Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાથી ચોરાયેલી આઠ બાઈક સાથે લાકડીયા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી કરી કુલ-૦૮ મોટરસાયકલ સાથે એક આરોપીને લાકડીયા પોલીસે ઝડપી ઝડપી પાડ્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ લાકડીયા પોલીસ સ્ટેશનના ટેકનીકલ સર્વેલન્શની ટીમ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના મો.સા. સાથે મળી આવતા તેની પુછપરછ કરતા તેના કબજામાંથી કુલ-૦૮ મોટરસાયકલ કિંમત રૂપિયા 1.95 લાખ મળી આવતા આરોપી જયેશ રમેશ કોલીની અટકાયત કરી મુદ્દામાલને BNSS કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ-કંડલા બંદર વિસ્તાર એક મહત્વપૂર્ણ આર્થિક ઝોન છે, જ્યાં છેલ્લા દાયકામાં વસ્તી અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે, પૂર્વ કચ્છના આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી પોસ્ટલ સેવાઓની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, અમદાવાદ સ્થિત મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ સમક્ષ પત્ર પાઠવી પોસ્ટલ સેવાઓની ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા અપીલ કરાઇ છે. આ અંગે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવેલ કે, સંકુલની પોસ્ટલ કચેરીની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો, અંદાજે ૧૫ જેટલા પોસ્ટમેનની જગ્યાએ માત્ર ૪ પોસ્ટમેન કાર્યરત છે તેમજ, વહીવટી કચેરીમાં…
લોકભાષા-ગાંધીધામ : સમગ્ર કચ્છમાં રસ્તા પર ભટકતા ગોવંશ કે ઢોરોની મોટી સમસ્યા છે તમામે ગામ અને શહેર આ વિશે સ્થાનિક તંત્રને અનેક રજૂઆત અને આવેદનો અવારનવાર આપતા રહે છે. રસ્તે ભટકતા આખલાઓના કારણે અનેક મહામૂલ જિંદગી હોમાઈ હોવાના બનાવ બની ચૂક્યા છે. હાલ રાપરમાં બે આંખલાની લડાઈમા વેપારી અગ્રણીનો ભોગ લેવાયો છે. ગાંધીધામ સ્વચ્છ અભિયાન સમિતિના સંયોજક કુમાર રામચંદાણી દ્વારા રસ્તે રખડતા ઢોરોની સમસ્યા વિશે એક આવેદનપત્ર કલેક્ટર કચ્છને પાઠવ્યું હતું જેમાં ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોને નિયંત્રિત કરવા નગરપાલિકા અને કલેક્ટરને રજુઆત કરી હતી. સમગ્ર કચ્છમા નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધતી…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરળીકરણ પ્રક્રિયા અંગેના આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે કંડલા કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાથે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સભાગૃહમાં યોજાયેલા આ સેમિનારમાં, કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોર્ટ અધિકારીઓ, શિપિંગ લાઈન્સના પ્રતિનિધિઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું હતું કે. કસ્ટમ્સના નવા સી કાર્ગો મેનિફેસ્ટ એન્ડ ટ્રાન્સ શિપમેન્ટ રેગ્યુલેશનના મુખ્ય મુદ્દાઓ પૈકી, નવા નિયમોનું મહત્વ, આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવો, કાર્ગો ટ્રેકીંગમાં સુધારો, પારદર્શિતા વધારવા અંગે મુખ્ય આવી…
લોકભાષા-ગાંધીધામ : કચ્છમાં બપોર બાદ અમુક વિસ્તારમાં વાતાવરણ બદલાયું હતું અને માવઠું વરસતા અનેક વિસ્તારોમાં માર્ગ ઉપર પાણી વહી નીકળ્યા હતા તો અમુક વિસ્તારોમાં તો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવી અને અબડાસા પંથકમાં બપોર બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યુ હતું એક તરફ અસહ્ય ગરમીથી શેકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે માંડવી અને અબડાસા પંથકમાં વરસાદ વરસ્યો હતો અમુક વિસ્તારોમાં તો પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જાણે ચોમાસું હોય તેવું માહોલ સર્જાયો હતો. જોકે આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે ખાસ કરીને બાગાયતી પાકમાં નુકસાન થાય એમ મનાય છે બદલાયેલા વાતાવરણ બાદ…
લોકભાષા-ગાંધીધામ : કચ્છના આડેસરમા નવરાત્રીના ગરબામાથી પરત આવતી 18 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આડેસર પોલીસ મથકે ભોગ બનનારે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતાં આ મામલે પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે થોડા દિવસ અગાઉ નવરાત્રીના ગરબામાંથી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને ચક્કર આવતા તે માર્ગની બાજુમાં બેસી ગઈ હતી. ત્યારે બે લોકો યુવતીને પાણી પીવડાવા માટે કારખાનામાં સાથે લઈ ગયા હતા, જો કે થોડીવાર બાદ કારખાનાનો માલિક ત્યા આવ્યો હતો અને બે લોકોને…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર થતા ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા દ્વારા પ્રોહીબીશન બુટલેગ૨ શિવરાજસિંહ મદનસિંહ શેખાવત વિરુધ્ધ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટર કચ્છ ભુજ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતને પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. આરોપી શિવરાજસિંહ મદનસિંહ શેખાવત ઉ.વ.૪૩ ૨હે.બાગ્રેશ્રી પામ્સ સોસાયટી, ગળપાદર તા.…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ કંડલામાથી સી.પી.યુ તેલ ચોરી ક૨તા બે આરોપીઓને ૭૦૦ લીટર સી.પી.યુ તેલ સાથે ઝડપી લીધા હતા. એલ.સી.બીની ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન અમુક આરોપીઓ ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સી.પી.યુ તેલની ચોરી કરી આ ચોરીનુ તેલ એક નંબર વગરની ટાવેરા કારમાં ભરેલ છે અને આ ટાવેરા કાર કેશર કંપની પાસે આવેલ પાર્કીંગમાં ઉભેલ છે તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બીની ટીમ દ્વારા આ જગ્યાએ રેઈડ કરી હતી અને ટાવેરા કારમાં તપાસ કરતા સીપીયુ તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જગદીશ રાજાભાઈ વીરડા, તુફેલ ઇલીયાસ કોરડીયાને સી.પી.ઓ તેલ લીટર-૭૦૦ કિંમત રૂપિયા ૬૬,૫૦૦, નંબર…
લોકભાષા-ગાંધીધામ : પધ્ધર પોલીસે કનૈયાબે સીમમા આવેલા મોબાઇલ ફોન ટાવરની બેટરી ચોરીના આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. રામસંગજી સોઢા તથા પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને સયુક્ત બાતમી મળી હતી કે, કનૈયાબે સીમ વિસ્તારમાં આવેલ મોબાઇલ ફોન ટાવરની બેટરી ચોરીને અંજામ આપનાર અને ચોરી સમયે સ્થાનિકેથી કબ્જે કરવામાં આવેલ મોટર સાઇકલ રજી.નંબર-GJ-12-HC- 2061નો માલિક અલ્તાફ અલ્લારખા શેખ રહે. કનૈયાબે તા.ભુજ વાળો અંજાર ખાતેથી પોતાના ગામે આવવા સફેદ કલરની રિક્ષામાં બેસી નિકળી ગયેલ છે જેથી તેને પકડી પાડવા કનૈયાબે ગામથી ખોખરા જતા રોડ…
લોકભાષા-આણંદપર : ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામે છેલ્લા ૧૦૫ વર્ષથી ગામના મુખ્ય ચોકમાં ચાચર ચોકમાં માતાજીની આરતી સ્તુતિ સાથે નવરાત્રીની શરૂઆત કરવામાં આવે છે.આ ચોકમાં પ્રાચીન અર્વાચીન ગરબા ગાઈ ને રમઝટ બોલાવવામાં આવે છે.આ નવરાત્રીમાં લક્ષ્મીનારાયણ સમાજ,સતપંથ સમાજ અને મહાજન સમાજ દ્વારા સંયુક્ત આયોજન કરી અને ગામ લોકો હર્ષભેર આ નવરાત્રીમાં મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે. બહેનો અને ભાઈઓ અલગ અલગ રમીને રાસ અને ડાંડિયારાસ રમવામાં આવે છે. દુહા છંદ ગાઈને જીતુભાઈ ઠક્કર, રાજુભાઈ રામાણી, સરલાબેન રામાણી, નીતિન ઠક્કર, સૌરભ રામાણી, રાજુ માવાણિ, સચિન લીંબાણી, કિરણ દરજી લોકોને ડોલાવી રહ્યા છે. વર્ષોની પરંપરા આજે પણ દેશલપરના ગ્રામ વાસીઓએ…

