી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે 2025 માં પણ તે જ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ ક્ચ્છમા જુદા જુદા બનાવોમાં ત્રણના મૃત્યુ નિપજ્યા હતા ભુજ જેઆઇસીમાં રહેલા બંદીવાનનું બીમારીથી મોત નીપજ્યું હતું જ્યારે ધ્રબમાં ડુંગરમાં સુરંગની અંદર રીલ બનાવતા કિશોરના માથે ભેખડ પડતાં મોત નીપજ્યું અને મુંદરામાં પતંગની ધારદાર દોરીએ બાઇક પર પિતા સાથે જતા એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું. મુંદરા તાલુકાના ધ્રબ ખાતે કાસમવાડીમાં ડુંગરમાં બનેલા સુરંગ અંદર મોબાઇલમાં રીલ બનાવતા કિશોર પર માટીનું ભેખડ પડતાં દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. તો, ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 2011થી રીસ્ટ્રીકશનમાં રાખવામાં આવેલા માનસિક અસ્થિર શ્રીલંકન વૃધ્ધનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે મુંદરાના બારોઇ રોડ પર મકરસંક્રાંતિના દિવસે પિતા સાથે બાઇક પર જઇ…

Read More

લોકભાષા-ભુજ : મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા. જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ ‘સફેદ રણ’ પોતાની સફેદ ચમકથી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. કચ્છના આ સફેદ રણની મુલાકાતે ભારતના દિગ્ગજ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા. આમ, બચ્ચન પરિવારની ત્રણ પેઢી એક સાથે સફેદ રણનો નજારો માણ્યો હતો. કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો. અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. બચ્ચન પરિવારે રણ,…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજારના ગુરુકુળ સોસાયટી વિસ્તારમાં બંધ મકાનમાંથી માતા પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે મૃતકના વિશેરા એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મળતી વિગતો મુજબ અંજારના ગુરુકુળ વિસ્તારમાં આવેલ મોકલેશ્વર સોસાયટીના બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રના મૃતદેહ મળી આવતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટપોટમ માટે ખસેડ્યા હતા અને મૃતકોના વિશેરા મેળવી એફએસએલમા તપાસ માટે મોકલી મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ ગુરુકુળ સોસાયટી નજીક આવેલ મકલેશ્વર સોસાયટીમાં રહેતા મુક્તાબેન દિલીપભાઈ જોશી અને પુત્ર ભાવેશ દિલીપભાઈ જોશી ના મૃતદેહ મળી આવ્યા હતા આ બનાવની જાણ થતા…

Read More