Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે તાજેતરમાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મીઠીરોહર પાસે બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જો કે હજુ સુધી આ જથ્થા અંગે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી નથી. તાજેતરમાં જ યોજાયેલ લોક સંવાદના કાર્યક્રમમાં પણ યુવાનોમાં વધી રહેલી નશાની લત અંગે ચર્ચા ઉઠી હતી જે સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા માદક પદાર્થ વેચતા લોકો ઉપર કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ખાનગી હોટલમાંથી બે શખ્સોને કોકેઈનના જથ્થા સાથે ઝડપી એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ગાંધીધામ એ…
લોકભાષા-ગાંધીધામ : અંજાર પોલીસે ચોરાઉ બેટરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને અંજારની ઈલેક્ટ્રીક દુકાનમાથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ અંજાર પોલીસને અંજારના હેમલાઈ ફળીયુ લબેક ચોક ખાતે બે ઈસમો શંકાસ્પદ બેટરીના જથ્થા સાથે હોવાની બાતમી મળતાં સ્થળ ઉપર પહોંચી પોલીસ બને શખ્સની પુછપરછ કરતા ચોરાઉ બેટરી હોવાનું બહાર આવ્યું હતુ. અંજાર પોલીસ શહેરની વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી ત્યારે ગંગા નાકા પાસે આવેલી નીરજ ઓટો ઈલેક્ટ્રીક નામની દુકાનના પતરા તોડી થયેલી બેટરી ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ચોરાઉ બેટરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અંજાર પોલીસે બાતમીના આધારે હેમલાઈ ફળીયામા ઉભેલા બે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરતા…
લોકભાષા-ભુજ : ભુજના રહેવાસીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું ચોરીના દાગીના ખરીદી કર્યા છે તેવું કહીને બળજબરી રૂપિયા ૧૪ લાખ ઓનલાઇન ટ્રાન્જેકશન કરાવનાર મોબાઈલ ધારક સામે ભુજ એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં વેદાંત ટ્રેડિંગ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા બાબાસો વસંત પટેલ નામના સોના ચાંદીના વેપારીને એક મોબાઈલ ધારકે ફોન કરીને જણાવ્યું હતુ કે હું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું,સોના ચાંદીના જે દાગીના ખરીદેલ છે તે ચોરીના છે,જેથી ધરપકડ થશે તેવી ધમકી અપાઈ હતી તેમજ ફરિયાદી પાસે અલગ અલગ સ્કેનર મારફતે ટ્રાન્જેક્સન કરાવી રૂપિયા 140000 લઇ લીધા હતાં.ફરિયાદી સાથે છેતરપિંડી થઇ છે તેવુ…
લોકભાષા-ભુજ : ભુજમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ ભુજના અંજલિનગર ખાતે બાવળોની જાડીમાં રાજેશ વેલજી કોલી પાસેથી દેશી બંદૂક એક કિંમત એક હજારની મળી એલ.સી.બીને મળી આવી હતી.આ ઈસમ પાસે કોઈપણ આધાર મળી આવ્યા ન હતા.ભુજ બી ડીવીજન પોલિસ મથકે હથિયાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે,બંદૂક ક્યાંથી આવી હતી તેનો સુ ઉપયોગ થયો છે તે સહીતની વિગતો તપાસવામાં આવી રહી છે.આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ભુજમાં અગાઉ પણ હથિયારો બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.જેમાં અનેકના પગ નીચે રેલો આવ્યો…
લોકભાષા-ગાંધીધામ : વરસાણા-હળવદ ૪૦૦ કે.વી. વીજલાઈન અને અન્ય વીજલાઈનોમાં વીજ કંપની દ્વારા નિયમ વિરુદ્ધ અને યોગ્ય વળતર ચૂકવ્યા સિવાય લાઈનો કાઢવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાન દ્વારા આ કામગીરીને અટકાવવા રજુઆત કરી છે. આ અંગે કોંગ્રેસના અગ્રણી વી કે હુંબલ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે કચ્છ જીલ્લામાં જુદી-જુદી કંપનીઓ દ્વારા વીજ લાઈનો પસાર કરવામાં આવી રહેલ છે જેમાં વીજ લાઈનો પસાર કરતા પહેલા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટેની યોગ્ય કાર્યવાહી કર્યા સિવાય લાઈનો પસાર કરવા માટે પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોને ડરાવી ધમકાવી અને વીજ કંપનીઓ દ્વારા પોતાની રીતે જ મનસ્વી વળતરની રકમ…
લોકભાષા-ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી ૧૧મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી ૧૦૦ ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત એઆઈના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે. તેમણે…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ અંજાર તાલુકાનાં તુણા ગામ નજીક ખાણ ખનીજ ફ્લાઇંગ સ્કવોડની ટીમ ઉપર હુમલો કરતા ઓવર લોડેડ ભરેલી ચાર ટ્રક સાથે ત્રણ ભૂમાફિયા ઉપર ખાણખનીજ વિભાગ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. અંજાર તાલુકાનાં તુણા ગામ નજીક ખાણ ખનીજની ફ્લાઇંગ સ્કવોડની ટીમે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં ૪ વાહનોને ઝડપી લીધા હતા. જે દરમિયાન વાહન માલિકો અને ચાલકો દ્વારા ફ્લાઇન સ્કવોડની ટિમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.જેમાં ફ્લાઈંગ સ્કોડ પર ટ્રક માલિક તેમજ તેમની સાથે આવેલા લોકો હુમલો કરતા જોવા મળી રહ્યા હતા. ટ્રક રોકતા ખાણ ખનીજની…
લોકભાષા-ભુજ : શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યું હતુ .આ બનાવમાં વન વિભાગ દ્વારા ચાર ઇસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મંજુર થવા પામ્યા છે જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પૂર્વે મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી બાતમી મળતા પોલીસ ટિમ સ્થળ પર જઈને આસીમ અહમદ મણીયાર હાજર હતો. ટેબલના ખાનામાં નાની મોટી જાડી સાઈઝની હાથી દાંતની બંગડી નંગ 10 મળી આવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આસીમ અહમદ મણીયાર, અહમદ સુલેમાન મણીયાર, અલ્તાફ અહમદ મણીયાર, અઝરૂદીન નિઝામૂદીન મણીયાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં…
લોકભાષા-ભુજ : માધાપરમાં રૂદ્ર હોટલમાં ચાલતી ગેરરીતી બાબતે સ્થાનિક લોકોએ એસપી અને માધાપર પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસ કોઇ જ કાર્યવાહી ન કરતી હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવતાં માધાપર પોલીસે રેડ પાડીને હોટલ રૂદ્રામાંથી શાળામાં ભણતી સગીરા અને ગામના જ એક યુવાનને પકડી પાડી પોલીસ મથકે લઇ આવ્યા હતા. માધાપર પોલીસે હોટલ માલિક સામે જાહેર નામના ભંગની કાર્યવાહી કરી હતી. તાજેતરમાં મમુઆરા ગામે હોટસ હસ્તિકમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ માધાપર જુનાવાસમાં આવેલી હોટલ રૂદ્રામાં આધાર પુરાવા લીધા વીના રૂમો આપીને ગેરપ્રવૃતિ ચાલતી હોવાની સ્થાનિક લોકોમાંથી ફરિયાદ ઉઠી હતી. જે અંગે સ્થાનિક લોકોએ 20 નવેમ્બરના રોજ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના ગળપાદર નજીક કાકાએ છરીના ઘા ઝીંકી ભત્રીજાની હત્યા નિપજાવી હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવવાની મળતી વિગતો મુજબ ગળપાદર નજીક આવેલી હોટલ પાસે દિપક ખેંગારભાઈ લોખીલને તેના કાકા કાનજી રાજાભાઈ લોખીલએ છરીના ઘા ઝીંકી દીધા હતા આ બનાવમાં કાનજીભાઈ અને પણ ઈજાઓ પહોંચી હતી જ્યારે દીપકને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ મકાનના વિવાદમાં કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો જેમાં કાનજીભાઈ લોખીલે ભત્રીજા દિપકને છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી…

