Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના કોડાય પાસેથી વધુ એક વખત એલસીબીએ ખનીજ ચોરી સબબ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અંતર્ગત પશ્વિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો, જેમાં રેતી ભરેલા પાસ પરમીટ વગરના બે ટ્રેક્ટરને તેના ચાલકો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જપ્ત મુદ્દામાલને કોડાય પોલીસ મથકના હવાલે કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી એલસીબી પીઆઇ એસ એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટીમ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બીદડા – મોટા ભાડીયા રોડ બાજુ કેનાલ પાસે બે ટ્રેક્ટર આઇસર કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12…

Read More

લોકભાષા-ભુજ : પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે પોતાની માલિકીની કેટલી જમીન છે, તેની પણ જાણકારી નથી. તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન ક્યાં ગામે છે. તેમની કોઈ માહિતી તેમની પાસે નથી, જેના કારણે વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડે ૧૯૬૬ માં જમીન સંપાદન કરેલ છે, જેની રેવન્યુ રેકડમાં નોંધ પડી ગયેલ હોવા છતાં આટલા વરસો પછી પણ પાણી પુરવઠા ના રેકોર્ડ પર આ જમીન બોલતી નથી, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે…

Read More

લોકભાષા-ગાંધીધામ : વાગડમા ટુંકા સમયમાં ફરી એક સાથે આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા આઠ મંદિરોમા ચોરીથી ભકતોમા આક્રોશની લાગણી વ્યાપી છે જાણે વાગડના મંદિરોને નિશાન બનાવી પોલીસને તસ્કર ટોળકીએ પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે વાગડમા તસ્કરોએ વધુ આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા જુદા જુદા વિસ્તારોમાં આઠ મંદિરોના તાળા તુટયા હતા. મંદિરમા ચોરીના બનાવથી ભક્તોમા રોષની લાગણી વ્યાપી છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. થોડા સમય પહેલાં જ વાગડમા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક જ રાત્રીમા ત્રણ ગામના નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસા ગામના મંદિરોને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી ચોરી…

Read More

લોકભાષા-ગાંધીધામ : આદિપુર સ્વામી લીલાશાહ કુટિયા ખાતે સંત શિરોમણી લીલાશાહ મહારાજ ની ૫૧ મી પુણ્યતિથિ નિમિતે ૧૦, ૧૧, ૧૨ તારીખે ત્રિદિવસીય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેની આદિપુર ગાંધીધામ માં પરિક્રમા કરવામાં આવી હતી. બીજા દિવસે સમૂહ જનોઈ તથા ત્રીજા દિવસે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન, વિદ્યાદાન અને કન્યાદાન ના સંકલ્પ સાથે જીવનારા સ્વામીજી ના સંકલ્પો ને સાકાર કરવાનું કાર્ય આજે પણ તેમના અનુયાયીઓ કરી રહ્યા છે. જય રામજી કી ના મૂળ મંત્ર સાથે સમગ્ર જીવનકાળ માં ભોજન ની ચિંતા રામ પર મૂકી લોક…

Read More

લોકભાષા-ભુજ : ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે રંગેચંગે આજરોજ પ્રારંભ કરાયો હતો. પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. જેની ઝલક ટુરીસ્ટોના મન મોહી લેશે નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ ધોરડોમાં રણોત્સવનો આરંભ થાય છે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગે દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજથી ધોરડો રણઉત્સવનો આરંભ થયો છે જોકે આજથી માત્ર ટેન્ટસિટી શરૂ થઈ રહી છે અન્ય સુવિધાઓ હવે ઉભી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફટ બજાર આગામી 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. આજથી ધોરડોમાં…

Read More

લોકભાષા-ભુજ : એક લાખના દોઢ લાખ આપવાની ઇન્સ્ટ્રાગ્રામ પર રીલ જોઇ નાસીકના કોન્ટ્રાક્ટર લાલચમાં આવી ગયા ધૂતારાઓએ ભુજ રૂપિયા આપવાનું કહી ભુજ બોલાવીને જ્યુબીલી સર્કલ પાસે ત્રણ લાખના બદલામાં સાડા ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરીને ત્રણ લાખ ભરેલી થેલી ઝુંટવીને ફરાર જઇ થઇ ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બે ઠગબાજ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. મુળ નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામના અને હાલ મહારાષ્ટ્રના નાસીક જિલ્લાના માડસાંગ્વી ખાતે રહીને સેન્ટ્રીંગનું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિશોરભાઇ અરવિંદભાઇ પટેલે વિવેક પંડ્યા અને એક અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ઇન્ટ્રાગ્રામમાં વિવેક પંડ્યા નામની આઇડી પર…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજારમા થયેલી બે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અંજાર શહેરી વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન હ્યુમન સોર્સીસ આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ચોરાઉ બે બાઈક સાથે પકડી પાડવામાં આવ્યા હતા અંજાર પોલીસે આરોપી જગદીશભાઈ જયરામભાઈ પ્રજાપતી ઉ.વ.૪૦ રહે.પ્રજાપતી છાત્રાલય અંજાર, નટવ૨ભાઈ વજાભાઈ બોરીચા ઉ.વ.30 રહે, જી.આઈ.ડી.સી.અંજાર અને નારણભાઈ પુજાભાઈ દાફડા ઉ.વ.૩૦ રહે, જી.આઈ.ડી.સી.અંજારને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએ-5912 કિંમત રૂપિયા ૩૦૦૦૦ અને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએલ-3145 જેની કિંમત રૂપિયા ૩૦૦૦૦…

Read More

લોકભાષા-ગાંધીધામ : કચ્છ સહિત ચાર જીલ્લામાથી તડીપાર થયેલ શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ બે માસ અગાઉ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ અંજારએ અશોકગીરી સુખગીરી ગૌસ્વામીને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાઓમાથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. આ આરોપી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર પ્રવેશ કરી ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે હોવાની ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી હાથ ધરી તડીપાર કરવામાં આવેલા અશોકગીરી સુખગીરી ગૌસ્વામી ઉ.વ.૩૩ રહે- જગદંબા સોસાયટી મ.નં.બી-૧૧૫ કિડાણા તા-ગાંધીધામને ઝડપી પાડી તેના વિરૂધ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ અંગે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે જી.પી.એક્ટ…

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના માનકુવા ગામે આવેલ ભંગારનાં વાડામાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે આ બનાવ બનવા પામ્યો હતો ભંગારના વાડામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ નગપાલીકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બનાવમાં ભંગાર ખાખ થઇ ગયો હતો. આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. પરંતુ એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ઘટનાને લઈને કોઈ જાન હાની થવા પામી ન હતી

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકા વિસ્તારમાં રેતી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક ટ્રક સહીત બે વાહનો કબ્જે કરાયા છે. મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે ખાનગી વાહનમાં આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન પ્રાથમીક દ્રષ્ટીએ પરમીટ વિસ્તાર બહાર સાદીરેતી ખનિજનું ખનન થતુ હોવાનું તપાસટીમને જણાઇ આવતા સાદીરેતી ખનિજનું ખનન/ વહન કરતા એક એક્સકેવેટર મશીન તથા એક ટ્રક ને સીઝ કરવામાં આવેલ છે. તથા તપાસટીમ દ્વારા જોવા મળેલ સાદીરેતી ખનિજના ખોદકામ વાળા વિસ્તારની માપણી કરવામાં આવેલ છે. જે મુજબ નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.

Read More