Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ભુજ ભચાઉ હાઇવે પર કનૈયાબે ગામ પાસે સોમવારના પરોઢે ઉમેલા ડમ્પર પાછળ ધડાકા સાથે બાઇક અથડાતાં ભુજના યુવકનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. રોડ પર પાર્કિંગ લાઇટ કે આડસ મુક્યા વીના ગાડી પાર્ક કરનાર ચાલક સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના મદીનાનગર-2માં રહેતા મુસ્તફા ઉર્ફે મુસ્તાક મહમદહુશેન છુછીયાએ પધ્ધર પોલીસ મથકે ડમ્પર ચાલક વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. બનાવ ગત 27મી જાન્યુઆરીના રોજ પરોઢે સવા ચાર વાગ્યાના અરસામાં કનૈયાબે ગામ નજીક પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. ફરિયાદીના મોટા ભાઇ ઇજાજ ઉર્ફે અહેજાજ મહમદહુશેન છુછીયા (ઉ.વ.24) પોતાના કબજાની મોટર સાયકલ પર અંજારથી ભુજ આવી રહ્યા હતા.…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ નગરજનોને સમસ્યામાંથી છુટકારો મળતો નથી સેક્ટર વિસ્તારમાં પાણી લિકેજની દશ દિવસથી સમસ્યા છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતા કોર્પોરેશનનુ વહીવટી તંત્ર આ પ્રશ્નનો ઉકેલ લાવવામા નિષ્ફળ રહ્યું છે ગાંધીધામ કોર્પોરેશન બન્યા પછી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. વર્ષો જૂની કેટલીક સમસ્યાઓ ઉકેલાશે છે તેવી આશાઓ બંધાઈ હતી. દરમિયાન છેલ્લા દસ દિવસથી સેક્ટર ચારમાં પાણીની લાઈન લીકેજથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. લાઈન લીકેજથી ઉભી થયેલી સ્થિતિને લઈને નવા બનાવેલ સીસી રોડ પર પાણી વહેતુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે…

Read More

લોકભાષા-ભુજ : મુંદરાના બારોઇ રોડ પરના સૂર્યાનગર સોસાયટીમાં રાંધણગેસના બાટલાની લાઇન લીકેજને કારણે બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ફાટી નીકળતાં ભૂંજાઇ જવાથી ઉંગમાં જ પિતા પુત્રીનું સ્થળ પર મોત થયા બાદ ગંભીર રીતે દાઝી ગયેલી માતાએ મોડી રાત્રે આદિપુરની ઐયર હોસ્પિટલમાં અંતિમ સ્વાસ લીધો હતો. આ દુર્ઘટનામાં મોતનો આંક ત્રણ થયો હતો. પરિણીતાનું ડીડી લેવાય તે પહેલાંજ મૃત્યુ થતાં ઘટના કઇ રીતે બની હતી. તે રહશ્ય જ રહ્યું હતું. મુંદરાના સુર્યાનગર સોસાયટીમાં રહેતા આંધ્રપ્રદેશના શ્રમજીવી પરિવારમાં આ દુર્ઘટના બની હતી. રવિકુમાર સોમેશ્વરરાવના પત્ની કવિતાબેન મંગળવારે વહેલી સવારે દુધ ગરમ કરવા ગેસનો ચુલો ચાલુ કર્યો હતો. ને ગેસ લીકેજના કારણે ઘરમાં વિકરાળ…

Read More

ચેક પરત કેસમા આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ રીટર્ન કેસમા આરોપી ચુકાદા સમયે હાજર ન હોવાથી ગાંધીધામ કોર્ટનો હુકમ લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ કોર્ટે ચેક રીટર્ન કેસના ચુકાદા સમયે આરોપી હાજર ન હોવાથી સજા સાથે આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ કાઢવાનો હુકમ કર્યો હતો આ કેસની મળતી હકીકત મુજબ આરોપી ડી.એસ. યાદવ એન્ટરપ્રાઈઝડના સંચાલક સુરેશ યાદવ, રહે : શોપ ન. ૬, પ્લોટ ન. ૫૮, મોહન માર્કેટ, સેકટર ન. ૯, ગાંધીધામ વાળાએ ફરીયાદી સાહબસિંગ મુનશી શાકયા પાસેથી મૈત્રીપુર્ણ રૂપીયા ૩.૮૦ લાખની લોન લીધી હતી અને પરત માગતા તેઓએ પોતાની પંજાબ નેશનલ બેન્ક, પોર્ટ ટાઉન બ્રાન્ચ, કાંડલા, ગાંધીધામ કચ્છનો ચેક આપ્યો હતો જે ચેક ફરીયાદી…

Read More

લોકભાષા-ગાંધીધામ : માંડવી બીચ પર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા બીચ પર લારી ગલ્લા ધારકોને નડતરરૂપ દબાણ દૂર કર્યા હતા વહીવહી તંત્રએ 150 જેટલા દબાણ દૂર કર્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા હતા.તંત્રએ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી.મામલતદાર ,નગરપાલિકા અને પોલીસની હાજરીમાં દબાણ દબાણ દૂર કર્યા હતા ઉલ્લેખનીય એ છે કે માંડવી દરિયા કિનારા પર રોજનદારો જે પોતાની રોજી રોટી માટે દરિયા કિનારે ખાણી પીણી નો ધધો કરે છે જેમાં માંડવી તંત્ર માં માંડવી મામલદાર તથા નગર પાલિકા ચીફ ઓફિસર પોલીસને સાથે રાખી દબાણો હટાવવા જતા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ તે બાબતે ત્યાં પહોંચી રજુઆત કરવા…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાશે એર શો. આજે સવારે 11:00 કલાકે પિંગલેશ્વરના બીચ પર એર શો યોજાશે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના સફેદ રણમાં પણ આયોજન કરવામાં આવ્યુ છે એશિયાની એકમાત્ર 9 વિમાનોની ટિમ દ્વારા દિલધડક કરતબ યોજવામાં આવશે. ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે માહિતી અપાઈ હતી. આ ઐતિહાસિક ઇવેન્ટને લઈને સ્થાનિક લોકોમાં અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ શોમાં 9 લડાકુ વિમાનો આકાશમાં દિલધડક કરતબ રજૂ કરશે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. સૂર્યકીરણ ટીમ એશિયાની એકમાત્ર એવી ટીમ છે, જે આ પ્રકારના શાનદાર એરોબેટિક પ્રદર્શન માટે પ્રખ્યાત છે. વિમાનોના તાલમેળભર્યા મૂવમેન્ટ્સ, અદ્દભૂત આકારો અને રંગબેરંગી…

Read More

લોકભાષા-ભુજ : મુન્દ્રામાં એક રહેણાક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ ગયાં છે, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 41 વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં, જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ લાગી હતી. રહેણાક મકાનમાં લાગેલા એસીના કોમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાથી લગ્નની લાલચ અપહરણ કરી સગીર સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ગાંધીધામની એડીશનલ સેશન્સ કોર્ટે દશ વર્ષની સખત કેદની સજા અને ૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસની મળતી વિગતો મુજબ, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા સગીર વયની દીકરીને આરોપી ઈશ્વર નરસિંહભાઈ પરમાર રહે કાર્ગો, એકતાનગર ઝુપડા, ગાંધીધામ -કચ્છ, હાલે-ગામ સાવડી, નારોલ હરીનગર, અમદાવાદ તા. 12/05/2022 ના રોજ અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી પોતાના ગામ લગ્ન પ્રસંગે ગયેલા હતા તે સમયે આશરે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેમને જાણવા મળેલ કે તેમની દીકરી ઝોનમાં ગયેલી હતી અને ત્યાંથી પરત આવેલી નથી જેની શોધખોળ…

Read More

લોકભાષા-ભુજ : માનકુવા ગામની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી મુંદરા તાલુકાના કારાઘોઘા-બરાયા વાડી વિસ્તારમાં વારંવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે ખારી ગામના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા સાથે ચાર લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા નજીકના ખારી ગામે રહેતા માશુક કરીમ રાજમામદ ભીયા નામના આરોપીએ ગત 24 ફેબ્રુઆરી 2023ના રોજ માનકુવા ગામેથી 16 વર્ષની સગીર કન્યાને લગ્નની લાલચ આપીને મોટર સાયકલ પર ભારાપર સેનેટરી થઇને મુંદરા તાલુકાના કારાઘોધા બરાયા વાડી વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં સગીરા પર અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જે અંગે ભોગબનાર સગીરાના પિતાએ આરોપી વિરૂધ્ધ માનકુવા પોલીસ…

Read More

પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્યદિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૬માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નત મસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને…

Read More