Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : શહેર ખાતેની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ વિભાગના વોર્ડમાં શોર્ટ સર્કિટ થતા સામાન્ય આગ લાગી હતી આ અંગે સામે આવેલી વિગતો મુજબ ભુજ સ્થિત અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં આજે સોમવાર સવારે સંકુલના પહેલા માળે આવેલા બાળકોના એનાઇસીયું વિભાગમાં હાઈ વોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે વોર્ડમાં આગ લાગવાની ખબર ફેલાઈ જતા પરિજનો વોર્ડ બહાર દોડી આવ્યા હતા જોકે માત્ર આગનું છમકલું થયું હોવાનું બહાર આવતા રાહત ફેલાઈ હતી. જોકે સ્વજનોએ ઘટના બાદ હોસ્પિટલ પ્રસાસન સામે રોષ વ્યકત કર્યો હતો. સદભાગ્યે જાનમાલની નુકશાની ટળી હતી.

Read More

લોકભાષા-ભચાઉ : લોધેશ્વર કેનાલમા રવિવારે સાંજના અરસામા પડી ગયેલા યુવાનનુ મૃત્યુ નિપજ્યું હતું ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ ભચાઉ નજીક નર્મદા કેનાલમા ડુબી જવાથી યુવાનનુ મોત નીપજ્યું હતું લોધેશ્વર નર્મદા કેનાલમાં યુવાન પડી ગયો હતો. ભચાઉ ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કેનાલમાં પડી ગયેલા યુવાનની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસે 50-60 ફૂટ ઊંડેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ સવારના અરસામાં મૃતદેહને બહાર કઢાયો. આ બનાવની મળતી પ્રાથમિક વિગતો મુજબ મુતક મોમાયાભાઇ ચૌહાણ કોઈ કારણસર કેનાલમા પડી…

Read More

લોકભાષા-ભુજ : ગોરવાલી ગામથી બાયપાસ રોડ અને મીઠાના તળાવની મંજુરી ન આપવાની માગણી સાથે ભુજમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે રણ ઉત્સવ સાથે ખૂબ મોટા પાયે ધંધા વિકસાવી દલિત 150 જેટલા ગોરવાલી જૂથ ગ્રામ પંચાયતના ગરીબ દલિત પરિવાર આર્થિક સદ્ધર થયો. પણ ગત 2 વર્ષમાં જાણે ” વોકલ ફોર લોકલ” સૂત્રને અને જનપ્રિય પ્રધાનમંત્રી મોદીના વિઝનને જાણે ભૂલી હવે વિકાસના નામે વિનાશકાર્ય કરી સ્થાનિક વ્યવસાય છીનવાઈ જાય તેવો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ છે. વર્તમાન સમય ગોરેવાલીને બાયપાસ કરતો 80 કરોડના રોડ વિકાસના નામે મંજુરી માટે ગયો છે. જો આ રોડ ગોરેવાલીની બાયપાસ…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમોભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બર 2024ના આભાસી માધ્યમ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. 16 સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધી આ ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. . અને દિવસેને દિવસે આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે.આ ટ્રેને આ સમયગાળા દરમિયાન 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક કરી છે. સાથે જ તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે. નમો ભારત રેપિડ રેલ આધુનિક…

Read More

લોકભાષા-ભચાઉ : ભચાઉ તાલુકાના કુંભારડી બંધડી રોડ ઉપર એકાએક ઘાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી જેને ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી સાંજ સમય ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને ભચાઉ તાલુકાના કુંભારડી બંધડી રોડ પર એક ઘાંસ ભરેલા ટ્રકમાં આગ લાગી છે તેવી જાણ થઈ હતી ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબૂ લેવા નો પ્રયાસ હાથ ધર્યા હતા આગ ટ્રકમાં ભરેલા ઘાસની અંદર વધારે હોવાથી વધારે પાણીનો મારો ચલાવો પડ્યો હતો અને ફાયર બ્રિગેડની ગાડી ને એક નાના તળાવમાં ઉતરી અને બીજી તરફ નીચે પડી ગયેલ ઘાંસને આગ પર કાબૂ…

Read More

લોકભાષા-ભુજ : મુંદરાના પ્રાગપર ચોકડી પર સ્થાનિક પોલીસે નંબર પ્લેટ વીનાની શંકાસ્પદ મોટર સાયકલ સાથે આદીપુરના યુવકને પકડી પાડી પુછપરછ હાથ ધરી છે. પ્રાગપર પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન રવિવારે પ્રાગપર ચોકડી પાસેથી આગળ પાછળ નંબર પ્લેટ લગાડ્યા વીનાની મોટર સાયકલ સાથે આદીપર રહેતા ગોવિંદ ખેરાજ ગઢવી નામના 22 વર્ષના યુવાનને અટકાવીને મોટર સાયકલના કાગળો અને આધાર પુરાવાઓ માંગણાં તેની પાસે ન હોવાથી મોટર સાયકલ ડીટેઇન કરી યુવકની અટકાયત કરીને આગળની તપાસ કરી છે.

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે લાકડીયા નજીકથી ૧.૪૭ કરોડના કોકેઈનના જથ્થા સાથે બે મહિલા સહિત ચારને ઝડપી પાડ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ લાકડીયા વિસ્તારમા પેટ્રોલીંગ હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મઢી ત્રણ રસ્તા પાસે એચઆર 26 ડીપી 9824 નંબરની ઈકો સ્પોટ કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાથી કોકેઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પૂર્વ કચ્છ એસઓજીએ કારમા બેઠેલા આરોપીઓ હનિસિંગ બિન્દરસિંહગ શીખ, સંદીપસિંગ પપ્પુસિંગ શીખ, જશપાલકોર ઉર્ફે સુમન ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ, અર્શદીપકોર સંદીપસિંગ શીખ ચરનાસિંગને કોકેઈનના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ હનિસિંગ…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના સરસપર ગામ નજીક પુલપાટીયા પાસે ગાડીને આડે ટેન્કર રાખી ત્રણ શખ્સોએ નોખાણીયાના યુવાનને ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં મામલો માધાપર પોલીસ મથકે પહોંચ્યો હતો. ભુજ તાલુકાના નોખાણીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ વારોત્રા (આહિર) ઉ.વ.27એ કુનરીયા ગામના અરૂણભાઇ છાંગા, મેહુલ ધનજી છાંગા, મિતેશ છાંગા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ગુરૂવારે પોતાની ગાડીથી ભુજ આવી રહ્યા હતા. ત્યારે ઢોરી ફાટક બસ સ્ટેશન પાસે અરૂણભાઇ છાંગાએ ફરિયાદીને રોકીને કહ્યું હતું કે, તું સંભાળીને રહેજે અમારી વિરૂધ્ધ ખોટી અરજીઓ કરતો નહીં કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શુક્રવારે સવારે ફરિયાદી પોતાની ગાડીથી…

Read More

લોકભાષા-ભુજ : સસ્તામાં સોના આપવા અને એકના ડબલ રૂપિયા આપવાના નીત નવા કિમીયા અજમાવીને ભુજના ચીટરો રાજ્ય અને રાજ્ય બહારના લોકો સાથે છેતરપીંડી આચરતા હોવાના કિસ્સા બહાર આવી ચુક્યા છે. તેવામાં બનાસકાંઠાના ડીસીના સોની વેપારીને 20 ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી 5.44 લાખ રૂપિયા પડાવી લઇ સોનુ ન આપી ઠગાઇ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માનકુવા પોલીસ મથકે ઇસમો સામે ફરિયાદ નોંધાવાઇ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના ટીટોડા રામુન ગામના સોની વેપારી દેવાભાઇ ચેલાભાઇ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ મંગળવારના સવારથી બુધવારના રાત્રી દરમિયાન બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ફોન પર બજાર કિંમત કરતા 20 ટકા ઓછા…

Read More

લોકભાષા-ભુજ : ભુજના દાદુ પીર રોડ પર મમણ ફળિયામાં બી ડિવિઝન પોલીસે બાતમી પરથી મધરાત્રે દરોડો પાડીને રહેણાકના મકાનમાંથી ગૌવંશ વાછરડીના કતલ કરેલા અંગો, 70 કિલો માસ અને કુહાડી, છરી જેવા સધાનો સાથે આરોપીની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ માટે કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી પરથી શુક્રવારે રાત્રીના પોણા વાગ્યે દાદુપીર રોડ પર મમણ ફળિયામાં રહેતા ફારૂક ઓસમાણ મમણના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરના ઉપરના માળે જતી સીડી પાસેથી બે કોથડા મળી આવ્યા હતા. જેમાં વાછરડીના શીંગડા, માથુ, પગના ખરીના ટુકડા અને ધડનો ભાગ એમ ગૌવંશના અંગો…

Read More