Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : મુંદરાના પ્રાગપર ચોકડી પર સ્થાનિક પોલીસે નંબર પ્લેટ વીનાની શંકાસ્પદ મોટર સાયકલ સાથે આદીપુરના યુવકને પકડી પાડી પુછપરછ હાથ ધરી છે. પ્રાગપર પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન રવિવારે પ્રાગપર ચોકડી પાસેથી આગળ પાછળ નંબર પ્લેટ લગાડ્યા વીનાની મોટર સાયકલ સાથે આદીપર રહેતા ગોવિંદ ખેરાજ ગઢવી નામના 22 વર્ષના યુવાનને અટકાવીને મોટર સાયકલના કાગળો અને આધાર પુરાવાઓ માંગણાં તેની પાસે ન હોવાથી મોટર સાયકલ ડીટેઇન કરી યુવકની અટકાયત કરીને આગળની તપાસ કરી છે.
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે લાકડીયા નજીકથી ૧.૪૭ કરોડના કોકેઈનના જથ્થા સાથે બે મહિલા સહિત ચારને ઝડપી પાડ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ લાકડીયા વિસ્તારમા પેટ્રોલીંગ હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મઢી ત્રણ રસ્તા પાસે એચઆર 26 ડીપી 9824 નંબરની ઈકો સ્પોટ કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાથી કોકેઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પૂર્વ કચ્છ એસઓજીએ કારમા બેઠેલા આરોપીઓ હનિસિંગ બિન્દરસિંહગ શીખ, સંદીપસિંગ પપ્પુસિંગ શીખ, જશપાલકોર ઉર્ફે સુમન ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ, અર્શદીપકોર સંદીપસિંગ શીખ ચરનાસિંગને કોકેઈનના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ હનિસિંગ…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના સરસપર ગામ નજીક પુલપાટીયા પાસે ગાડીને આડે ટેન્કર રાખી ત્રણ શખ્સોએ નોખાણીયાના યુવાનને ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં મામલો માધાપર પોલીસ મથકે પહોંચ્યો હતો. ભુજ તાલુકાના નોખાણીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ વારોત્રા (આહિર) ઉ.વ.27એ કુનરીયા ગામના અરૂણભાઇ છાંગા, મેહુલ ધનજી છાંગા, મિતેશ છાંગા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ગુરૂવારે પોતાની ગાડીથી ભુજ આવી રહ્યા હતા. ત્યારે ઢોરી ફાટક બસ સ્ટેશન પાસે અરૂણભાઇ છાંગાએ ફરિયાદીને રોકીને કહ્યું હતું કે, તું સંભાળીને રહેજે અમારી વિરૂધ્ધ ખોટી અરજીઓ કરતો નહીં કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શુક્રવારે સવારે ફરિયાદી પોતાની ગાડીથી…
લોકભાષા-ભુજ : સસ્તામાં સોના આપવા અને એકના ડબલ રૂપિયા આપવાના નીત નવા કિમીયા અજમાવીને ભુજના ચીટરો રાજ્ય અને રાજ્ય બહારના લોકો સાથે છેતરપીંડી આચરતા હોવાના કિસ્સા બહાર આવી ચુક્યા છે. તેવામાં બનાસકાંઠાના ડીસીના સોની વેપારીને 20 ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી 5.44 લાખ રૂપિયા પડાવી લઇ સોનુ ન આપી ઠગાઇ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માનકુવા પોલીસ મથકે ઇસમો સામે ફરિયાદ નોંધાવાઇ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના ટીટોડા રામુન ગામના સોની વેપારી દેવાભાઇ ચેલાભાઇ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ મંગળવારના સવારથી બુધવારના રાત્રી દરમિયાન બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ફોન પર બજાર કિંમત કરતા 20 ટકા ઓછા…
લોકભાષા-ભુજ : ભુજના દાદુ પીર રોડ પર મમણ ફળિયામાં બી ડિવિઝન પોલીસે બાતમી પરથી મધરાત્રે દરોડો પાડીને રહેણાકના મકાનમાંથી ગૌવંશ વાછરડીના કતલ કરેલા અંગો, 70 કિલો માસ અને કુહાડી, છરી જેવા સધાનો સાથે આરોપીની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ માટે કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી પરથી શુક્રવારે રાત્રીના પોણા વાગ્યે દાદુપીર રોડ પર મમણ ફળિયામાં રહેતા ફારૂક ઓસમાણ મમણના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરના ઉપરના માળે જતી સીડી પાસેથી બે કોથડા મળી આવ્યા હતા. જેમાં વાછરડીના શીંગડા, માથુ, પગના ખરીના ટુકડા અને ધડનો ભાગ એમ ગૌવંશના અંગો…
લોકભાષા-ભુજ : કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ ૫ડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય ૫રિસ્થિતિને નુકશાન થાય…
લોકભાષા-ગાંધીધામ : અંજાર હાઈવે રોડ ઉપરથી પસાર થતા તેલ ભરેલ ટેન્કરોમાંથી તેલ ચોરી કરતી ટોળકીના કબજામાંથી તેલનો જથ્થો પકડી પાડી અંજાર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે હાઇવે ઉપરથી પસાર થતા તેલ ભરેલ ટેન્ડરોમાંથી કાવત્રુ રચી તેલની ચોરી કરી તેલનો જથ્થો પોતાના કબ્જાની બોલોરો ગાડી નં. જીજે-12-બીએકસ-0701માં ભરી ભીમાસર ગામથી ટપ્પર રોડ તરફ નીકળવાના છે. અંજાર પોલીસે બાતમી આધારે ભીમાસર ગામથી ટપ્પર જતા રોડ ઉપરથી પસાર થતી બોલેરો ગાડીને ઉભી રખાવતા આરોપીઓ બોલેરો મુકીને નાસી ગયા હતા પોલીસે બોલેરોમા તપાસ કરતા ચોરેલ તેલનો જથ્થો મળી…
લોકભાષા-ગાંધીધામ : વાગડ સૌથી આગળના નારાઓ આપવામાં આવે છે ત્યારે આડેસર પીએચસીમાં કોઈ જવાબદાર હાજર ન હોવાથી પ્રસુતાને કસુવાવડ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે પ્રસુતાના પરિવાર જનો દ્વારા બાજુના રૂમમાં જવાબદારોને બોલાવવા જતા તોછડું વર્તન કરવામાં આવ્યુ હોવાની પણ ફરિયાદ કરી હતી. આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર પીએચસીમાં ઇન્ચાર્જ ડોક્ટર ફરજ પર હાજર નહીં હોવાથી રાતે પીએચસીની બહાર જ પ્રસુતાની કસુવાવડ થતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો એકતરફ રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ કરાયો છે અને આરોગ્ય સુવિધા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ આડેસરમાં બનેલી ઘટનાએ સ્થાનિકે લોકોને હચમચાવી નાખ્યા છે. આ બનાવની વધુ…
લોકભાષા-ભુજ : ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા સરકારી બહુમાળી ભવનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક સાથે વિવિધ સરકારી વિભાગની કચેરી ધરવતા બહુમાળી ભવનના બીજા માળે આવેલી જીસવાન કચેરીના સર્વર રૂમમાં આગ ફાટી નીકળી હતી. સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂમ નંબર 303 અને 304 આગની લપેટમાં આવી ગયા હતા. આગ લાગવાથી કચેરી અંદર પડેલા ટેબલ ખુરશી સહિતના ફર્નિચર અને સરકારી રેકર્ડ બળીને ખાક થઈ ગયા હતા. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગની ટીમે અંદાજીત બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં…
લોકભાષા-ભચાઉ : ભચાઉ નજીક વાડીના પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમા શોક સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે નજીકના મકાનમાં પણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જો કે ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે રાત્રિના લગભગ. 8 વગ્યાની આસપાસ આગ લાગતા ભચાઉ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આગની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભચાઉ ભુજ હાઇવે પર આવેલ એક કરમસીભાઈ પટેલની વાડીમાં એક પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં એક મકાન પર રાખેલ દ્રીપિંગ પાઇપમાં મોટી આગ લાગી છે અને આજુ બાજુમાં પણ મોટી…

