Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભુજ લખપત ધોરીમાર્ગ પરના નખત્રાણા નગરમાં વાહનોની ભરમાર વચ્ચે કાયમી ટ્રાફિક સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની છે, ત્યાં આજે ભરચક માર્ગ પર દયાપર તરફ જતી એક ટ્રક બેકાબૂ બની હતી. જેથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સદ્દભાગ્યે અકસ્માતની આ ઘટનામાં જાનહાની ટળી હતી, પરંતુ ટ્રકની અડફેટે ચડેલા બે જેટલા બાઈકનો બૂકડો થઈ ગયો હતો. ભુજ બાજુથી આવતી ટ્રક માર્ગ વચ્ચેના ડિવાઈડર કૂદીને અંદાજીત 500 મીટર સુધી સર્પાકારે દોડતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હોવાનું સ્થાનિકો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. ટ્રકચાલક કેફી પીણું પીધેલી હાલતમાં હતો અને તેના કારણે જ તેણે ગફલતભરી રીતે ટ્રક…
લોકભાષા-ભુજ : ભુજ નાગોર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં સેન્ટ્રીંગનું કામ કરતા બે મિત્રોને ઘર પાસે બેસવા મુદે માથાકુટ કરીને સ્કોર્પિયો કારમાં આવેલા આઠ શખ્સોએ ધોકાથી મારી મારી ઇજા પહોંચાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. નખત્રાણાના મંગવાણા ગામે રહેતા અસલમ સોકતઅલી બાવા (ઉ.વ.24)એ ઇસ્માઇલ ઉર્ફે મમલો, અકલો મીયાત્રા, રઝાક મીયાત્રા અને અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ભાઇનું નાગોર રોડ પર ગનીભાઇ લોટાના ફાર્મ હાઉસમાં સેન્ટ્રીંગનું કામ ચાલુ હોઇ ફરિયાદી અને તેમનો મિત્ર જાગીર બાવા બન્ને જણાઓ રોડ પર બેઠા હતા. ત્યારે છોકરાઓ આવ્યા હતા. અને અહીં અમારૂ ઘર છે. અહીં કેમ બેઠા છો તે કહીને માથાકુટ…
લોકભાષા-ભુજ : ભુજના એરપોર્ટ રોડ પર આશાપુરાનગરમાં રહેતા 25 વર્ષના યુવાનને આર્થિક અકડામણમાં શુક્રવારે સવારે પોતાના ઘરમાં પંખા પર દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. યુવકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરાનગરમાં રહેતા અને જોમેટોમાં ડીલીવરી બોય તરીકે કામ કરતા અપરણીત અમરજીત ઉદયપ્રકાસ ચૌહાણ નામના યુવકની જોમેટોથી નોકરી છુટી જતાં અને તેની આડી બંધ થઇ જવાથી રોજગારીનું ટેનશન વધી જતાં પોતાના ઘરમાં પંખા પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. હતભાગીના તેમના ભાઇ ઇન્દ્રજીત ઉદયપ્રકાસ ચૌહાણ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ…
લોકભાષા-ગાંધીધામ : તાજેતરમાં અંજાર તાલુકાના સિનુગ્રા ખાતેથી ગાંજાના છોડ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમા સંડોવાયેલા ફરાર આરોપીને પણ પોલીસએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ તથા અંજાર પોલીસે સયુકતમાં રેડ કરી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સિનુગ્રા ગામમાં મહમદહાજી મહમદહુશેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા પાંદડા તથા ગાંજાના બી ૫૫૧ ગ્રામ જેટલો મુદામાલ રેડ દરમ્યાન કબજે કર્યો હતો અને આરોપી મહમદહાજી મહમદહુશેન સૈયદ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ…
લોકભાષા-ભુજ : ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ સામે ફુટપાથ પરથી રૂપિયા 9,960ની કિંમતના 996 ગ્રામ ગાંજા સાથે રીઢા આરોપી સહિત બે યુવકોને ઝડપી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી ગાંજા ઉપરાંત એક લાખનો મોબાઇલ, દોઢ લાખની બુલેટ મોટર સાયકલ અને રોકડ રૂપિયા મળી કુલે 2,60,640નો મુદમાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. એસઓજીના એએસઆઇ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને મળેલી બાતમીના પગલે એસઓજીના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરીને જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ સામેથી ચાની લારી પાસે ઉભેલા રીઢા આરોપી પારસગર ઉર્ફે પારસ…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમને મળેલી બાતમીના આધારે અંજાર નજીકથી સોયાબીનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે આ ગુનામા અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવતા બને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે અશોક લેલન્ડ કંપનીનો ટેમ્પો રજી.નં. જીજે-૦૩-બીવાય-૫૮૮૨ વીડી તરફથી પાવર હાઉસ બાજુ કાચા રસ્તે આવી રહેલ છે. જેમા સોયાબીન તેલનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી એલ.સી.બી. ટીમ વોચમાં હતી તે દરમ્યાન ટેમ્પો પસાર થતા તેને અટકાવી તપાસ ક૨તા વાહનમાંથી સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે વાહન ચાલક આરોપી ભીખુભાઈ સુમારભાઈ મહેશ્વરી…
લોકભાષા-ભુજ : નખત્રાણા ઓસીપી માર્કેટમાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેના કારણે થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી. ગેસ વેલ્ડીંગની ગેરેજ પાસે બસમાં આગ લાગી હતી જો કે આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી નથી બનાવને લઈને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવા પાછળના કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવમાં બસને નુકશાની થઈ હતી બનાવને લઈને દોડધામ મચી જવા પામી હતી સ્થળ પર રહેલા લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજાના જથ્થો ઝડપી પાડયો હતો. મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. તથા અંજાર પોલીસ સ્ટાફને ખાનગી બાતમી હકીકત મળેક કે, અંજાર વિસ્તારમાં આવેલ આંબેડકરનગર તળાવની બાજુમાં સિનુગ્રા તા. અંજાર ખાતે મહમદહાજી મહમદહુસેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કર્યુ છે. જેથી બાતમીના આધારે રેઇડ કરી હતી. રેડ દ૨મ્યાન તપાસ કરતા આરોપીના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલ૨ના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા, પાંદડા તથા…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અંગ પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી વિપુલ વલ્લભભાઈ કાવેઠીયાનેઝડપી પાડ્યો હતો જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના આરોપી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા જે આરોપીઓ બાબતે ટેકનીકલ એનાલીસીસથી જરૂરી વર્ક…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીએ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રોહીબીશનનાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. બાલાસર પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.ચૌધરી દ્વારા પ્રોહીબીશનના આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેને કલેકટર કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.ની આગેવાનીમાં એલ.સી.બીની ટીમ દ્વારા આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ. ૨૩ રહે. ૨વ મોટી તા.રાપરને ઝડપી પાડ્યો હતો મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપ્યો હતો.

