Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ડગાળા અને ચકાર ગામે બે વયસ્કોએ બીમારીથી કંટાળીને ફાનિ દુનિયાને અલવિદા આપી દીધી હતી. મૃતકોના પરિવારજનોમાં ઘટનાને લઇ ગમગીની છવાઇ ગઇ હતી. પધ્ધર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ડગાળા ગામે રહેતા 68 વર્ષીય ભગુભા કાયાભાઇ ઢીલા આહિરને ડાયાબીટીશની બીમારી હોઇ બીમારીથી કંટાળીને તેમણે ગત 21 નવેમ્બરના રોજ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તો, ચકાર ગામે ચારણીયાવાસમાં રહેતા ઇશ્વરભાઇ જખુભાઇ પરમાર (ઉ.વ.65)ને છેલ્લા દસ વર્ષથી ગુપ્તાંગની હાઇડ્રોસીલની બીમારી હોઇ જેનાથી કંટાળી જઇને ગત 23 નવેમ્બરની રાત્રીના…

Read More

લોકભાષા-ભુજ : પધ્ધર નજીક હાઇવે પર આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી બે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી જવાના કેસમાં પોલીસે નાના દિનારા અને પૈયા ગામના કિશોર સહિત ત્રણ તસ્કરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરાઉ ડીઝલ અને બોલેરો પીકઅપ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. પધ્ધર ગામ નજીક ભુજ ભચાઉ હાઇવે પર હિતેશ સપ્લાયર્સ નામની ઓફિસની બહાર પાર્ક કરેલી બે ટ્રકોમાંથી ત્રણ નવેમ્બરની રાત્રીના 150 લીટર ડીઝલ ચોરી જવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં પધ્ધર પોલીસે નાના દિનારા અલાયાવાંઢમાં રહેતા હમીદ દેશર તૈયબ, પૈયા ગામના ઇરફાન હાજી અધા મોખા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણ તસ્કરોને પકડી પાડ્યા હતા.…

Read More

લોકભાષા-ભુજ : ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડીકલ કોલેજના તબીબોને 1 એપ્રિલ 2024થી સ્ટાઈપેન્ડમાં વધારો ચૂકવવાનો છે છતાં ભુજમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઈપેન્ડ વધારા અને એરીયર્સની ચુકવણી અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે જી.કે.જનરલ હોસ્પિટલમાં 300 ડોકટરો હડતાલ પર ઉતર્યા હતા જેથી દર્દીઓને અગવડતા ઉભી થવાં પામી હતી આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં વધારો 1 એપ્રિલ 2024 થી અમલમાં આવી ગયો છે, પણ ગેઇમ્સના સંચાલક મંડળ દ્વારા 1 ઓક્ટોબર 2024 થી અમલમાં આવશે તેમ કહેવાયું છે.1 ઓકટોબરથી સ્ટાઈપેડનો વધારો ચૂકવવાનો છે છતાં હજી સુધી અપાયો…

Read More

લોકભાષા-નખત્રાણા : નખત્રાણામાં હાલ આધારકાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 40 હજારની વસ્તી ધરાવતા નગરના અને તાલુકા ભરના લોકો મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધીકામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે પરંતુ એકજ કેન્દ્રના કારણે લોકોને કલાકો સુધી ઠંડી તડકો સહન કરી રાહ જોવી પડે છે. આ મામલે થોડા દિવસ પહેલા તંત્રના અધિકારી નું ધ્યાન દોરવા છતાં વધારાની સેવા ઉપલબ્ધ બની ના હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે લોકપ્રશ્ન નો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે. આજે ભારે ભીડ સર્જાતા નારાજ લોકોએ…

Read More

લોકભાષા-ભુજ : માધાપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માંગી મરવા મજબુર કરવાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી મનિષા ગોસ્વામીના પતિ ગજ્જુગીરીને બાતમીના આધારે એલસીબીએ ભચાઉથી ઝડપી પાડ્યો હતો. માધાપરના દિલીપ ગાગલ નામના યુવકને હનીટ્રેપમાં ફસાવી ખોટી દુષ્કર્મની ફરિયાદ ઉભી કરી 4 કરોડની ખંડણી માગીને મરવા મજબુર કર્યો હોવાના ચકચારી કેસમાં મુખ્ય સુત્રધાર મનિષા ગોસ્વામીના પતિ ગજ્જુગીરી ભીમગીરી ગોસ્વામી રહે વાપી જીલ્લો વલસાડ તેની પત્ની સાથે કોર્ટ કેસના કામે આવતો હોવાની પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાં એલસીબીની ટીમે આરોપી ગજ્જુગરીને ભચાઉ ખાતેથી પકડી પાડ્યો હતો. આ કેસમાં જેતે વખતે પાલારા જેલમાંથી હનીટ્રેપનો સમગ્ર કારસો…

Read More

લોકભાષા-ગાંધીધામ : આદિપુરમાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બીએ ૩૧ હજારની રોકડ સાથે ૧.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી માટે આદીપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છના પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ આદિપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કેશરનગર અને શાંતિનગર વચ્ચે આવેલ ડીશ ટીવીની પાછળ શેરીમાં, આદિપુર ખાતે જાહે૨માં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર ૨મતા ઈસમો ઉપર રેઈડ કરી આઠ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન આરોપીઓના મોમાયાભાઈ અરજણભાઈ ગઢવી ઉ.વ. ૪૫ ૨હે. પ્લોટ નં.…

Read More

લોકભાષા-ભુજ : ભુજના સ્ટેશન રોડ પર આવેલા શાહ કોમર્શીયલ સેન્ટરમાં શનિવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. એક સાથે ત્રણ જેટલી ઓફિસોના તાળા તોડીને રૂપિયા 1,09,000ના મુદામાલની ચોરી કરી ગયા હતા. ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ભુજના શાહ કોમર્શીયલ સેન્ટરમાં વાણિજ્ય સલાહકાર તરીકે ઓફિસ ધરાવતા રોહિતકુમાર જયંતીલાલ ગોરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, શનિવારની રાત્રે ફરિયાદીની ઓફિસના શટરના તાળા તોડી કોઇ અજાણ્યા શખ્સ ઓફિસમાંથી 25 હજારનું લેપટોપ, છ હજારનો મોબાઇલ તેમજ ડ્રીલ મશીન કિંમત રૂપિયા 3,500ની ચોરી તેમજ ફરિયાદીની ઓફિસની બાજુમાં આવેલ સુમિતભાઇ પોકારની ઓફિસમાંથી 2 હજાર રોકડ, તથા 25 નંગ કોમ્પ્યુટરની રેમ કિંમત રૂપિયા 12 હજાર, બે હાર્ડ…

Read More

લોકભાષા-ભુજ : બાયઠ ગામે રહેતી 44 વર્ષીય પરણીત મહિલાના ઘરમાં ઘુસી બે શખ્સે બળજબરીથી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે 25 દિવસ બાદ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે બાયઠ અને અબડાસા તાલુકાના ડુમરા ગામના આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા. ગઢશીશા પોલીસે ભોગબનાર પરિણીતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, બનાવ ગત 5 નવેમ્બર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. બાયઠ ગામે રહેતા ભાવેશ માતંગ અને ડુમરા ગામના હુશેન સુમરા નામના બે શખ્સો ફરિયાદ મહિલા ઘરે એકલી હતી. ત્યારે તેના ઘરમાં ઘુસી આવ્યા હતા. અને ફરિયાદી મહિલાની મરજી વિરૂધ્ધ બળજરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો. બનાવ અંગે 20 દિવસ બાદ…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે તાજેતરમાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મીઠીરોહર પાસે બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જો કે હજુ સુધી આ જથ્થા અંગે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી નથી. તાજેતરમાં જ યોજાયેલ લોક સંવાદના કાર્યક્રમમાં પણ યુવાનોમાં વધી રહેલી નશાની લત અંગે ચર્ચા ઉઠી હતી જે સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા માદક પદાર્થ વેચતા લોકો ઉપર કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ખાનગી હોટલમાંથી બે શખ્સોને કોકેઈનના જથ્થા સાથે ઝડપી એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ગાંધીધામ એ…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજાર પોલીસે ચોરાઉ બેટરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને અંજારની ઈલેક્ટ્રીક દુકાનમાથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ અંજાર પોલીસને અંજારના હેમલાઈ ફળીયુ લબેક ચોક ખાતે બે ઈસમો શંકાસ્પદ બેટરીના જથ્થા સાથે હોવાની બાતમી મળતાં સ્થળ ઉપર પહોંચી પોલીસ બને શખ્સની પુછપરછ કરતા ચોરાઉ બેટરી હોવાનું બહાર આવ્યું હતુ. અંજાર પોલીસ શહેરની વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી ત્યારે ગંગા નાકા પાસે આવેલી નીરજ ઓટો ઈલેક્ટ્રીક નામની દુકાનના પતરા તોડી થયેલી બેટરી ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ચોરાઉ બેટરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અંજાર પોલીસે બાતમીના આધારે હેમલાઈ ફળીયામા ઉભેલા બે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરતા…

Read More