Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : ચુડવા મીઠીરોહર મીઠાઅગરિયા તથા પ્લોટધારકોએ દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા ગ્રીન હાઈડ્રોજન પ્લોટનો સૂચિત એપ્રોચ રોડ રદ કરવા અંગે કલેક્ટર કચ્છને અગરિયાઓના હિતમાં દરમિયાનગીરી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે યોગ્ય નહીં કરાય તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા વિસ્તારમાં સૂચિત ગ્રીન હાઈડ્રોજન પ્લોટ માટે નવા કોમન સૂચિત એપ્રોચ રોડનું ટેન્ડર 30/07-2024 ના બહાર પાડેલ છે જેની સામે સ્થાનિક અગરિયાઓ, પ્લોટધારકોએ સખતો વાંધો નોંધાવેલ છે કલેકટર કચ્છને આવેદનપત્ર પાઠવી આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખરેખર આ ટેન્ડર કોઈપણ જાતના નિયમો અને વાસ્તવિક સ્થળ સ્થિતિનું અવલોકન કર્યા વિના જ બહાર…

Read More

લોકભાષા-ભુજ : જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ના સુચારું આયોજનને લઈને શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઈકોન ટૉક-શૉ યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ ‌સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્યગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારું રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લાકક્ષા સુધીના સુચારું આયોજન ઉપર ભાર મૂકીને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિકાસ સપ્તાહ…

Read More

લોકભાષા-આણંદપર : નખત્રાણા તતાલુકાના નાના અંગીયા ગામના ખેડુત એવા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે મગફળીનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે. એક ઉનાળુ મગફળી તેમજ ચોમાસું મગફળીના પાકો લેવામાં આવે છે.જેમના વિસ્તારમાં બોરના પાણી મીઠા હોય છે. એવા ખેડુતો વર્ષમાં મગફળીના બે પાકો લેતા હોય છે.જે વિસ્તારોમાં બોરના પાણી નબળા હોય છે એ વિસ્તારના ખેડુતો ચોમાસું મગફળીનો એક જ પાક લેતા હોય છે.મગફળીના પાકને મીઠું પાણી મળે તોજ સારો પાક અને સોળ આની થતો હોય છે.એટલે નબળા બોરના પાણી વાળા ખેડુતો ચોમાસું મગફળી પાક એટલા માટે લે છે કે નબળા પાણી સાથે વરસાદી પાણી બેથી ત્રણ મળી જાય…

Read More

લોકભાષા-ગાંધીધામ : તાજેતરમાં ગાંધીધામ કો. ઓ. બેંકના ડાયરેક્ટરોની થયેલી બીન હરીફ વરણી બાદ બેંકના હોદેદારોની નિમણૂક કરવા માટે બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક મળી હતી જેમા ચેરમેન તરીકે પ્રેમભાઈ એસ લાલવાની અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ લખવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગાંધીધામની જુનામાં જુની સહકારી બેન્ક કે જે વર્ષ ૧૯૫૧માં કાર્યરત થયેલી ધી ગાંધીધામ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડની હેડ ઓફીસ આદીપુર-કચ્છ મધ્યે અને બ્રાન્ચ ઓફીસ ગાંધીધામ-કચ્છ અને સિંધુ બાગ, ગાંધીધામ-કચ્છ મધ્યે આવેલ છે કે જે નાના માણસોની મોટી બેન્ક ગણાય છે તે બેન્કની ૭૩મી વાર્ષિક સાધારણ સભા ગત તારીખ : ૨૯-૦૯-૨૦૨૪ના રોજ રવિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રભુદર્શન ઓડીટરીયમ હોલ, આદીપુર-કચ્છ…

Read More

લોકભાષા-ગાંધીધામ : નવરાત્રી દરમિયાન કેફીપીણુ પીધેલા સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે નોરતા દરમ્યાન ડ્રીંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કેફિપીણુ પીધેલા આરોપીઓ કરશન હરથાનભાઈ રબારી, રાહુલ કિર્તીભાઈ ઠક્કર અને પ્રવીણ શેખરભાઈ રેડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવરાત્રી તહેવાર નિમીતે દરેક પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને સુરક્ષા મળી ૨હે તે માટે શી ટીમની રચના કરવામાં આવી છે નવરાત્રી દરમ્યાન નિમણુંક કરેલ શી ટીમના કર્મચારીઓ દ્વારા ગાંધીધામ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં થતી ગરબીઓની આજુબાજુ પેટ્રોલીંગ દરમિયાન આરોપી શિવમ હરેશભાઈ પંડયા અને મયંક નિતીનભાઈ ગોરને કેફિપીણુ પીધેલી હાલતમાં ઝડપી…

Read More

ગાંધીનગર,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવતીકાલે એટલે કે રવિવારે અચાનક જ કેબિનેટ બેઠક બોલાવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં એક તરફ નવરાત્રીનાં તહેવારોની ઉજવણી શરૂ થઈ છે અને દિપાવલી સહિતના તહેવારોનો માહોલ પણ બનવા લાગ્યો છે તે સમયે જ એક અચાનક જ સર્જાયેલી રાજકીય ગરમીમાં ચર્ચા-અટકળોનું વાતાવરણ બન્યુ છે. હજુ બુધવારે જ રાજય કેબિનેટની બેઠક મળી હતી અને સામાન્ય રીતે દર સપ્તાહે આ પ્રકારે બુધવારે જ બેઠક મળે છે પણ રવિવારે બપોરે ૪-૩૦ કલાકે કેબિનેટ બેઠક બોલાવવાનું કંઈક અસામાન્ય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.મળતી માહિતી મુજબ, રાજયના એક સિનિયર મંત્રીએ આવતીકાલે ગાંધીનગર ખાતે સાંજે ૪.૩૦ કલાકે કેબિનેટ બેઠક મળનારી હોવાના…

Read More

લોકભાષા-ગાંધીધામ : જગતજનની માતૃશક્તિની આરાધનાના નવરાત્રી પર્વ દરમ્યાન રામલીલાના આયોજનની પરંપરા વર્તમાન સમયે પણ અકબંધ રહી છે. કચ્છમાં વિવિધ સ્થળો પર નવરાત્રિ નિમિત્તે રામલીલાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંધીધામ સંકુલમાં અગ્રવાલ સમાજ અને સર્વ સનામત ધર્મપ્રેમીઓના ઉપક્રમે છેલ્લા ૫૪ વર્ષથી રામલીલા અને દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે બીજા નોરતે શુક્રવારે રામલીલાનો દિપ પ્રગટાવી દબદબાભેર પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે વિઘ્નહર્તા ગણેશજીના પૂજન બાદ નારદ મોહ, શ્રવણનું મૃત્ય અને રાવણ અત્યાચારના પ્રસંગોનું મંચન કરાયું હતું. કલાકારોએ ભાવવાહી અભિનય સાથે પૌરાણાકિ પાત્રોને જીવંત બનાવ્યા હતા. રામલીલા નિહાળવા શક્તિનગર ગ્રાઉન્ડમાં ગાંધીધામ સંકુલમાંથી બહોળી સંખ્યામાં ભાવિકોનો સમૂદાયો ઉમટ્યો…

Read More

લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. અદાણી પોર્ટ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 એમએમટીનો ટાર્ગેટ હાથવેંતમાં હાંસલ કરવા પોર્ટ ટીમ ભારે ઉત્સાહિત છે. નોંધનીય છે કે ગત વર્ષે 28 ઓક્ટોબર, 2023ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પાછલા ક્વાટરમાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તદઉપરાંત અદાણી પોર્ટ્સ મુંદ્રા ખાતે સપ્ટેમ્બર માસમાં 1637 ટ્રેન થકી 1,84,000…

Read More

લોકભાષા-ગાંધીધામ : દેશના મહાબંદરગાહો ઉપર કામ કરતા કર્મચારીઓ અને કામદારો માટે બોનસની નવીનિતિને કેન્દ્રીય કેબિનેટએ મંજુરી આપી દીધી છે. જેથી દિવાળી પર્વ પહેલા બોનસની ચુકવણી થાય તે માટેના સંજોગો ઉજળા બન્યા છે ભારત સરકારનાં શિપિંગ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવેલી કામદારોને મળવા પાત્ર બોનસની સિલીંગ 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ગોદી મજૂર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો પોર્ટના લગભગ 20,704 કર્મચારીઓ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારોને થશે. તેમજ સમગ્ર સમયગાળા દરમિયાન દેશના મહાબંદરગાહો લગભગ રૂપિયા 200 કરોડનુ આર્થિક ભારણ વધશે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે 2020-21 થી 2025-26 ના…

Read More

લોકભાષા-ભુજ : રાજ્ય સરકારના આદેશ અનુસાર હાલ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ તેમજ સફાઈ ઝુંબેશ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે તા. ૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ભુજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, ટાઉનહોલ, જ્યુબીલી સર્કલ, જી.કે. જનરલ હોસ્પિટલ સુધી જાહેરમાં ગંદકી કરતા ઇસમો ને દંડ કરવામાં આવેલ હતું. અંદાજીત ૨૭ જેટલા ઇસમોને દંડ કરવામાં આવ્યું હતું ને આશરે કુલ ૫૪૦૦-૫૫૦૦ જેટલો દંડ વસુલવામાં આવ્યું હતું. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે. જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ…

Read More