Author: Nidhiresh A Raval
ભુજ : ભુજના ભીડ ગેટ સામે આશરે 52 વર્ષનો અજાણ્યો આધેડ પુરૂષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે બપોરે બે વાગ્યે એક અજાણ્યા પુરૂષ બેભાન અવસ્થામાં પડ્યો હોવાની જાણ માનવ જ્યોત સંસ્થાને થતાં સંસ્થા દ્વારા હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં જ્યાં તબીબે પોણા ચાર વાગ્યે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસને જાણ થતાં બનાવની નોંધ લઇ અજાણ્યા પુરૂષની ઓળખ માટે અને મોત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
લોકભાષા-ગાંધીધામ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બર, 2024ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 16:50 કલાકે આવશે અને 17:10 કલાકે ઉપડશે. તેવી જ રીતે 26મી ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 22:45 કલાકે પહોંચશે અને 23:05 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024 ના…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને વીશ વર્ષની સજા ફટકારતો ગાંધીધામની એડીશનલ કોર્ટે ચુકાદો આપ્યો હતો આ અંગેની મળતી વિગતો મુજબ આ બનાવ અંગે ફરિયાદીએ તા. 23 /12/ 2021ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા. 22/12/2021 ના રોજ તેમની તબિયત બરાબર ન હોવાથી તેઓ આખો દિવસ ઘરે હતા અને તેમની પત્ની સવારે મજૂરી કામ કરવા ગઈ હતી અને દીકરી પણ તેની સાથે ગઈ હતી અને સાંજે પરત આવી હતી રાત્રે સુવાની તૈયારી કરતા હતા તે સમયે રાત્રિના અરસામાં ભોગ બનનાર સગીરા બાથરૂમ કરવા ગઈ હતી. જે પરત ન આવતા તેની શોધખોળ કરી હતી પરંતુ મળી…
લોન ભરપાઇ પેટેનો અન્ય બેન્કનો ચેક પરત થતાં 3.81 લાખનો દંડ : એસ.ટી.ના કર્મચારીને બે અલગ અલગ કેસમાં 4 લાખનો દંડ ફટકારાયો લોકભાષા-ભુજ : ભુજના ચોથા અધિક સીવીલ જજ તથા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા ચેક બાઉન્સ થવાના અલગ અલગ ત્રણ કેસોમાં આરોપીઓને એક-એક વર્ષની સાદી કેદની સજા સાથે દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સહકારી કૃષી અને ગ્રામીણ વિકાસ બેન્કની અંજાર શાખામાંથી આરોપી શંભુભાઇ રામજીભાઇ હેઠવાડીયાએ ખેતી વિષયક લોન લીધી હતી. જેની ભરપાઇ ન કરીને તેની અવેજીમાં બીઓબી અંજાર શાખાનો ચેક આપ્યો હતો. જે તરત ફરતાં અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, સાથે ચેકની રકમ 3,80,844 દંડ ફટકાર્યો…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ સુધરાઇના પાણીનો ગેરકાયદે વેપલો ગાંધીધામ શહેર કોંગ્રેસ અગ્રણી દ્વારા પાણીનું ટેન્કર પકડી પાડ્યુ આદિપુર રેલવે સ્ટેશનની બાજુમાં રેલ્વે કોલોનીના સમ્પમા રાતના સમયે પાણીનું ટેન્કર ઠલવાતા ચાલક ટેન્કર સાથે પકડી પાડ્યો હતો. ગાંધીધામ સતાધીશો સામે કોંગ્રેસ અગ્રણી દ્વારા કરાયા ગંભીર આક્ષેપ ગાંધીધામ પંચરંગી નગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે તેવામાં નગરપાલિકાના પાણીનો ગેરકાયદેસર પાણીના ટેન્કરને પકડી પાડ્યું હતું ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પાણીના ટેન્કરનો વેપલો કરવામાં આવી રહ્યો છે અને ગાંધીધામ સતાધીશો રહેનજર હેઠળ મોટા પ્રમાણમાં સરકારી જળનો બે નંબરી વેપલો કરતો હોવાની રાવ ઉઠી છે કોંગ્રેસના અગ્રણી દ્વારા…
લોકભાષા-ભુજ : મુંદરા બંદરે આયાત થતી સોપારીમાં ડયુટી ચોરી કરી માલ ગોડાઉનમાં ઉતારી ટ્રકમાં ભરી સગેવગે કરવામાં આવતા હોવાની બાતમી આધારે ગોડાઉનમાં રેડ કરી મામલો પતાવવા માટે ૩.૭૫ કરોડની તોડ કરવામાં આવી હતી. જેમાં બોર્ડર રેન્જના ચાર પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું જણાઈ આવતા મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. જેમાં એએસઆઈ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા, રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ ભરત આશારીયા ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ બે આરોપીઓ ઝડપાયા અને હજુ પણ બે પોલીસ કર્મચારી ધરપકડથી નાસતા ફરે છે. મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોપારી કાંડના લાંચના ગુનામાં ફરાર થયેલા સસ્પેન્ડ પોલીસ કર્મચારી રણવીરસિંહ ઝાલા…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના નાની રાયણથી મોટી રાયણ ગામ વચ્ચે દિકરી જતી હતી ત્યારે બે શખ્સોએ સતામણી કરી હતી. પરિવાર ઠપકો આપવા જતા ગાળાગાળી કરી માર પણ મારવામાં આવ્યો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ૧૬ વર્ષિય સગીરાને તેનો પરિવાર એક્ટિવા પર બેસાડી હોસ્ટેલથી ઘરે લઈ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આરોપી મોટી રાયણના આદીલ ગુલામ ખલીફાએ વેગનઆર ગાડીથી પીછો કરી હોર્ન મારી એક્ટિવા નજીક ગાડી લઈ જઈ હાથના ઈશારાથી સગીરાની જાતિય સતામણી કરી હતી. આ બાબતે ઠપકો આપતા આરોપી ગુલાબ આદમ ખલીફાએ જેમ તેમ ગાળો આપી ભોગ બનનાર સગીરાએ પહેરેલ જાકીટના ગળેથી પકડી હચમચાવી દેતા સાહેદ…
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09472/09471 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 4 ટ્રીપ્સ ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 અને 29 ડિસેમ્બર, 2024 (રવિવાર)ના રોજ ભુજથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 23 અને 30 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે ભુજ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન ગાંધીધામ, સામાખ્યાલી, હળવદ,…
લોકભાષા-ગાંધીધામ : ભુજ તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારની ઉતરાદી સીમમાં આવેલ પાણીની તલાવડીની બાજુમાંથી આરોપી જાફર ઈસ્માઈલ આગા, ઉ.વ. ૩૦, રહે, ગામ-વ્યારા, વાડી વિસ્તાર, તા.ભુજવાળાને પકડી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની મજલ લોડ બંદુક કિંમત રૂપિયા ૨,૦૦૦ની ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
લોકભાષા-ભુજ : સુસવાટા મારતા પવનની સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ગઈકાલે દિવસભર ફૂંકાયેલા સુસવાટા મારતા પવને ટાઢની તીવ્રતાને વધારી હતી. પવનની પાંખે ડંખીલા ઠારથી આખો દિવસ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો તો આજે પણ હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. આજે નલિયામાં ઠંડીની પકડ જળવાયેલી રહી હતી, તો ભુજમાં ન્યૂનતમ તાપમાનનો પારો 11.2 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. હવામાન વિભાગે હજુ એક દિવસ શીતલહેર જારી રહેવાની ચેતવણી જારી કરી છે. મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ગગડતાં રાતની સાથે દિવસે પણ ઠંડક વર્તાઈ રહી છે. લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી હતી. નલિયા ઉપરાત ગરડા વિસ્તારના ગામો સહિત પશ્ચિમ…

