Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : કચ્છ સહિત ચાર જીલ્લામાથી તડીપાર થયેલ શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ બે માસ અગાઉ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ અંજારએ અશોકગીરી સુખગીરી ગૌસ્વામીને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાઓમાથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. આ આરોપી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર પ્રવેશ કરી ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે હોવાની ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી હાથ ધરી તડીપાર કરવામાં આવેલા અશોકગીરી સુખગીરી ગૌસ્વામી ઉ.વ.૩૩ રહે- જગદંબા સોસાયટી મ.નં.બી-૧૧૫ કિડાણા તા-ગાંધીધામને ઝડપી પાડી તેના વિરૂધ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ અંગે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે જી.પી.એક્ટ…
લોકભાષા-ભુજ : તાલુકાના માનકુવા ગામે આવેલ ભંગારનાં વાડામાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે આ બનાવ બનવા પામ્યો હતો ભંગારના વાડામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ નગપાલીકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બનાવમાં ભંગાર ખાખ થઇ ગયો હતો. આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. પરંતુ એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ઘટનાને લઈને કોઈ જાન હાની થવા પામી ન હતી
લોકભાષા-ભુજ : ભુજ તાલુકા વિસ્તારમાં રેતી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક ટ્રક સહીત બે વાહનો કબ્જે કરાયા છે. મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે ખાનગી વાહનમાં આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન પ્રાથમીક દ્રષ્ટીએ પરમીટ વિસ્તાર બહાર સાદીરેતી ખનિજનું ખનન થતુ હોવાનું તપાસટીમને જણાઇ આવતા સાદીરેતી ખનિજનું ખનન/ વહન કરતા એક એક્સકેવેટર મશીન તથા એક ટ્રક ને સીઝ કરવામાં આવેલ છે. તથા તપાસટીમ દ્વારા જોવા મળેલ સાદીરેતી ખનિજના ખોદકામ વાળા વિસ્તારની માપણી કરવામાં આવેલ છે. જે મુજબ નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.
લોકભાષા-ગાંધીધામ : શહેરના મચ્છુનગર વિસ્તારમાં થયેલ રાત્રી ધરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં રહેલ કબાટમાંથી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૬,૬૪,૦૦૦ની ચોરી થઈ હતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે આરોપી યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણાને સોના ચાંદીના દાગીના સહીતના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈશમ દ્વારા રાત્રી દરમ્યાન દરવાજો તોડી…
લોકભાષા-ભુજ : સલામત સવારી એસટી અમારીની વાતો વચ્ચે આજે માંડવી નારાયણ સરોવર વાયા નલિયા બસનુ ટાયર નીકળી ગયુ હતુ આજે આ ઘટના બનવા પામી હતી ચાલુ બસમાં ટાયર નીકળી ગયુ હતુ. જોકે કોઈ જાન હાની થવા પામી ન હતી. અવારનવાર આવી સમસ્યા સર્જાય છે ત્યારે એસ.ટી તંત્રએ તમામ બસોમાં કોઈ તકલીફ છે કે કેમ તે જોવું જોઈએ તેમજ જ્યાં સમસ્યા હોય તેનું નિરાકરણ કરીને પછી જ બસ સેવામા મુકવી જોઈએ આજે જો કોઈ જાન હાની થઇ હોત તો નિર્દોષ લોકો ભોગ બન્યા હોત આ વાત ભૂલવી ન જોઈએ આજે કચ્છ એસ.ટી વિભાગની મોટાભાગની બસો ભંગાર છે કોઈના ટાયર બરાબર નથી…
લોકભાષા-ભુજ : રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય ઉપરાંત ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારની સુચના અનુસાર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરવા આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા દ્વારા આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ કેમ જરૂરી છે તે અંગે જણાવી કચ્છ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા દેશના તમામ પ્રાંતના લોકો વસે છે તેથી દેશમાં ઉજવાતા તમામ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે. ઉતર ભારતીય સમાજ દ્વારા ગાંધીધામ ખાતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં છઠ પૂજાનુ પરંપરાગત રીતે ઉજવણી કરી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિધિ વિધાન સાથે છઠ પૂજાની કરવામાં આવી હતી.
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના નેશનલ હાઇવે ઉપર આવેલા કાર્ગો મોટર્સના વર્કશોપમા કોઇ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી વર્કશોપમાં પડેલી કાર બળીને ખાખ થઈ જવા પામી હતી જેથી મોટું નુકસાન થવા પામ્યું હતું જોકે આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર કાર્ગો મોટર્સ ના વર્કશોપમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી ગાંધીધામ નગરપાલિકા, કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી આશરે સતત ત્રણ કલાક જેટલો ત્રણ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો ત્યાર…
લોકભાષા-ભુજ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની આજે 225મી જન્મજયંતિએ સમગ્ર કચ્છમાં રવાડી, મહા આરતી અને સમૂહ ભોજન પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો દ્વારા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તાલુકા મથકોથી લઈ મોટા ગામ અને શહેરી વિસ્તારમાં જલારામ મંદિર ખાતે પૂજા આરતી સાથે ભાવિક ભક્તો બાપાના સાનિધ્યમાં પોતાની આસ્થા પ્રગટ કરતા નજરે પડયા હતા ખાસ કરીને આજના પ્રસંગે લોહાણા સમાજના જ્ઞાતિજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉજવણીમાં સહભાગી થયા હતા ભુજ શહેર ખાતેના રવાડી ફળિયા ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આજ વહેલી સવારથી લોહાણા સમાજ સાથે બાપાના ભાવિક ભક્તો દર્શન માટે ઉમટયા હતા . અહીં બાપા દયાળુ ગ્રૂપ…

