Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : તાજેતરમાં અંજાર તાલુકાના સિનુગ્રા ખાતેથી ગાંજાના છોડ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમા સંડોવાયેલા ફરાર આરોપીને પણ પોલીસએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ તથા અંજાર પોલીસે સયુકતમાં રેડ કરી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સિનુગ્રા ગામમાં મહમદહાજી મહમદહુશેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા પાંદડા તથા ગાંજાના બી ૫૫૧ ગ્રામ જેટલો મુદામાલ રેડ દરમ્યાન કબજે કર્યો હતો અને આરોપી મહમદહાજી મહમદહુશેન સૈયદ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ…
લોકભાષા-ભુજ : ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ સામે ફુટપાથ પરથી રૂપિયા 9,960ની કિંમતના 996 ગ્રામ ગાંજા સાથે રીઢા આરોપી સહિત બે યુવકોને ઝડપી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી ગાંજા ઉપરાંત એક લાખનો મોબાઇલ, દોઢ લાખની બુલેટ મોટર સાયકલ અને રોકડ રૂપિયા મળી કુલે 2,60,640નો મુદમાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. એસઓજીના એએસઆઇ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને મળેલી બાતમીના પગલે એસઓજીના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરીને જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ સામેથી ચાની લારી પાસે ઉભેલા રીઢા આરોપી પારસગર ઉર્ફે પારસ…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમને મળેલી બાતમીના આધારે અંજાર નજીકથી સોયાબીનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે આ ગુનામા અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવતા બને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે અશોક લેલન્ડ કંપનીનો ટેમ્પો રજી.નં. જીજે-૦૩-બીવાય-૫૮૮૨ વીડી તરફથી પાવર હાઉસ બાજુ કાચા રસ્તે આવી રહેલ છે. જેમા સોયાબીન તેલનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી એલ.સી.બી. ટીમ વોચમાં હતી તે દરમ્યાન ટેમ્પો પસાર થતા તેને અટકાવી તપાસ ક૨તા વાહનમાંથી સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે વાહન ચાલક આરોપી ભીખુભાઈ સુમારભાઈ મહેશ્વરી…
લોકભાષા-ભુજ : નખત્રાણા ઓસીપી માર્કેટમાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેના કારણે થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી. ગેસ વેલ્ડીંગની ગેરેજ પાસે બસમાં આગ લાગી હતી જો કે આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી નથી બનાવને લઈને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવા પાછળના કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવમાં બસને નુકશાની થઈ હતી બનાવને લઈને દોડધામ મચી જવા પામી હતી સ્થળ પર રહેલા લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજાના જથ્થો ઝડપી પાડયો હતો. મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. તથા અંજાર પોલીસ સ્ટાફને ખાનગી બાતમી હકીકત મળેક કે, અંજાર વિસ્તારમાં આવેલ આંબેડકરનગર તળાવની બાજુમાં સિનુગ્રા તા. અંજાર ખાતે મહમદહાજી મહમદહુસેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કર્યુ છે. જેથી બાતમીના આધારે રેઇડ કરી હતી. રેડ દ૨મ્યાન તપાસ કરતા આરોપીના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલ૨ના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા, પાંદડા તથા…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અંગ પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી વિપુલ વલ્લભભાઈ કાવેઠીયાનેઝડપી પાડ્યો હતો જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના આરોપી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા જે આરોપીઓ બાબતે ટેકનીકલ એનાલીસીસથી જરૂરી વર્ક…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીએ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રોહીબીશનનાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. બાલાસર પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.ચૌધરી દ્વારા પ્રોહીબીશનના આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેને કલેકટર કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.ની આગેવાનીમાં એલ.સી.બીની ટીમ દ્વારા આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ. ૨૩ રહે. ૨વ મોટી તા.રાપરને ઝડપી પાડ્યો હતો મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપ્યો હતો.
લોકભાષા-ભુજ : ગઢશીશા અને મોટી રાયણમાં અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં યુવાન અને વયસ્કના અકાળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. ગઢશીશા પોલીસ મથકે મુળ ઉતરપ્રદેશના અને ગઢશીશા ગામે રહેતા રામસિંહ ઓમકારસિંહ ચૌહાણે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ ગુલ્લુસિંહ ઓમકારસિંહ ચૌહાણ (ઉ.વ.20) પોતાના કબ્જાની મોટર સાયકલથી સોમવારે સાંજે સાડા છ વાગ્યે ગઢશીશાથી શેરડી ગામ તરફ જતો હતો. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ મોટી રાયણ ગામે રહેતા ઉમરભાઇ જુણેજા…
લોકભાષા-ભુજ : ભુજના હમીરસર તળાવમાં લાશ મળી આવી હતી. મહિલાની લાશ તરતી જોવા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી હતી.પોલીસે લાશ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર બનાવમાં મૃતદેહ કોનો છે તે અંગેની ઓળખ હાથ ધરવામાં આવી છે. આજે ફાયરની ટીમને જાણ થતાં લાસને બહાર કાઢી હતી. મહિલાએ આત્મહત્યા કરી છે કે કેમ તે તપાસ શરૂ કરવામાં આવી છે હાલ રહસ્ય ઘૂંટાઈ રહ્યુ છે સત્ય કારણ પોસ્ટ મોર્ટમ બાદ ખુલવા પામશે.સમગ્ર કેસમાં અગાઉ ગુમ થયેલ મહિલાઓની જાણકારી મેળવવામાં આવી રહી છે જેની હકીકતો બાદ વિગતો બહાર આવશે
લોકભાષા-ભુજ : લખપત તાલુકાના પાન્ધ્રોથી લૈયારી ગામ વચ્ચે ગોલાઇ પર ધડાકા સાથે બે કાર અથડાતાં મહિલા અને બાળકી સહિત આઠ લોકોને વતી ઓછી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે નખત્રાણા અને ભુજ ખસેડવામાં આવ્યા હતા. નારાયણ સરોવર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો. પોરબંદરના આદિત્યાણા ખાતે રહેતો પરિવાર માતાનામઢ દર્શન કરીને એક્સયુવી કારમાં નારાયણસરોવર જઇ રહ્યો હતો. ત્યારે પાન્ધ્રો અને લૈયારી વચ્ચે વારછાદાદાના મંદિરની ગોલાઇમાં સામેથી આવતી અચાનક વેગનઆર કાર આવી જતાં બન્ને કાર સામ-સામે ધડાકાભેર અથડાઇ પડી હતી. જેમાં એક્સયુવી કારમાં સવાર પોરબંબરના પરિવારના મહિલા અને બાળકી મળી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી…

