Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળામાં મોબાઈલ ચોરીની ઘટનાઓ પછી હવે આવનારા દિવસોમાં માતાનામઢમાં આવી ઘટનાઓ બને તે પૂર્વે પોલીસ તંત્રએ સજાગ રહેવાની જરૂરિયાત ઉભી થવા પામી છે પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં મોટા યક્ષના મેળામાં પાણી લેવા ઉભેલા તેમના ભાઈના ખિસ્સામાંથી એક લાખનો મોબાઈલ ચોરાયો હતો. ત્યારે ટ્રેસ થતા લોકેશન પૂર્વ કચ્છનું જોવા મળ્યું હતું. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસ તંત્રએ જાગવાની જરૂરત છે આ પૂર્વે માધાપરના નાના યક્ષના મેળામાં પણ મોબાઈલ ચોરાયાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. હાલમાં યોજાનાર માતાનામઢ નવરાત્રી સમયે મોટી સંખ્યામાં લોકો આવશે ત્યારે પોલીસ મોબાઈલ તસ્કરી કરતી…

Read More

લોકભાષા-ભુજ : જમ્મુ-કાશ્મીરનો એક વ્યક્તિ કચ્છ બોર્ડર પરથી ઝડપાયો હતો.પ્રેમિકાને મળવા જતો હોવાનું બહાર આવવા પામ્યું છે યુવક ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો ખાવડામાંથી ઈમ્તિયાઝ શેખ નામના શખ્સની સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયો હતો.યુવાનની પ્રાથમિક પૂછપરછમાં તે એવો દાવો કરે છે કે તે દેશની સીમા ઓળંગી પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો ખાવડાના પોલીસ સ્ટેશનમાં વિગતો મેળવીને આ યુવક ને તેને પરત મૂકવામાં આવ્યો હતો.ખાવડા પોલીસ ની પણ સર્તકતા ના લીધે આ યુવાન ને પકડી પાડવામાં આવ્યો હતો આ યુવાન થોડો અસ્થિર મગજનો હોવાનો પણ સામે આવ્યું હતું.હાલ અનેક તર્ક વિતર્ક વહેતા થવા પામ્યા છે આ…

Read More

લોકભાષા- ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્સી વચ્ચે એમઓયુ સાઇન થયા હતા આ એમઓયુ અંતર્ગત જીએમડીસીની રિસર્ચ બ્રાન્ચ એટલે કે ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્સી સોસાયટી દ્વારા કચ્છ યુનિવર્સિટી માટે ખનીજ ના ક્ષેત્રમાં વિવિધ પ્રકારના ચાલતા સંશોધન ક્ષેત્રે માર્ગદર્શન આપવાના કરાર થયા હતા. જીએમડીસી ના એક્સપર્ટ દ્વારા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જિયોલોજી તથા ખનીજના ક્ષેત્રમાં તાલીમ આપી રિસર્ચ પ્રોજેક્ટ કરાવવા તથા જીએમડીસી ના કચ્છ વિસ્તારમાં ચાલતા વિવિધ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ના કામોમાં તથા માયનિંગ ક્ષેત્રોમાં કચ્છ યુનિવર્સિટીના પાસ થયેલા વિદ્યાર્થીઓને નોકરીની તક ની પ્રાથમિકતા મળે એ પ્રકારના પ્રયાસો થશે તેવી ચર્ચા…

Read More

લોકભાષા-ભૂજ : ભુજના જિલ્લા ઉદ્યોગ સર્કલ પાસેના રીંગ રોડ પર મંગળવાર બપોર બ્રેક ફેઇલ થઇ જતાં બેકાબુ બનેલી ટ્રેક રોંગ સાઇડમાં ધસી આવીને બે કેબીનો અને એક બાઇકને અડફેટે લેતાં દોડધામ મચી ગઇ હતી. જો કે, આ અકસ્માતમાં બે કેબીનો અને બાઇકને નુકશાન થયું હતુ. કોઇને ઇજા પહોંચી ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સર્કલથી બાયપાસ રોડ તરફ વળાંકા પર કોઇ સ્પીડ બ્રેકર ન હોવાથી અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં રાહદારીઓના મૃત્યુ થયા છે. તેમજ આ જ રોડ પર આવેલા આઇજીપીના બંગલાની દિવાલો સાથે અગાઉ બેકાબુ ભારે વાહનો અથડાઇને અકસ્માત સર્જયા છે. મંગળવારે બપોરે બનેલી…

Read More

લોકભાષા-ભુજ : ભુજ શહેરની મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરીમાં ધક્કા ખવડાવતા અરજદારોએ હલાબોલ કરતા મામલો ઉગ્ર બની જવા પામ્યો હતો. લોકોના આક્ષેપ મુજબ ભુજની મામલતદાર કચેરીમાં નિયત સમય મર્યાદા મુજબ કામો થતા નથી,સ્કૂલોમાં ફરજિયાત પણે શિષ્યવૃત્તિ, રાશન કાર્ડ સાથે કે વાય સી સહિતના મુદે આધારકાર્ડ અપડેટ કરાવવા જરૂરી હોવાથી દરરોજ ભુજ તાલુકા મામલતદાર કચેરીમાં અરજદારો ધક્કા ખાય છે.તેમ છતાં કામો થતા નથી.આજે ઉશ્કેરાયેલા અરજદારોએ ફરજ પરના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી.ધક્કામૂકી થતા ચેમ્બરનો કાચ તૂટી ગયો હતો. ભુજ મામલતદાર ભરત શાહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દરરોજ આધારકાર્ડ 70થી 80 બની રહ્યા છે જેમાં દરરોજ ટોકન આપવામાં આવે છે આજે…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાગોદર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર વી.એ.શેંગલને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાનમેર ગામે જીવણીસતી માતાજીના મંદીર ની સામે આવેલ ખુલ્લી જગ્યામા અમુક ઇસમો ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમે છે. પોલીસે બાતમીના આધારે રેઈડ ક૨તા જીવણીસતી માતાજીના મંદીરની સામે આવેલ ખુલ્લી જગ્યામા ગોળ કુંડાળુ વાળી ગંજીપાના વડે જુગાર રમતા આરોપીઓ ભરતભાઈ છગનભાઈ ગોહીલ ઉ.વ.૩૮ રહે.કાનમેર તા.રાપર કચ્છ, હરેશભાઈ જેસાભાઈ કોલી ઉ.વ.30 રહે.રહાડીપાટીયા (કાનમેર) તા.રાપર કચ્છ, રોહિત ડાયાભાઈ ખવાસ ઉ.વ.૩૮ રહે.કાનમેર તા.રાપર કચ્છ, ૨મજાન આમદ સમેજા ઉ.વ.૨૫ રહે.કાનમેર તા.રાપર કચ્છને રોકડા રૂપિયા ૧૧,૧૫૦, મોબાઈલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦, મોટર સાયકલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી…

Read More

લોકભાષા-આણંદપર : મલકુસ્તી પર બનેલી સલમાનખાનની ફિલ્મ દંગલ હિટ રહી હતી. પરંતુ કચ્છના અમુક ગામોમાં કુસ્તી એટલે કે બખ મલાખડો હજુ જીવંત છે. કચ્છ જીલ્લાના માંડવી, અબડાસા, લખપત અને નખત્રાણા એમ ચાર તાલુકાઓમાં મલીઓની સંખ્યા વધારે છે. આમ તો મલીઓ વારસાગત હોય છે. પરંતુ ખાસ કરીને હિન્દૂ અને મુસ્લિમ બને ધર્મમાં જે સંઘાર જ્ઞાતિ હોય છે. તેમા મલીઓ વધારે જોવા મળે છે. ઉપરાંત મુસ્લિમમાં બીજી જ્ઞાતિમાં પણ મલી બખ મલાખડો લડતા હોય છે. માંડવી તાલુકાના પીપરી ગામમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ તરીકેની જવાબદારી નિભાવતા અને ક્ષત્રીય સંઘાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર જણાવ્યું હતુ કે તેઓ વર્ષો સુધી મલી તરીકે રહ્યા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે, જેમાં, પ્રસ્તાવિત ભુજ-રાજકોટ વચ્ચેની નવી ટ્રેન સેવા અંગે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. આ પત્રમાં ચેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂક્યો છે. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના જણાવ્યા મુજબ, ચેમ્બરે કચ્છના વ્યાપારિક મહત્વને ધ્યાનમાં રાખીને, આ ટ્રેન સેવાને ટિમ્બર, નમક, પોર્ટ, સિરામિક ઉદ્યોગ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે વરદાન ગણાવી છે. તેમજ આ સેવા નિયમિત રીતે ઉપલબ્ધ થયેથી, માલ પરિવહનમાં પણ મદદરૂપ સાબિત થશે અને પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે એવી આશા…

Read More

લોકભાષા-ભુજ : પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે જોડી ઈ.કે.વાય.સી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત આવતા સપ્તાહથી ૪ લાખ ૪૫ હજાર કચ્છના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, તેમજ સમગ્ર કચ્છના 24 લાખથી વધુ અરજદારોને ઈ-કેવાયસી સાથે લીન્ક કરવામાં આવશે બીજી તરફ અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં થવાનો બનાવ સામે આવ્યો છે પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયાં હતા સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા હતાં.સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું હતુ.તદ્દન હલકી કક્ષાના ચણા ના કારણે બાળકોના આરોગ્ય…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે રેઈડ કરી ભૂગર્ભ ટાંકા છુપાવેલા ઇંગલિશ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બુટલેગ૨ નિલેશ ઉર્ફે ટીંકુ સોલંકીએ રહેણાંક મકાનમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેની હેરફેર કરવાની તૈયારી કરી રહ્યો હોવાની બાતમી મળતાં રેઈડ કરી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૩૬૭૨ સાથે આરોપીઓ નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી), દિપકભાઈ કાંતીલાલ ઠક્કર, મંગલ વિક્રમસિંગ નાયક, ૨મેશકુમાર નરનારામ ચૌધરી (જાટ)ને જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા ૭૩૬૮૦૦ સાથે ઝડપી લીધા…

Read More