Author: Nidhiresh A Raval

લોકભાષા-આણંદપર : આ વર્ષ કચ્છમાં વરસાદ સારો પડતા વગડાઓમાં ઘાસ ચારો સારા પ્રમાણમાં ઉગી નિકળ્યો છે. આ ચારો શિયાળાના ચાર મહિના સુધી ચાલતો હોય છે. પશુઓ ત્યાં સુધી ચારણ કરતા હોય છે. જયાં સુધી વગડામાં ચારો હોય છે. ઉનાળાની શરૂઆત થતા જ પશુઓ માટે પશુપાલકોને ચારા માટે તકલીફ પડતી હોય છે. ત્યારે સીમમાં પણ ચારો ખુટવાથી પરેશાની ભોગવવી પડે છે. વગડામાં ચારો ખૂટતાની સાથેજ ચારાના ભાવો પણ વધારે થઈ જતા હોય છે. જેથી કરીને ભાવો વધારે દેવા પડતા હોય છે. મગફળીનો ચારો પશુઓ માટે એકદમ માફક આવતો હોય છે. મગફળી(કોટી)નો ચારો પશુઓ માટે સારો હોય છે. ખેડૂતો દ્વારા વર્ષમાં મગફળીનું…

Read More

લોકભાષા-ભુજ : જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નવી ખોલવાની સરકારી વાજબી ભાવની દુકાનો, ટેકાના ભાવે ખરીદી, મર્જ એફપીએસ અન્વયેની દરખાસ્ત, સમિતીની બહાલી અન્વયે દુકાનોનું જાહેરનામું બહાર પાડવાની કાર્યવાહીની વિગત, ઇ-ટ્રાન્ઝેકશનની સમીક્ષા, તકેદારી સમિતિની બેઠક તથા પુર્નરચના, ઇ- કેવાયસી વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાજરીના ટેકાના ભાવે ખરીદી માટેના કેન્દ્રો, રજિસ્ટ્રેશન તથા અન્ય સંલગ્ન બાબતની વિગતો રજૂ કરવામાં આવી હતી. મર્જ એફપીએસ અન્વયેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે સમિતિમાં મળેલી બહાલી અન્વયે કચ્છ જિલ્લામાં કુલ ૭ દુકાનોનું જાહેરનામું…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાના પાણી વેપલાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગાંધીધામમા કોંગ્રેસના આગેવાનોએ પાણીના ટાંકા ઉપર પહોંચી મીલીભગતને ઉજાગર કરી છે, જોકે હવે વહીવટી તંત્ર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર છે. કોંગ્રેસ દ્વારા પ્રજાની ફરિયાદને આધારે ગાંધીધામ નગરપાલીકા હસ્તકના આદિપુર ખાતે આવેલા પાણીના ટાંકા ઉપર પહોંચી સત્તાધીશો દ્વારા ખુલ્લેઆમ સરકારી પાણીના વેપલાનો ભાંડા ફોડ કર્યો હતો. શહેરજનોની પુરતું પાણી નથી મળતું અને નગરપાલીકાના સત્તાધીશોની મહેરબાનીથી પાણીનો વેપલો કરી રહ્યા છે. ગાંધીધામ કોંગ્રેસ આગેવાનો નગરપાલીકાનુ ટેન્કર આદિપુર મધ્યે રેલ્વે કોલોનીના સંપ ખાતે પાણી ઠાલવી રહ્યુ હતું ત્યાં પહોંચી ગયા હતા અને ટેન્કર ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડ્રાઈવર…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીએ અંજાર જીઆઈડીસીમાંથી ગેર કાયદેસ૨ ૨ીતે ચોરી-છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી પાડયો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ કચ્છ એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દ૨મ્યાન બાતમી હકીકત મળી હતી કે જીજે-૧૨-એક્સ-૨૦૯૧ વાળા વાહનમાં ખેતીલાયક યુરીયા ખાતર ભરેલ છે. જે હાલે જી.આઈ.ડી.સી. વિસ્તાર અંજારમાં લક્ષ્મી પોલીમર્સમાં ખાલી થઈ રહ્યુ છે આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે રેઈડ કરતા નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે આરોપી વિનોદભાઈ જયંતીલાલ લીંબાણીની પુછપરછ ક૨તા આ નીમ કોટેડ યુરીયા ખાતરનાં જથ્થાના કોઈ આધાર પુરાવા ન હોય પોલીસ તેની…

Read More

લોકભાષા-ગાંધીધામ : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મનોજસિંહ ઉર્ફે પપુ ભાસકરસિંહ રાજપુત મુંબઈથી ટ્રેન મારફતે મોટી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લાવેલ છે અને તેના મળતીયા આરીફ ચોહાણ સાથે મળી આ જથ્થાને સગેવગે કરવાની ફીરાકમાં છે અને તે બન્ને હાલે ક્લીક હોટલની પાસે રોડ પર છે. આ બાતમીના આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની તથા ૧ લીટરની કુલ્લે બોટલો નંગ-૯૦ કિંમત રૂપિયા ૫૭,૯૮૩, મોબાઇલ ફોન નંગ ૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ સાથે આરોપી આરીફ ઓસમાણ ચોહાણ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે…

Read More

લોકભાષા-ભચાઉ : ભચાઉ પોલીસે બાતમીના આધારે પાંચ ચોરાઉ બાઈક સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા. ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ. ડી. સિસોદિયાની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે કરીમશા મોહમદશા શેખ તથા વિભા દેવરાજ રબારી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ત્રણેય સાથે મળીને પોતાના રહેણાંક મકાન સામે આવેલ ખુલ્લા વાડામાં અમુક મોટર સાઈકલો ચોરી અથવા છળકપટથી મેળવી છુપાવી રાખેલ છે. ભચાઉ સર્વલન્સની ટીમે બાતમીના આધારે તપાસ કરતા પાંચ મોટરસાયકલ મળી આવતા આરોપીઓ કરીમશા મોહમદશા શેખ ઉ.વ.૨૨ રહે. જી.ઈ.બી સર્કલ પાછળ ભચાઉ કચ્છ, વિભા દેવરાજ રબારી ઉ.વ.૧૮ ૨હે…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેરની મધ્યમાંથી પસાર થતા ટાગોર રોડ ઉપરના ઓવરબ્રિજ પહેલેથી જ અનેક વાદવિવાદમાં રહ્યો છે લાંબા સમયના વિલંબબાદ કાર્યાન્વિત થયેલ આ ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠ્યા હતા ત્યારે ઓવરબ્રિજની સાઈડમાં લગાવેલો પાઇપ નીચે પડતા દુર્ઘટના ટળી હતી પરંતુ સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપર નીચેથી કોઈ પસાર થયું હોત તો આ અકસ્માત જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ હતો સદનસીબે આવી કોઈ ઘટના બની નથી. ગાંધીધામની મધ્યમાંથી પસાર થતાં આ ઓવરબ્રિજની કામગીરી સામે પહેલેથી જ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે થોડા વખતમાં જ આ ઘટનાએ ગુણવત્તા યુક્ત કામગીરી થઈ ન હોવાની જાણે સાક્ષી પુરાવી હોય તેમ મનાઈ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ નજીકની પ્લાયવુડ કંપની તરફ જતા માર્ગને ખોદી અવરોધ ઉભો કરતા હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા આ અંગે મળતી વિગતો મુજબ ભચાઉ નજીક આવેલી પ્લાયવુડ કંપની તરફ જતા માર્ગને ખોદી પ્લાયવુડ કંપનીઓના ઉદ્યોગપતિઓને પરેશાન કરવામાં આવતા હોવાની ભચાઉ પોલીસ મથકે પ્લાયવુડ કંપનીના સંચાલક દ્વારા તાજેતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે ઘણા સમયથી વિવિધ ચાલી રહ્યો છે ત્યારે પ્લાયવુડ કંપનીના માલિક દ્વારા વિધિવત ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ રફીક રમજુ રાયમા, શબ્બીર કેશર નારેજા, અબ્દુલ મામદ લંધા, અક્રમ કરીમ ધોના અને સમીર…

Read More

લોકભાષા-ભુજ : ગુજરાત સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં કરેલા વિકાસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના વિકાસના વિઝનનો સૌથી વધુ લાભ કચ્છ જિલ્લાને મળ્યો છે. આજે કચ્છ જિલ્લો પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઊભરી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વર્ષ ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું…

Read More

લોકભાષા-ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યું છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ટાઉનહોલની દીવાલોને વિવિધ થીમ આધારીત ભીંતચિત્રોથી સજાવાઇ છે. આ ભીંતચિત્રોમાં ભારત, ગુજરાત તથા કચ્છના પ્રખ્યાત સ્થળોની ઝાંખી તથા દેશની વિવિધ સિદ્ધિઓને કંડારેલી જોઇ શકાય છે. ભીંતચિત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેટ્રો ટ્રેન, ભુજ સ્વામીનારાયણ મંદિર, દેશના બંદરો, ગિરનારની રોપ-વે, સફેદ રણ, સ્મૃતિવન, ક્રાંતિતીર્થ, સોલાર પાર્કને નિહાળી શકાય છે. આ ભીંતચિત્રોના માધ્યમથી નગરપાલિકાએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત નાગરિકો પ્રયાસરત રહે તેવો સંદેશો પાઠવ્યો હતો.

Read More