Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના રતડીયા ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઇટની ચોરી કરતા બે ટ્રક અને એક લોડર પકડાયા હતા. તેમજ શેરડી ગઢશીશા વચ્ચે બોલ ક્લે ભરીને જતા ડમ્પરને ઝડપી પાડી ગઢશીશા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા વિસ્તારમાં એલસીબી અને ખાણ ખનીજ વિભાગની ટીમ સભ્યો વાહન ચેકિંગની કામગીર કરી રહ્યા હતા. ત્યારે બાતમી પરથી રતડીયા ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઇટ ખનીજની ચોરી કરી રહેલા બે ટ્રક અને લોડરને પકડી પાડ્યા હતા. તેમજ શેરડી ગઢશીશા ગામ વચ્ચે વાહન ચેકિંગ દરમિયાન બોલ ક્લે ભરીને જતા એક ડમ્પરને પકડી પાડ્યું હતું. ત્રણે વાહનને ડીટેઇન કરીને ખાણ ખનીજ વિભાગને…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના કોકલીયા ગામે આવેલી પ્રાથમિક શાળાના કાર્યલયનું તાળુ તોડી અંદર પ્રવેશીને તિજોરીમાંથી 40 હજારનું લેપટોપ અને 4 હજારનું સ્કેનર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. મુળ ખેડા જિલ્લાના હાલ માંડવી તાલુકાના સાંભરાઇ ગામે રહીને કોકલીયા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર ગગુભાઇ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ 26 ઓક્ટબરથી 17 નવેબ્બર દરમિયાન વેકેશનના સમય ગાળા દરમિયાન બન્યો હતો. શાળાના દરવાજાના તાળા તોડી કોઇ અજાણ્યા શખ્સો અંદર પ્રવેશીને ટેબલના ખાનામાંથી ચાવી કાઢી તિજોરીમાંથી લેપટોપ અને સ્કેનર મળી કુલે 44 હજારના મુદમાલની ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ…
લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના મંજલ ગામે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી પરથી દરોડો પાડીને ઘરમાં ગાંજાના છોડનું વાવેતર કરનારા આરોપીને 788 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 7,880 અને મોબાઇલ રોકડ મળી 8,670ના મુદમાલ સાથે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમી પરથી મંજલ ગામે મસ્જિદની બાજુમાં સાંકડી શેરીમાં રહેતા અબ્દુલકરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીયા (ઉ.વ.27)ના ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના ઘરમાંથી બે ગાંજાના છોડ, અને ત્રણ ગાંજાના સુકાયેલા છોડ તેમજ થડ મળી આવ્યા હતા. આરોપીનાં કબ્જામાંથી રોકડ રૂપિયા 290 અને 5 હજારનો મોબાઇલ તેમજ 788 ગ્રામ ગાંજા સહિતનો મુદમાલ કબ્જે કરીને નખત્રાપા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.…
લોકભાષા-ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન…
લોકભાષા-ગાંધીધામ : સામખીયાળી લાકડીયા હાઈવે ઉપર ગેસની ચોરી કરી બાટલા રીફીંલીંગ કરતા બે આરોપીઓને ૨૧.૯૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ પુર્વ કચ્છ એલ.સી.બી ટીમ સામખીયારી – લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નવા કટારીયા પાટીયા વાળા રોડથી સામખીયારી તરફ જતા નેશનલ હાઇવે રોડ પર આસુવીરા નામની હોટલ આવેલ છે. જે હોટલ ગજેન્દ્રસિંહ શેખાવત રહે. રાજસ્થાન વાળો ચલાવે છે અને તે પોતાના આર્થિક ફાયદા સારૂ બીજાઓનો જીવ જોખમાય તે રીતે કંડલાથી ગેસ ભરી જતા ટેન્કર ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી પોતાના કબ્જા ભોગવટાની હોટલના પાછળના ભાગે ટેન્કરોમાંથી ગેસની ચોરી કરી…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીએ કંડલામાંથી આશરે અડધા કરોડથી વધુની કિંમતના ક્રુડ પામ ઓઈલના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડયા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે એફ.ઓ.સીટી આઈ.ઓ.સી.એલ. કંપની જુના કંડલા સામે આવેલ રોડ પર ટેન્કર નં. જીજે-૧૨- એટી-૭૬૭૫ વાળાના ડ્રાઈવર કંડલા મુકામે તેલ કંપનીઓમાંથી ક્રુડ પામ ઓઈલ ભરી જતા ટેન્કરોનાં ડ્રાઈવરો મારફતે સી.પી.ઓ. તેલની ચોરી કરી કરાવે છે. જેથી એલ.સી.બી. ટીમ તપાસ કરતા વાહનમાંથી ક્રુડ પામ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો જે બાબતે હાજર મળી આવેલ વાહન ડ્રાઈવરને…
લોકભાષા-ભુજ : ભુજના હંગામી આવાસ હુશેની ચોકમાં ઘર પાસે ગાળો બોલવા મુદે તકરાર થતાં યુવાન પર ત્રણ શખ્સે ધોકા છરીથી હુમલો કરતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અન્ય બેને પકડાવા તપાસ ચલાવી હતી. મુળ રાજસ્થાનના હાલ ભુજ હંગામી આવાસ હુશેની ચોકમાં રહેતા અત્તરસિંગ ગુલાબસિંગ સીસોદીયા (ઉ.વ.35)એ બી ડિવિઝન પોલીસ મથકેમાં આરોપી પ્રેમજી ધનજી બુશીયા, રહીમ ફકીરા, અરમાન ફકીરા સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ સોમવારે બપોરના એક વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી પ્રેમજી ફરિયાદીના ઘર પાસે રોડ પર ગાળો બોલતો હોય ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા આરોપી…
લોકભાષા-ભુજ : કનૈયાબે ગામ પાસે સહયોગ હોટલ પર નાડાપાના ડ્રાઇવર સાથે ટ્રકનો સોદો કરી નાણા ન આપીને ઠગાઇ કરવાના કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર આરોપીને પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે બાતમી પરથી ગાંધામથી પકડી પાડી પધ્ધર પોલીસને સોંપ્યો હતો. નાડાપા ગામે રહેતા વિરમભાઇ ભચુભાઇ માતા સાથે હાજાપરના આરોપી મુકેશ સામજીભાઇ સીજુએ ડમ્પર (ટ્રક)નો સોદો કરીને 1.50 લાખ એડવાન્સ આપી બાકીના નાણા આપવાનો તેમજ બેન્ક લોનના હપ્તા ભરવાનું કહી આરોપીએ બાકીની રકમ કે, બેન્કના લોનના હપ્તા ન ભરી છેપરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. પધ્ધર પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં આરોપી નાસતો ભાગતો હોય સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશનની ટીમે બાતમી પરથી…
લોકભાષા-ભુજ : શહેર ખાતેની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ વિભાગના વોર્ડમાં શોર્ટ સર્કિટ થતા સામાન્ય આગ લાગી હતી આ અંગે સામે આવેલી વિગતો મુજબ ભુજ સ્થિત અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં આજે સોમવાર સવારે સંકુલના પહેલા માળે આવેલા બાળકોના એનાઇસીયું વિભાગમાં હાઈ વોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે વોર્ડમાં આગ લાગવાની ખબર ફેલાઈ જતા પરિજનો વોર્ડ બહાર દોડી આવ્યા હતા જોકે માત્ર આગનું છમકલું થયું હોવાનું બહાર આવતા રાહત ફેલાઈ હતી. જોકે સ્વજનોએ ઘટના બાદ હોસ્પિટલ પ્રસાસન સામે રોષ વ્યકત કર્યો હતો. સદભાગ્યે જાનમાલની નુકશાની ટળી હતી.
લોકભાષા-ભચાઉ : લોધેશ્વર કેનાલમા રવિવારે સાંજના અરસામા પડી ગયેલા યુવાનનુ મૃત્યુ નિપજ્યું હતું ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ ભચાઉ નજીક નર્મદા કેનાલમા ડુબી જવાથી યુવાનનુ મોત નીપજ્યું હતું લોધેશ્વર નર્મદા કેનાલમાં યુવાન પડી ગયો હતો. ભચાઉ ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કેનાલમાં પડી ગયેલા યુવાનની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસે 50-60 ફૂટ ઊંડેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ સવારના અરસામાં મૃતદેહને બહાર કઢાયો. આ બનાવની મળતી પ્રાથમિક વિગતો મુજબ મુતક મોમાયાભાઇ ચૌહાણ કોઈ કારણસર કેનાલમા પડી…

