Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભારત સરકારના “મિશન શક્તિ” યોજના હેઠળ પેટા યોજનાઓ અંતર્ગત “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કિશોરીઓ/મહિલાઓના શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો તેમજ સ્વાસ્થ્ય સબંધિત બાબતો આવરી લેવામાં આવતી હોય છે. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીના નેજા હેઠળ ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારમાં ગણેશપર ગામે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” સપ્તાહની ઉજવણી તથા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે એક નવતર પહેલના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશપર ગામે DHEWની ટીમ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામની ૦ થી ૬ મહિના સુધીની કુલ ૭…
લોકભાષા-ભુજ : ૩૦ ગાયના પાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવનારા ભચાઉ તાલુકાના ચોપડવાના જીતેશકુમાર વિનોદભાઇ વેલાણી વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા બાદ હાલ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, ધાણા, મગફળી, એરંડા જેવા પાકનું ઉત્પાદન કરીને નોંધપાત્ર આવક મેળવતા થયા છે. એસ.વાય બી.કોમ સુધીનો અભ્યાસ કરેલા ખેડૂત જીતેશકુમાર વેલાણી જણાવે છે કે, પહેલા હું રાસાયણિક ખેતી કરતો હતો પરંતુ આ પધ્ધતિમાં રાસાયણિક ખાતર અને જતુંનાશક દવાઓ પાછળ વધુ ખર્ચ થઇ જતો હતો. રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ખેતીમાં ખૂબ જ સમસ્યા થતી હતી. રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જતો, નિંદણ પણ વધારે ઊગી નીકળતા મજૂરી ખર્ચ વધુ થતો હતો. જમીનનું બંધારણ…
લોકભાષા-ગાંધીધામ : રવિવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજ અને નખત્રાણા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો બપોરે ૪થી ૬ વાગ્યાના અરસામાં ભુજમા બે અને નખત્રાણામા એક ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાનો ચાલુ થયો હતો. ભુજ, માંડવી અને અબડાસા પંથકના નખત્રાણા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે શહેરીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જ્યારે ગામડાઓમાં પણ પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને બપોરે ભુજ નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો આગાહી તો નવરાત્રીમા વરસાદ પડવાની…
લોકભાષા-ભુજ : ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ગરીબ નહી પણ ઉદ્યમી મહિલાઓને સંગઠિત કરવા તેમને તાલીમબદ્ધ કરવા અને આજીવિકા સાથે જોડાણ કરી તેમને સ્વાવલંબી અને સશક્ત કરવાનો તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ધ્યેય હતો. આ ધ્યેયને સાર્થક કરવા તેમણે ગુજરાત રાજયના તેમના કાર્યકાળ દરમિયાન મહિલાઓના સ્વાવલંબન તથા રોજગાર માટે સખી મંડળોની શરૂઆત કરાવી હતી. નાના પાયે જ્યોત સ્વરૂપે શરૂ થયેલા સખી મંડળો હાલે વિશાળ જ્યોત બનીને સરહદી કચ્છમાં પણ પ્રજવલિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તાર મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી અત્યારસુધી કચ્છ જિલ્લામાં કુલ ૭૦૦૦ થી વધુ સખી મંડળ…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉના વામકા નજીક વાડી વિસ્તારમાથી પાંચ લાખનો વિદેશ દારૂ ઝડપાયો હતો પૂર્વ કચ્છ એલ. સી. બીએ ત્રણ આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા, ગોપાલ પુનારામ બીન્નોઈ, મનોહરલાલ કિષ્નારામ બીજોઈને વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો કુલ કિંમત રૂપિયા ૫૦૦૮૧૪, ઇનોવા કાર નં-જીજે-૧૮-બીસી-૬૦૫૫ કિંમત રૂપિયા એક લાખ, બલેનો કાર નંબર વગરની કિંમત રૂપિયા ચાર લાખ, મોબાઈલ ફોન…
લોકભાષા-ગાંધીધામ : શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે અસુરો ઉપર દૈવી શકિતના વિજયના પ્રતિક દશેરા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીધામના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જયશ્રી રામના નારાઓ સાથે ટાગોર રોડ ઉપરના ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચી હતી જયા રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ દશેરા મહોત્સવમા રાવણનુ ૬૫ ફૂટનુ જ્યારે કુંભકરણ અને મેઘનાથનુ ૫૦-૫૦ ફુટના પુતળા બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, સુરેશભાઈ ગુપ્તા, નગરપાલિકાના…
લોકભાષા-ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા ખાતેના પોર્ટ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર વેસલ લંગારવામા આવ્યુ હતું. એમવી મુન્દ્રા એક્સપ્રેસ નામના આ વેસલની લંબાઈ 350 મિટર છે જ્યારે તેની ક્ષમતા 10,000 ટીયુઈએસ છે આ વેસલનુ કંડલા બંદરે બર્થિંગ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો સાથે દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ દરિયાઈ ક્ષમતાઓને વધારવામાં એક મોટી છલાંગ લગાવી હતી.
લોકભાષા-નખત્રાણા : સરકાર આપને દ્વાર અંતર્ગત નખત્રાણા ખાતે નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શહેરી વિસ્તારમાં આ દસમો તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નખત્રણા વેપારી મંડળના હોલ ખાતે યોજાયેલ.આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓ એક જ જગ્યાએ શહેરીજનોને વિવિધ યોજનાના લાભો મળી રહે અને સરકારી અલગ અલગ કચેરીઓમાં કામ માટે ના જવું પડે તે વિલબ વગર કામો થાય છેવાડાનો માણસ પરેશાન ન થાય તેવા ઉદ્દેશ્યથી સરકાર આપની દ્વારા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ, કુપોષિત બાળકોના આહાર માટે આઈસીડીએસ કચેરી દ્વારા પોષણ અંગેની સમજ આપવામાં આવેલ…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે એસ્પિરેશનલ બ્લોક રાપર અને લખપત તાલુકાના સર્વાંગી વિકાસ માટે આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન’નો સમાપન સમારોહ યોજાયો હતો. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરના ધારાસભ્યએ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા પગલાઓની સરાહના કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાપર અને લખપત તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા નિયત ઈન્ડીકેટર્સથી ઓછો વિકાસ ધરાવતા તાલુકાનો આ અભિયાન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. રાપર અને લખપત તાલુકામાં સંપૂર્ણતા અભિયાન…
લોકભાષા-ગાંધીધામ : નવરાત્રિના નવમા નોરતા નિમિતે નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના લોક લાડીલા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક ધારા ધોરણ તેમજ અત્યાધુનિક ટેક્નોલૉજી સાથે સુસંગત થઈને પશુપાલન કરીયે જેથી દૂધ માં વધારો થાય તેથી પશુપાલકો ને ફાયદો થાય. તેમજ દેશી ગાયનું મહત્વ તેમજ પશુ સંવર્ધન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે નિરોણા…

