Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળોએ ચોરીની ઘટના સામે આવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે માંડવી શહેરમાં ઓક્સવુડ સોસાયટીમાં આવેલા બંધ મકાનના તાળા તોડી અડધા લાખની મતા ચોરી જવાઈ હતી.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી વશિષ્ટ જગદીશભાઈ ગોરના બંધ મકાનનું મેઈન દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના જેમાં સવા તોલાનું મંગળસુત્ર, પા તોલાના પાટલા તેમજ રોકડા રૂપિયા ૩૫૦૦ મળી કુલ ૪૮,૫૦૦ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી. જે બાબતે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ બાંડિયારા ગામે નંબર…

Read More

લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મુંદ્રાએ ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે નવેમ્બર-2024માં 0.832 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને અનોખો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. અદાણી પોર્ટ સેજનું કાર્ગો હેન્ડલીંગ નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 21% વધીને કુલ 36 એમએમટી થયું હતું. અદાણી પોર્ટ સેઝ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. અગાઉ મે 2024માં મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે 0.826 એમએમટીનો રેકોર્ડ સર્જોયો હતો, જેને નવેમ્બરમાં 0.832 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને વટાવ્યો છે. અદાણી પોર્ટ સેઝની એકીકૃત આવક અને EBITDA નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2029 સુધી અનુક્રમે 20% અને 18% ના CAGR પર વધવાની ધારણા છે. તો આવક અને EBITDAમાં અનુક્રમે 46% અને 48% CAGR પર વૃદ્ધિની અપેક્ષા છે. દરમિયાન ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિસર્ચ…

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના નાની બન્ની વિસ્તારનાં ઢોરો ગામમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની જવા પામી છે. જવાબદાર તંત્ર તાત્કાલિક પાણી ચાલુ કરાવે તે જરૂરી છે. લોકોના કહેવા મુજબ ઢોરો ગામમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી બંધ છે પાણી પુરવઠાનાં જવાબદાર કર્મચારી કહે છે કાલે સવારે આવસે સાંજે આવસે તેવું કહી રહ્યાં છે. પણ પાણી આવતું નથી પાંચ પાંચ કર્મચારી હોવાં છતાં પશુ. પક્ષી અને માનવી તરશી રહ્યાં છે. તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો લોકોને હિઝરત કરવી પડશે તેમ આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બાબતે પાણી પુરવઠા બોર્ડ ગંભીરતા દાખવીને ગામને નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા…

Read More

લોકભાષા-ભુજ : છેવાડાના અબડાસા તાલુકાના સુથરી ગામના લોકોને હાલ આધારકાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે પરેશાન થવું પડે છે. નલિયા મામલતદાર કચેરીએ જાય છે પણ ધક્કા પડી રહ્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે તાલુકા ભરના લોકો નલિયા મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધી કામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે પરંતુ કામગીરી બંધ હોવાથી લોકોને ધક્કા પડી રહ્યા છે. સુથરીથી નલિયાનું અતર 30 કિલોમીટરનું છે લોકો ભાડા ખર્ચીને નલિયા પહોંચે છે જ્યાં કામગીરી ન થતા લોકોને પરત જવાની ફરજ પડે છે સરકારના આદેશ મુજબ ડિસેમ્બર સુધી સુધારા કામગીરી કરવાની સૂચના છે પણ તેની સામે મહત્વના…

Read More

લોકભાષા-ભુજ : કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલસ્પન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશિપ યોજનાની વિદ્યાર્થિનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્યકક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખી મંડળની ૧૨૦ બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો . રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સખી મંડળની બહેનો કે જે વેલસ્પન કંપની દ્વારા આસપાસના ગામોમાં કાર્યરત સ્પન રોજગાર સેન્ટર સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે, તે સખી મંડળની ૧૨૦ જેટલી બહેનોએ મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરીને કંપનીના સહયોગ તથા પોતાની કળાના માધ્યમથી કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ…

Read More

લોકભાષા-ભુજ : માંડવી પોલીસ મથકમાં હુમલો કરવાના કેસમાં ચાર આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજા આપતી ટોળકી સામે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ગુનો દાખલ કરતાં રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારૂ ગઢવી, ઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) સામે ટોળકી બનાવી સામે સંગઠિત ગુનાખોરી અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા સબબ ગુજસીટોકની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ થકી મેળવેલી સંપત્તિ જપ્ત કરવા સહિતની વિવિધ કડક જોગવાઈઓ છે. દોષ પૂરવાર થયે જનમટીપથી ફાંસીની સજા સુધીની જોગવાઇ…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના મુરૂ ગામે બીમારીથી પીડાતા યુવાને ફાંસો ખાઇ જીવનનો ત્યાગ કર્યો હતો. તો, મુંદરાના નાના કપાયામાં વીજ કરંટે કિશોરનો જીવ લઇ લીધો હતો. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના મુરૂ ગામે રહેતા 48 વર્ષીય વિરજીભાઇ થાવરભાઇ મહેશ્વરીને લાંબા સમયથી શારિરીક બીમારી હોઇ બીમારીથી કંટાળી જઇને શુક્રવારે બપોરે દોઢ વાગ્યે પોતાના ઘરના બાથરૂમમાં લુંગી વળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મોતના બનાવથી મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે બીજીતરફ મુંદરા તાલુકાના નાના કપાયા ગામે મહેશ્વરીવાસમાં રહેતા 17 વર્ષીય નિરજ માવજીભાઇ સોધમ નામના કિશોર શનિવારે સવારે સાડા…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે. ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમએ અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ અંગેની મળતી વિગતો મુજબ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી નકલી રોયલ્ટીને લઇ 5 શખ્સઓ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બનાવને લઇ બે લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અંજારના તુણા પોર્ટ રોડ ખનિજ ચોરી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં સાંજના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા અફડાતફડ મચી ગઈ હતી દરમ્યાન કંડલા ટિમ્બર એસોસિયેશનના ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં સાંજના આરસામા કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો આ ભંગારના વાડામાં અગાઉ પણ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી તેથી લોકો દ્વારા અવારનવાર બનતા આગના બનાવથી ચિંતાની લાગણી વ્યક્ત કરી આ અંગે યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરી હતી. ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા આ…

Read More

લોકભાષા-ભચાઉ : સામખિયાળી નજીક કન્ટેનરમા લિકેજ થતા ખાદ્ય તેલ માર્ગ ઉપર ઢોળાતુ હતું આ અંગે લોકોને જાણ થતા લોકો દ્વારા સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા અને ખાદ્ય તેલને લઈ ગયા હતા સામખિયાળી નજીક હાઇવે પર ખાધતેલ ઢોળાતા લોકો એકત્રિત થયા હતા કન્ટેનરમાથી ખાદ્યતેલ ઢોળાઈ રહ્યુ હતું માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો પણ સ્લીપ થયા હતા. સામખિયાળી હાઈવે ઉપર બનેલા આ બનાવમાં કન્ટેનરમાંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી હતી દરમિયાન હાઇવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગને સાફ કરવાની કાર્યવાહી કરી માર્ગ ઉપર રેતી નાખી સાફ કર્યો હતો. તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી 

Read More