Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે બનાવટી ઈડીની ટોળકીને ઝડપી લીધી છે. ગાંધીધામના જ્વેલર્સના ઘરે ઈડીના અધિકારી કર્મચારીઓની ખોટી ઓળખ આપી રેડ કરી હતી પોલીસે એક મહિલા સહિત 12 આરોપીઓને ઝડપી લીધા હતા. ગાંધીધામની રાધીકા જવેલર્સ તથા તેના મકાને બનાવટી ઈડીના અધિકારી બની ખોટી રેઈડ દર્શાવી ચોરી કરી ગુનો આચરનાર ટોળકીને પૂર્વ કચ્છ પોલીસે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ દર્શાવી ફરીયાદીના મકાનમા રહેલા સોના-ચાંદી તથા રોકડ ૨કમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર સોનાનો મુદ્દામાલ…

Read More

લોકભાષા-ભુજ : મુંદરા તાલુકાના વડાલા ગામે આવેલી નિલકંઠ કોનકાસ્ટ ટી.એમ.ટી. કંપનીમાં કામ કરતા મજુરનો કન્વેર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુંદરા મરિન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વડાલા સ્થિત નિલકંઠ કોનકાસ્ટ ટી.એમ.ટી. કંપનીમાં કામ કરતા 45 વર્ષીય ગોપાલ સરદાર નામના મજુર બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સાફ સફાઇનું કામ કરતા હતા. ત્યારે કન્વેર બેલ્ટમાં ડાબો હાથ આવી જતાં શરીરથી જુદો પડી ગયો હતો. જેથી ગંભીર ઇજાઓ થવાને કારણે મજુરનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Read More

લોકભાષા-ભુજ : ગત જુલાઇ ઓગસ્ટ મહિનામાં ટ્રકના સોદામાં ઠગાઇ કરવાના કેસમાં પોલીસ પકડથી દુર નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ સ્પે. ઇન્વેસ્ટીગેશનની ટીમે ભુજ જ્યુબીલી સર્કલ નજીકથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી રજાક લતીફ સમા (ઉ.વ.24)એ ભુજના યુવાન પાસેથી સાડા છ લાખમાં ટ્રકનો સોદો કરીને છ લાખ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં 12 ઓગસ્ટના ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં નાસતો ફરતો આરોપી હાલ જ્યુબીલી સર્કલ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી પરથી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશનની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

Read More

લોકભાષા-ભુજ : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે અને આ હુમલાઓ બંધ થાય તેવી માંગ સાથે આજે જિલ્લા મથક ભુજ શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ કચ્છના નેજાં હેઠળ વિશાળ સભા યોજવા સાથે રેલી યોજવામાં આવી હતી. હજારો સમર્થકો સાથે સંસ્થાના આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદન પણ આપી કેન્દ્ર સરકાર આ મામલે યોગ્ય ભૂમિકા ભજવે તેવી માંગ કરી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા…

Read More

લોકભાષા-ભુજ : દેશમાં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના દિવસને નેવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ભુજમાં નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડિયન નેવીની કામગીરી વિશે લોકો જાગૃત થાય તેવા ઉદેશ સાથે રેલી અને નાટક સહિતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એનસીસીના વિધાર્થીઓ રેલીમાં જોડાયા હતા. વર્ષ 1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ તાકાત બનાવી ભારતે વિજય મેળવ્યો હતો. કચ્છના યુવકો ઇન્ડિયન નેવીમાં જોડાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ભુજ ઇન્ડિયન નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેવું સેકન્ડ ઓફિસર – ડૉ. ડી.એલ.ડાકી – ANO MSV હાઈસ્કૂલ માધાપરએ જણાવ્યું હતુ

Read More

લોકભાષા-ભુજ : તાજેતરમાં ખાવડા પોલીસ મથકે વાયર ચોર ટોળકી સામે નોંધાયેલા ગેંગના ગુનામાં ફરાર આરોપીને એસસીબીએ ભુજ દાદુપીર રોડ પરથી ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ કચ્છના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયર ચોરી કરતી ગેંગના આઠ ગુનેગારો સામે ગત 6 નવેમ્બરના ખાવડા પોલીસ મથકે સંગઠીત ગેંગનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ ગેંગનો નાના વરનોરાનો અભુભખર જુસબ ગગડા પોલીસ પકડથી દુર નાસતો ફરતો હોઇ જે ભુજ દાદુપીર રોડ પર હાજર હોવાની બાતમી મળતાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડીને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના રતડીયા ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઇટની ચોરી કરતા બે ટ્રક અને એક લોડર પકડાયા હતા. તેમજ શેરડી ગઢશીશા વચ્ચે બોલ ક્લે ભરીને જતા ડમ્પરને ઝડપી પાડી ગઢશીશા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા વિસ્તારમાં એલસીબી અને ખાણ ખનીજ વિભાગની ટીમ સભ્યો વાહન ચેકિંગની કામગીર કરી રહ્યા હતા. ત્યારે બાતમી પરથી રતડીયા ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે બેન્ટોનાઇટ ખનીજની ચોરી કરી રહેલા બે ટ્રક અને લોડરને પકડી પાડ્યા હતા. તેમજ શેરડી ગઢશીશા ગામ વચ્ચે વાહન ચેકિંગ દરમિયાન બોલ ક્લે ભરીને જતા એક ડમ્પરને પકડી પાડ્યું હતું. ત્રણે વાહનને ડીટેઇન કરીને ખાણ ખનીજ વિભાગને…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના કોકલીયા ગામે આવેલી પ્રાથમિક શાળાના કાર્યલયનું તાળુ તોડી અંદર પ્રવેશીને તિજોરીમાંથી 40 હજારનું લેપટોપ અને 4 હજારનું સ્કેનર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. મુળ ખેડા જિલ્લાના હાલ માંડવી તાલુકાના સાંભરાઇ ગામે રહીને કોકલીયા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર ગગુભાઇ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ 26 ઓક્ટબરથી 17 નવેબ્બર દરમિયાન વેકેશનના સમય ગાળા દરમિયાન બન્યો હતો. શાળાના દરવાજાના તાળા તોડી કોઇ અજાણ્યા શખ્સો અંદર પ્રવેશીને ટેબલના ખાનામાંથી ચાવી કાઢી તિજોરીમાંથી લેપટોપ અને સ્કેનર મળી કુલે 44 હજારના મુદમાલની ચોરી કરી ગયા હતા. પોલીસે બનાવની નોંધ…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના મંજલ ગામે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી પરથી દરોડો પાડીને ઘરમાં ગાંજાના છોડનું વાવેતર કરનારા આરોપીને 788 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 7,880 અને મોબાઇલ રોકડ મળી 8,670ના મુદમાલ સાથે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમી પરથી મંજલ ગામે મસ્જિદની બાજુમાં સાંકડી શેરીમાં રહેતા અબ્દુલકરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીયા (ઉ.વ.27)ના ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના ઘરમાંથી બે ગાંજાના છોડ, અને ત્રણ ગાંજાના સુકાયેલા છોડ તેમજ થડ મળી આવ્યા હતા. આરોપીનાં કબ્જામાંથી રોકડ રૂપિયા 290 અને 5 હજારનો મોબાઇલ તેમજ 788 ગ્રામ ગાંજા સહિતનો મુદમાલ કબ્જે કરીને નખત્રાપા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.…

Read More