Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : કન્ટેનર ટ્રેલર ચોરીના આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો આ અંગેની મલતી વિગતો મુજબ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પાર્ક કરેલા કન્ટેનર ટેલર નંબર જીજે 12 એયુ 8183 કિંમત રૂપિયા 20 લાખ સાથે આરોપી અક્રમ કાસમ ચાવડાને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પાર્કિંગમાં પાર્ક કરેલ કન્ટેનર ટ્રેલર નંબર જીજે 12 એયુ 8183 ચોરી થઈ હતી જે આરોપી ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન બાતમીના આધારે આરોપી અક્રમ કાસમ ચાવડા ઉંમર વર્ષ 22 રહેવાસી કિડાણા તાલુકો ગાંધીધામ ને આ કન્ટેનર…
લોકભાષા-ભુજ : નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નિત નીકળે છે. આ વર્ષ કચ્છમાં વરસાદ સારો પડ્યો છે અને હજુ પણ હવામાન ખાતા દ્વારસ તેમજ અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદ પડશે તેની આગાહી આપી રહ્યા છે. ગુજરાતમાં તેમજ કચ્છમાં પણ અમુક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. માઈ ભક્તોને વરસાદ ભલે આવે પણ માતાના મઢ માં આશાપુરા માતાજીને નિત મસ્તક નમાવવા જશું. હાલ પદયાત્રીઓ પગપાળા માતાના મઢમાં આશાપુરાના દર્શને ત્રણ દીવસ થયા નીકળ્યા છે.આ વર્ષ વરસાદ સો આની કરતા પણ ઉપર ગયો છે.હજુ પણ વરસાદ કેડો નથી મુકતો હાલ ગુજરાત બાજુ…
રાજકોટ,રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસ મેઘરાજેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કેટલાંક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટનાઓ બની હતી. પરંતુ, રાજકોટમાં તો નવી નક્કોર બિલ્ડિંગની જ છત ધરાશાયી થઈ ગઈ છે. લગભગ ૧૨૦૦ કરોડના ખર્ચે બનેલી એઇમ્સની કેન્ટિનની છત તૂટી પડતાં ત્યાં નાસ્તો કરી રહેલાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, રાજકોટની નવી બનેલી એઇમ્સની કેન્ટિનમાં લોકો નાસ્તો કરી રહ્યા હતાં, ત્યારે એકાએક પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થઈને નીચે પડી ગયો હતો. રાજકોટ એઇમ્સના સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા ઘણાં દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે છત પર ભેજ…
અમદાવાદ,ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે તેમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી તા.૩જી થી ૧૧મી ઓક્ટોબર અને મહેસાણા…
અમદાવાદ,નવરાત્રિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાય તે માટે સૂચના આપી છે. ગરબા-દાંડિયાના સમયને લઈને હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ આયોજકો સાથે મળીને વ્યવસ્થા કરી રહી છે. સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે. તેની સાથે-સાથે હોસ્પિટલો કે રહીશોને તકલીફ ના પડે તે જરૂરી છે.આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં નવરાત્રિની ૧૦મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે ૫ વાગ્યા સુધી…
ગાંધીનગર,ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી ૧૦૦ નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ૈંઝ્રેં ઓન વ્હીલ્સ માટેના નવા ૩૮ વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૧૦ નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે, નવી ૩૮ ૈંઝ્રેં ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા, હવે રાજ્યભરમાં ૮૩૮ જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં…
બોટાદ,બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરવામાં આવી છે. કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જસેશ ઉર્ફે જલો નાગર અને રમેશ સલિયાની ધરપકડ કરવામાં આવી છે. મુસાફરોને લૂંટવાના ઇરાદે ટ્રેક પર લોખંડનો ગર્ડર મૂકવામાં આવ્યો હતો. આમ ટ્રેન ઉથલાવવાનો હેતુ મુખ્યત્વે મુસાફરોને લૂંટવાનો હતો.બંને શખ્સો આર્થિક તંગીમાં આવી ગયા હોવાના લીધે આ ષડયંત્ર રચ્યું હતું. યુટ્યુબ પર વિડીયો જાેઈને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ટ્રેન કેવી રીતે લૂંટાય તે માટે યુટ્યુબ પર વિડીયો જાેયો હતો. રેલ્વે વિભાગની સાથે નેશનલ એજન્સીઓએ પણ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ રેલ્વે ટ્રેક વચ્ચે ગડર મૂકનારાની ધરપકડ કરી…
મહેસાણામહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં વડનગર,ખેરાલુ,સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.એસ આઈ ટી એ આ મામલે છેલ્લા ૧૦ દિવસમાં ૪૫ આરોપીને દબોચી લીધા છે.શુ છે આખું આ રેકેટ જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાંવડનગર,વિસનગર,ખેરાલુમાં અને સતલાસણા તાલુકામાં બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ આચરવાનું આ કૌભાંડ કોઈ ફિલ્મી કહાનીની કમ નથી.બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી…
સુરત,એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં દુર્વ્યવહાર કરવા બદલ એક મહિલાને ફ્લાઈટમાંથી બળજબરીથી ખેંચી લેવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો અને તેને તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો અને દાવો કર્યો કે મહિલાએ એક પેસેન્જરને ધક્કો માર્યો હતો અને ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેથી તેને ફ્લાઈટમાંથી હટાવી દેવામાં આવી હતી. સુરતથી બેંગ્લોર જઈ રહેલી આ ફ્લાઈટએર ઈન્ડિયા એક્સપ્રેસની હતી. અંદાજે ૨૪ સેકન્ડના વીડિયોમાં બે સુરક્ષાકર્મીઓ મહિલાને ખેંચીને લઈ જતા જાેઈ શકાય છે. જ્યારે ક્રૂ મેમ્બરોએ પેસેન્જરને ધક્કો મારવા અને દુર્વ્યવહાર કરવાનો વિરોધ કર્યો તો મહિલાએ હંગામો…
અમદાવાદ,અમદાવાદમાં ટ્રાફિકને લઈને વહીવટીતંત્ર વધુ સતર્ક થયું છે. તહેવારોની સિઝનમાં માર્ગો પર ટ્રાફિક વધ્યો છે. ત્યારે સામાન્ય નાગરિકો અને કર્મચારીઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓ સુધી ટ્રાફિક નિયમન લઈને તંત્રે વધુ કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને શાળાના સગીર વિદ્યાર્થીઓ કે જેઓ ટુ-વ્હીલર લઈને ફરતા હોય છે તેમના પર પોલીસની બાજ નજર રહેશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદની કેટલીક શાળાઓમાં આ મુદે ચકાસણી હાથ ધરાઈ હતી.આરટીઓ ટ્રાફિક વિભાગ ડીઇઓ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં ટ્રાફિક નિયમન અને શાળાઓમાં ટુ-વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓ…

