Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : કચ્છમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાશે એર શો. આજે સવારે 11:00 કલાકે પિંગલેશ્વરના બીચ પર એર શો યોજાશે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના સફેદ રણમાં પણ આયોજન કરવામાં આવ્યુ છે એશિયાની એકમાત્ર 9 વિમાનોની ટિમ દ્વારા દિલધડક કરતબ યોજવામાં આવશે. ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે માહિતી અપાઈ હતી. આ ઐતિહાસિક ઇવેન્ટને લઈને સ્થાનિક લોકોમાં અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ શોમાં 9 લડાકુ વિમાનો આકાશમાં દિલધડક કરતબ રજૂ કરશે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. સૂર્યકીરણ ટીમ એશિયાની એકમાત્ર એવી ટીમ છે, જે આ પ્રકારના શાનદાર એરોબેટિક પ્રદર્શન માટે પ્રખ્યાત છે. વિમાનોના તાલમેળભર્યા મૂવમેન્ટ્સ, અદ્દભૂત આકારો અને રંગબેરંગી…

Read More

લોકભાષા-ભુજ : મુન્દ્રામાં એક રહેણાક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ ગયાં છે, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 41 વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં, જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ લાગી હતી. રહેણાક મકાનમાં લાગેલા એસીના કોમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાથી લગ્નની લાલચ અપહરણ કરી સગીર સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ગાંધીધામની એડીશનલ સેશન્સ કોર્ટે દશ વર્ષની સખત કેદની સજા અને ૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસની મળતી વિગતો મુજબ, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા સગીર વયની દીકરીને આરોપી ઈશ્વર નરસિંહભાઈ પરમાર રહે કાર્ગો, એકતાનગર ઝુપડા, ગાંધીધામ -કચ્છ, હાલે-ગામ સાવડી, નારોલ હરીનગર, અમદાવાદ તા. 12/05/2022 ના રોજ અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી પોતાના ગામ લગ્ન પ્રસંગે ગયેલા હતા તે સમયે આશરે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેમને જાણવા મળેલ કે તેમની દીકરી ઝોનમાં ગયેલી હતી અને ત્યાંથી પરત આવેલી નથી જેની શોધખોળ…

Read More

લોકભાષા-ભુજ : માનકુવા ગામની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી મુંદરા તાલુકાના કારાઘોઘા-બરાયા વાડી વિસ્તારમાં વારંવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે ખારી ગામના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા સાથે ચાર લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા નજીકના ખારી ગામે રહેતા માશુક કરીમ રાજમામદ ભીયા નામના આરોપીએ ગત 24 ફેબ્રુઆરી 2023ના રોજ માનકુવા ગામેથી 16 વર્ષની સગીર કન્યાને લગ્નની લાલચ આપીને મોટર સાયકલ પર ભારાપર સેનેટરી થઇને મુંદરા તાલુકાના કારાઘોધા બરાયા વાડી વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં સગીરા પર અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જે અંગે ભોગબનાર સગીરાના પિતાએ આરોપી વિરૂધ્ધ માનકુવા પોલીસ…

Read More

પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્યદિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૬માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નત મસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને…

Read More

લોકભાષા-નલિયા : અબડાસા તાલુકામાં શિક્ષકની સ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધૂવા સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ધરણાં યોજી આવેદન પત્ર અપાયું હતું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણાનું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ બહુજ ખરાબ છે. અબડાસામાં હાલ ૩૮૨ શિક્ષકોની ઘટ છે. ત્યારે ખાસ કરીને અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં શૂન્ય છે. અહીંના ધારા સભ્ય અને સાંસદ સભ્ય માત્ર ને માત્ર ઓદ્યોગિક કંપનીઓની ના આકાઓ માટે જ કામ કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ…

Read More

લોકભાષા-ભુજ : ભુજ ખાવડા હાઇવે રોડ પર લગાતાર અકસ્માત બનાવો બની ગયો છે. ત્યારે રવિવારે સવારે રાત્રે નોખાણીયા-લોરીયા વચ્ચે પેટ્રોલ પંપ પાસે ધડાકાભેર બે બાઇકો સામ-સામે અથડાતાં ઢોરી ગામના યુવકનું મોત થતાં પરિવારજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જ્યારે સાથે કુનરીયાના યુવાન તેમજ અન્ય બે વલસાડના બે યુવકોને ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માધાપર પોલીસ મથકેથી ત્રાપ્ત વિગતો મુજબ ઢોરી ગામે રહેતા હતભાગી મેહુલ માવજીભાઇ ગાગલ (ઉ.વ.26) અને કુનરીયા ગામના મયુરભાઇ માવજીભાઇ ખાસા (ઉ.વ.23) બન્ને જણાઓ બાઇક પર કુનરીયાથી નખત્રાણા તરફ જતા હતા. ત્યારે ખાયડાની અદાણી વિંગ કંપનીમાં નોકરી કરતા મુળ વલસાડના પારડી ઉદવાડાના હાલ…

Read More

લોકભાષા-ગાંધીધામ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડીપીએ ટાઉનશીપ, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત સુશીલ કુમાર સિંઘ, અધ્યક્ષ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય જનતાની વચ્ચે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને સલામ આપવામાં આવી હતી. આ સમયે દેશભક્તિના નારાથી ગુંજી ઉઠી હતી. આ પ્રસંગે સીઆઈએસએફના જવાનો, ડીપીએ ફાયર બ્રિગેડ અને ભારતીય વિદ્યા મંદિર, કંડલાના ઉત્સાહી વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ પ્રભાવશાળી માર્ચ પાસ્ટ યોજાયો હતો. ઇવેન્ટની ભવ્યતામાં ઉમેરો કરતી એક ભવ્ય ટેબ્લો પરેડ હતી, જેમાં વિવિધ ભારતીય રાજ્યોની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓને સુંદર રીતે દર્શાવવામાં આવી હતી.…

Read More

લોકભાષા-ભુજ : પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ૩ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે ભારતના રાષ્ટ્રપતિ ચંદ્રક તથા મુખ્યમંત્રી ચંદ્રક જાહેર કરાયા છે.‌ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા તુલસીભાઇ આલાભાઇ ઝાલા (નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ ૧૯૮૯માં વર્ગ-૪ની જગ્યા પર ભરતી થયેલા ત્યારબાદ તેઓ નાયક કલાર્ક, હવાલદાર ક્લાર્ક અને જાન્યુઆરી-૨૦૨૫માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર(વર્ગ-૩)માં બઢતી મેળવેલ છે. તેઓની સેવાકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થા, જેલફરજ, રાજય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે. સેવા વિષયક માહિતી (મુખ્યમંત્રીના ચંદ્રક) માટે ઇન્દ્રસિંહ યુ.સોઢા(નાયક) નં.૨.બટાલિયન બોર્ડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૨૦૦૩થી નાયકમાં ફરજ…

Read More

લોકભાષા-ભુજ : ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે અધિક કલેક્ટર મિતેષ પંડ્યાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન અધિક કલેકટર મિતેષ પંડ્યાએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિક કલેક્ટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને…

Read More