Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના બે આરોપીઓ છેલ્લા સાત માસથી નાસતા ફરતા હતા તેને રાજસ્થાન રાજય ખાતેથી પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા પુર્વ કચ્છ એલસીબી પોલીસ ઈન્સપેકટર એન. એન. ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી ચોરીના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીઓ સુરેશ અને અજમલને મેળવી ટેકનીકલ એનાલીસીસથી જરૂરી વર્ક આઉટ ક૨ી રાજસ્થાન ૨ાજય ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ સુરેશ ઉર્ફે સુરીયો હોથીભાઈ કોલી ઉ.વ. ૨૨ રહે. ચિત્રોડ તા.૨ા૫૨ જી.કચ્છ, અજમલ અરજણ કોલી ઉ.વ.…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના મોટી રાયણ ગામે બસ સ્ટેશન નજીક ચાની કેબીન પાસે એલસીબીએ દરોડો પાડીને ધાણી પાસાનો જુગાર રમતા ભરત દેવાંગ ગઢવી, સુલતાના અબ્દુલ તુર્ક, ઇરફાન અબ્દુલ તુર્ક, જીતેશ કરશન ગઢવી, દેવરાજ કરશન ચારણ, રતન લક્ષ્મણ ગઢવી, પચાણ પાલુ ગઢવી, અલ્તાફ નુરમામદ ભટ્ટી સહિત આઠ જુગારીઓને રોકડ રૂપિયા 31,600 તથા 42 હજારના આઠ મોબાઇલ અને 60 હજારની ચાર બાઇક મળીને કુલે રૂપિયા 1,33,600 સાથે ઝડપી પાડીને કોડાય પોલીસ મથકમાં જુગાર ઘારાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.
લોકભાષા-ગાંધીધામ : આદિપુર પોલીસે બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો આદિપુર પીઆઈ ડી.જી.પટેલ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે આદીપુર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે જે હકીકત આધારે રેઇડ કરતા જુદી-જુદી વિદેશી દારૂના બ્રાન્ડનો જથ્થો કુલ રૂપિયા 6.87 લાખના સાથે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જેઠુભા જાડેજાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી રામા વજા ભરવાડનુ નામ ખુલતા તેના વિરૂદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આદિપુર પોલીસે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જેઠુભા જાડેજા રહે.પારસનગર મ.નં.૭ મેઘપર બોરીચી અંજારના કબ્જામાંથી રોયલ…
લોકભાષા-આણંદપર : ગુજરાતનાં પ્રસિધ્ધ યાત્રા સ્થાન સતપંથ સંપ્રદાયનાં અમદાવાદ સ્થિત પ્રેરણા પીઠ કલ્કિ ધામની કુંભ શિબિર ખાતે એક સૂરમાં ભારતનાં સંત સમાજે વર્શિપ એક્ટ , વકફ એક્ટની સમાપ્તિ સાથે કાશીમાં બાબા વિશ્વનાથ અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને કોઈપણ ભોગે હસ્તગત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અખિલ ભારતીય સંત સમિતિની મહત્વપૂર્ણ બેઠક ખાતે સંતો એ ઘોષણા કરી હતી કે સનાતન હિન્દુઓ ની જનસંખ્યા વધારવાના ઉદ્દેશ્ય સાથે સંતો ગામેગામ ફરી જનજાગરણ યાત્રા કરશે અને સનાતન સમાજને આ માટે તૈયાર કરશે. કાર્યક્રમના પ્રારંભમાં જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજે અને અન્ય સંતોએ બ્રહ્મલીન જગદગુરુ રામાનંદાચાર્ય હંસદેવાચાર્યજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦ નંબર સેક્ટરમાં આયોજિત આ…
લોકભાષા-ભુજ : પ્રજાસત્તાક પર્વ પૂર્વે ભુજમાં આર્મી દ્વારા સશસ્ત્ર હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના ભૂકંપ સંગ્રહાલયમાં આયોજિત પ્રદર્શનમાં ટેન્ક અને સરહદે યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો જોઈ લોકો અચંબિત થયા હતા.સેના દ્વારા બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વે કચ્છના પાટનગર ભુજમાં ભારતીય સેના દ્વારા સશસ્ત્ર હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે દેશના એકમાત્ર ભૂકંપ સંગ્રહાલ એવા ભુજના સ્મૃતિવનમાં ભારતીય સેના દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે સરહદે જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતી અલગ અલગ પ્રકારની બંદૂકો, ટેન્ક તેમજ અત્યાધુનિક સામગ્રીનું અહીં પ્રદર્શન રાખવામાં આવ્યું છે સ્મૃતિવનમાં આવતા મુલાકાતિઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને…
લોકભાષા-ભુજ : માંડવીના વિંગડિયા ગામે ખેતી જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા મુદ્દે અરજદારે વિરોધ નોંધાવ્યો હતો ભુજમાં કલેકટર કચેરી ગેટ પર મહેન્દ્ર જોશીએ લેટળીયા ખાઈ વિરોધ નોંધાવ્યો હતો. પવનચક્કી નાખવાના કામને રદ્દ કરવા મામલતદારે હુકમ કર્યો હોવા છતાં કામગીરી ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર રીતે પવનચક્કી નખાઈ છે.વહીવટ તંત્રને અનેક વખત રજુઆત કર્યા છતાં નકર પગલાં લેવાતા નથી. કલેક્ટર સમક્ષ રજુઆત કર્યા છતાં કોઈ ન પગલાં લેવાતા અરજદારમાં રોષ ફેલાયો છે પંદર પંદર દિવસે જવાબદાર વિભાગોના ધક્કા ખાવા છતાં ન્યાય મળ્યો નથી તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરાઈ છે
લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સોની વેપારી પર હુમલો અને સોનાના દાગીનાની લૂંટ ચલાવવાના કેસમાં એસઓજીએ ભુજ તાલુકાના દેઢીયા જુણા ગામના બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ એલસીબીની ટીમે ભુજના એરફોર્સ સ્ટેશન સામે આવેલા સીમાડામાં ઝાડીમાં છુપાયેલા ત્રીજા અને મુખ્ય આરોપીને લૂંટના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો. ગત 18મીના રાત્રે કોટડા જડોદર ગામે નવાવાસની એક શેરીમાં એક્ટિવા પર જઇ રહેલા નિલેશ રમેશભાઇ સોનીનો સ્વીફ્ટ કારથી પીછો કરીને 48 તોલાના 480 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ ચલાવીને છરી વળે જમણા હાથ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં દેઢીયા જુણા ગામના નાલે મીઠા સકુર સમા અને મુસ્તાક પચાણ મલુક સમા નામના બે આરોપીઓને…
લોકભાષા-ભુજ : ભુજના સ્વામીનારાયણ નગરથી સુમરા ડેલી તરફ જતા માર્ગ પર શેરીમાં કચરાની ટોપલીમાં ફેંકી દેવાયેલા વિસ્ફોટક દારૂ ગોળાના કારણે માદા સ્વાનનું મોત થયાની ઘટનાની ગંભીરતાને લઇ ભુજ એ ડિવિઝન્ પોલીસે બનાવના મુળ સુધી પહોંચીને આ ઘટનામાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ભુજના રહેણાક વિસ્તારમાં મંગળવારે બપોરે કચરાની ટોપલીમાં ફેંકી દેવાયેલા વિસ્ફોટક મોઢામાં નાખવાથી માદા સ્વાનનું મોત થયા ચકચારી બનાવમાં એ ડિવિઝન પોલીસે કચરાની ટોપલીમાં વિસ્ફોટક પદાર્થ ફેંકી દેનારા સલીમ ઉર્ફે ભોલુ આમદ કુંભાર અને અજીજ હાજી મણીયાર નામના રિક્ષા ચાલકોને પકડી પાડ્યા બાદ પોલીસે સ્થળ પરના સીસીટીવી કેમેરાના આધારે બાઇક જતી ત્રીપુટી પૈકીના એક યુવક દિનેશ ધુલા…
લોકભાષા-ભુજ : ૩૧ જાન્યુઆરી તેમજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં ભારતીય વાયુ સેનાની સૂર્ય કિરણ એરોબૈટિક ટીમ દ્વારા શાનદાર એર શો યોજવામાં આવનાર છે. મંત્ર મુગ્ધ કરી દેતા આ શો માં ભારતીય વાયુ સેનાના પાયલોટોના કૌશલ, વ્યાવસાયિક્તા અને ક્ષમતાનું પ્રદર્શન કરતા સ્ટીક ઉડાનનું શાનદાર પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધનૌ હોક વિમાનો ધરાવતી સૂર્ય કિરણ એરોબેટિક ટીમ જે ભારતીય વાયુ સેનાની એક ઓળખ છે તેની સાથે સુખોઈ ૩૦ અને જગુઆર વિમાનોનું પણ પ્રદર્શન યોજાશે.ભુજ વાયુ સેનાના ઓફિસર કમાંડિંગએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરો બેટિકટીમની રચના ૧૯૯૬ માં કરવામાં આવી હતી.જે દુનિયાની એરો બેટીકટીમ…
લોકભાષા-ભુજ : નખત્રાણા કોટડા(જ) ગામે સોની વેપારીને લુંટવામા સામેલ શખ્સો પોલીસને હાથે લાગ્યા છે. 18 તારીખે કારમાં આવેલા અજાણ્યા શખ્સો છરી મારી લુંટ કરી ફરાર થઇ ગયા હતા નિલેશ સોની દુકાનેથી ઘરે જતા હતા ત્યારે છરી મારી કિંમતી 30 લાખથી વધુ રૂપીયાના દાગીનાની બેગ લુંટી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.જો કે બાદમાં હોસ્પિટલમા ખસેડાયેલા વેપારીની ફરીયાદ લઇ નખત્રાણા પોલીસે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી હતી દરમ્યાન ૩૦.૭૨ લાખના કિંમતના ૪૮ તોલા સોનાના ઘરેણાંની લૂંટના ચકચારી બનાવમાં પોલીસની અન્ય ટીમો તથા મહત્વની બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થઇ હતી જેમાં મળત્વની સફળતા મળી છે.સીસીટીવી ફુટેજ તથા કારના વર્ણનના આધારે પોલીસે લુંટમાં…

