Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોડ નજીકના ગેરકાયદેસર થયેલા દબાણનું માર્કિંગ કરી દબાણકારોને સ્વૈચ્છિક દબાણ હટાવવા નોટિસો આપવામાં આવી છે ત્યારે દબાણ હટાવની કામગીરી સમયે ધાર્મિક દબાણો ન હટાવવાની માંગણી સાથે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર વોર્ડ એક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અથવા તો માર્ગ નજીક કરવામાં આવેલા દબાણ અને દૂર કરવા દબાણ વિભાગ દ્વારા માર્કિંગ કરી આવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક દબાણ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા દબાણ હટાવવાની કામગીરીમાં ધાર્મિક દબાણો ન હટાવે તેવી માંગ ઉઠી…
લોકભાષા-ગાંધીધામ : આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો યુગ ગણાય છે. આ વાસ્તવિકતાને સ્વીકારીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એક મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી હતી. CySec Shield LLP, અમદાવાદ સાથે મળીને આયોજિત વિશેષ સેમિનારમાં કચ્છના અગ્રણી વ્યવસાયકારો અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. ચેમ્બર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજીના ત્રણ મહત્વપૂર્ણ પાસાંઓ – કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), સાયબર સિક્યોરિટી અને ડિજિટલ માર્કેટિંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જે આધુનિક વ્યવસાયની કરોડરજ્જુ સમાન ગણાવાયું છે. આજે એઆઈ માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ વ્યવસાયિક ક્રાંતિનું વાહક બની ગયું છે. જીસીસીઆઈના ઉપપ્રમુખ દિપક પારેખે સ્વાગત વક્તવ્યમાં સહુને અવકારતાં તેમના શબ્દોમાં જણાવેલ કે,…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જેમાં મુંદરા તાલુકાના નાની તુંબડી ગામે યુવાને અકડ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ભુજમાં તાપણું કરતા દાઝેલા વૃધ્ધ અને અર્ધ શરીરે બળી ગયેલા અજાણ્યા પુરૂષનું સારવારમાં મોત નીપજ્યું હતું. તો, લખપત તાલુકાના કોટડામઢ ગામે બાઇક પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ મહિલાએ દમ તોડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા તાલુકાના નાની તુંબડી ગામે રહેતા 22 વર્ષીય અનિલ હીરજીભાઇ દનિચા નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર બુધવારે સાંજે પોતાના ઘરમાં ઉપરના માળે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રાગપર પોલીસે બનાવની નોંધ લઇ…
લોકભાષા-નલિયા : અબડાસાના પીંગલેશ્વર બીચ ઉપર આકાશમાં સૂર્યકિરણના હવાઈ કરતબે લોકોના દિલ જીતી લીધા હતા વાયુસેનાની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ૩૦, જગુઆર વિમાન સાથેના એર શો યોજાયો હતો જેને નિહાળવા અબડાસા પંથકની જનતા ઉમટી પડી હતી. વાયુસેનાની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા યોજાયેલા એર શો નિહાળી રહેલા લોકોએ ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ દેશ ભક્તિમય બનાવી દીધુ હતુ ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ ખાતે એર શો યોજવામાં આવ્યું હતું. એર સો દરમિયાન ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરબત રજુ કરતા લોકોએ નિહાળ્યા હતા વધુમાં…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમા દબાણો અને ગેરકાયદે બાંધકામોથી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાથી દબાણો દૂર કરવા કવાયત હાથ ધરી છે આશરે ૩૫ દબાણોને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર ૐ મંદિરથી ઘોડા ચોકડી સુધી જાહેર રોડ વિર્થમાં કરેલ દબાણો ને માર્કિંગ કરી આશરે ૩૫ ગેરકાયદેસર બાંધકામ કરનારાને નોટિસ આપવામાં આવી છે. આ કામગીરી સમયે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ, ટીપીઓ નીરવ પટેલ, જીડીએના મનોજ ટીકવાણી, ગાયત્રી ગુપ્તા , અર્ણવ બૂચ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, લક્ષ્મણ મહેશ્વરી અને તેમની ટીમ જોડાઈ હતી અને મહાનગરપાલિકાની હદમાં આવતા રોડ વીર્થના દબાણો સ્વેચ્છાએ…
લોકભાષા-ભુજ : ભુજ ભચાઉ હાઇવે પર કનૈયાબે ગામ પાસે સોમવારના પરોઢે ઉમેલા ડમ્પર પાછળ ધડાકા સાથે બાઇક અથડાતાં ભુજના યુવકનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. રોડ પર પાર્કિંગ લાઇટ કે આડસ મુક્યા વીના ગાડી પાર્ક કરનાર ચાલક સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના મદીનાનગર-2માં રહેતા મુસ્તફા ઉર્ફે મુસ્તાક મહમદહુશેન છુછીયાએ પધ્ધર પોલીસ મથકે ડમ્પર ચાલક વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. બનાવ ગત 27મી જાન્યુઆરીના રોજ પરોઢે સવા ચાર વાગ્યાના અરસામાં કનૈયાબે ગામ નજીક પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. ફરિયાદીના મોટા ભાઇ ઇજાજ ઉર્ફે અહેજાજ મહમદહુશેન છુછીયા (ઉ.વ.24) પોતાના કબજાની મોટર સાયકલ પર અંજારથી ભુજ આવી રહ્યા હતા.…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ નગરજનોને સમસ્યામાંથી છુટકારો મળતો નથી સેક્ટર વિસ્તારમાં પાણી લિકેજની દશ દિવસથી સમસ્યા છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતા કોર્પોરેશનનુ વહીવટી તંત્ર આ પ્રશ્નનો ઉકેલ લાવવામા નિષ્ફળ રહ્યું છે ગાંધીધામ કોર્પોરેશન બન્યા પછી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. વર્ષો જૂની કેટલીક સમસ્યાઓ ઉકેલાશે છે તેવી આશાઓ બંધાઈ હતી. દરમિયાન છેલ્લા દસ દિવસથી સેક્ટર ચારમાં પાણીની લાઈન લીકેજથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. લાઈન લીકેજથી ઉભી થયેલી સ્થિતિને લઈને નવા બનાવેલ સીસી રોડ પર પાણી વહેતુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે…
લોકભાષા-ભુજ : મુંદરાના બારોઇ રોડ પરના સૂર્યાનગર સોસાયટીમાં રાંધણગેસના બાટલાની લાઇન લીકેજને કારણે બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ફાટી નીકળતાં ભૂંજાઇ જવાથી ઉંગમાં જ પિતા પુત્રીનું સ્થળ પર મોત થયા બાદ ગંભીર રીતે દાઝી ગયેલી માતાએ મોડી રાત્રે આદિપુરની ઐયર હોસ્પિટલમાં અંતિમ સ્વાસ લીધો હતો. આ દુર્ઘટનામાં મોતનો આંક ત્રણ થયો હતો. પરિણીતાનું ડીડી લેવાય તે પહેલાંજ મૃત્યુ થતાં ઘટના કઇ રીતે બની હતી. તે રહશ્ય જ રહ્યું હતું. મુંદરાના સુર્યાનગર સોસાયટીમાં રહેતા આંધ્રપ્રદેશના શ્રમજીવી પરિવારમાં આ દુર્ઘટના બની હતી. રવિકુમાર સોમેશ્વરરાવના પત્ની કવિતાબેન મંગળવારે વહેલી સવારે દુધ ગરમ કરવા ગેસનો ચુલો ચાલુ કર્યો હતો. ને ગેસ લીકેજના કારણે ઘરમાં વિકરાળ…
ચેક પરત કેસમા આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ રીટર્ન કેસમા આરોપી ચુકાદા સમયે હાજર ન હોવાથી ગાંધીધામ કોર્ટનો હુકમ લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ કોર્ટે ચેક રીટર્ન કેસના ચુકાદા સમયે આરોપી હાજર ન હોવાથી સજા સાથે આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ કાઢવાનો હુકમ કર્યો હતો આ કેસની મળતી હકીકત મુજબ આરોપી ડી.એસ. યાદવ એન્ટરપ્રાઈઝડના સંચાલક સુરેશ યાદવ, રહે : શોપ ન. ૬, પ્લોટ ન. ૫૮, મોહન માર્કેટ, સેકટર ન. ૯, ગાંધીધામ વાળાએ ફરીયાદી સાહબસિંગ મુનશી શાકયા પાસેથી મૈત્રીપુર્ણ રૂપીયા ૩.૮૦ લાખની લોન લીધી હતી અને પરત માગતા તેઓએ પોતાની પંજાબ નેશનલ બેન્ક, પોર્ટ ટાઉન બ્રાન્ચ, કાંડલા, ગાંધીધામ કચ્છનો ચેક આપ્યો હતો જે ચેક ફરીયાદી…
લોકભાષા-ગાંધીધામ : માંડવી બીચ પર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા બીચ પર લારી ગલ્લા ધારકોને નડતરરૂપ દબાણ દૂર કર્યા હતા વહીવહી તંત્રએ 150 જેટલા દબાણ દૂર કર્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા હતા.તંત્રએ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી.મામલતદાર ,નગરપાલિકા અને પોલીસની હાજરીમાં દબાણ દબાણ દૂર કર્યા હતા ઉલ્લેખનીય એ છે કે માંડવી દરિયા કિનારા પર રોજનદારો જે પોતાની રોજી રોટી માટે દરિયા કિનારે ખાણી પીણી નો ધધો કરે છે જેમાં માંડવી તંત્ર માં માંડવી મામલદાર તથા નગર પાલિકા ચીફ ઓફિસર પોલીસને સાથે રાખી દબાણો હટાવવા જતા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ તે બાબતે ત્યાં પહોંચી રજુઆત કરવા…

