Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : કચ્છના ધોરડો નજીક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી આશરે દશ જેટલા રિસોર્ટના પાક બાંધકામો હટાવાયા હતા. લીજ ઉપર આપેલી જમીન પરત લીધા બાદ સવારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી પાકા બાંધકામ ઉપર વહીવટીતંત્રનુ બુલડોઝર ફર્યુ હતુ ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટના પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી હતી અને નોટિસ આપ્યા બાદ સોમવારે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે 10 જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. દેશ વિદેશમાં પ્રસિદ્ધ ધોરડો સફેદ રણ નિહાળવા લોકો અહીં આવતા હોય છે. આગામી નવેમ્બર માસથી…
લોકભાષા-ગાંધીધામ :રાપરમાં ખાતરની સમસ્યા ખેડૂતોને રડાવે છે વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સવારે લાઈનમાં ઉભા રહ્યા પછી પણ ટોકન ઉપર ખાતરનુ વિતરણ કરવામાં આવે છે અપૂરતા ખાતરને કારણે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે કિસાનો દ્વારા વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી ગયા પછી પણ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે થોડા વખત અગાઉ આ સમસ્યાના કારણે ખાતર વિતરણ કરતી મંડળી ઉપર ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું જોકે આ સમયે તો નેનો ફરજિયાત આપવામાં આવતુ હોવાની પણ ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી પરંતુ…
લોકભાષા-ગાંધીધામ :કચ્છમાં પોલીસ દ્વારા સંભારણા દિન નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ અને ભુજ ખાતે પોલીસ સંભારણા દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શિણાય ખાતે હેડક્વાર્ટરમાં શહીદ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર, ડી. આર. ભાટિયા, મુકેશ ચૌધરી, સાગર સાંબડા ઉપરાંત પીઆઇ અને પી.એસ.આઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સંભારણા દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ભુજ ખાતે શહીદ સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ…
લોકભાષા-ગાંધીધામ : માધાપર ખાતે એક જ સમાજના બે જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચકીઓ હતો અને પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ માધાપર ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી બે જૂથ આમને સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો એકત્ર થયેલા લોકો મોટી સંખ્યામાં હોવાથી પોલીસ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને સમજાવી પરત મોકલી આપ્યા હત જોકે આ બાબતે પોલીસ મથકે કોઈ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી રાત્રિના સમયે બનેલી આ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે ગાંધીધામ કાર્ગો પી.એસ.એલ. ગલી નંબર-૨ માં ખુલ્લી જગ્યામાં જાહેરમા ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમે છે પોલીસે બાતમીના આધારે રેઈડ કરી આરોપીઓ સત્યમ બીરસિંગ પાલ ઉ.વ.-૨૪ રહે-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, સંદિપ શંક૨ મહતો ઉ.વ-૧૮ રહે.-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ! શંકર બિજય કેવટ ઉ.વ-૩૦ ૨હે-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, બબલુકુમાર અર્જુન પાસવાન ઉ.વ-૨૨ ૨હે- કાર્ગો પી.એસ.એલ ઝુંપડા ગાંધીધામ, અબલાખ હરપ્રસાદ પાલ ઉ.વ-૪૭ ૨હે- કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, મિથુન રામવિલાસ ડેવટ ઉ.વ.૩૨ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, રોહિત દિનેશ તાતિ ઉ.વ.૧૮ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, ગોરેલાલકુમાર મુરારી કેવટ…
લોકભાષા-ગાંધીધામ : અંજારના આશાબા વે-બ્રીજ પાસેથી થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી લીધા હતા. આ અંગની મળતી વિગતો મુજબ અંજાર પોલીસ અંજાર શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીઓ માનવ શૈલેષભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે.સોનીબજાર બાજુમાં માંડવી ભુજ અને રવિ વિપુલભાઈ પટેલ ઉ.વ.૩૩ રહે. અંજાર મોમાયમાતાના મંદીર પાસે અંજારને ઝડપી પાડ્યા હતા. અંજાર પોલીસે આરોપીના કબ્જામાંથી પેસન પ્રો.મોટરસાયકલ રજી નં. જી.જે-૨૭ એ.કે.૫૭૩૩ કિંમત રૂપિયા ૩૦૦૦૦ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે કંડલા નજીકથી બિનવારસુ વિસ્ફોટક પદાર્થના ફુટેલ બુલેટને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે હકિકત મળી હતી કે, કંડલાથી તુણા તરફ જતા હાઇવે ઉપર આવેલા પુલ નિચેથી પાણીનુ વહેણ ચાલુમા છે જે પુલ નિચેના ભાગે પુલની ઉત્તર તરફ પાણીમા અંદરના ભાગે એક પ્લાસ્ટીકના કોથળામા ફુટેલ બુલેટનો જથ્થો પડેલ છે જેથી એસઓજીએ આ જગ્યાએ જઇ તપાસ કરતા પ્લાસ્ટીકનો કોથળો મળી આવેલ હોય જે બહા૨ કાઢી ચેક કરતા તેમાથી ફુટેલ અલગ અલગ સાઈઝના બુલેટ મળી આવ્યા હતા. તમામ ફુટેલ બુલેટ પણ પાણીવાળા ભીનાશ પડતી હાલતમા હોય જે ફુટેલ બુલેટના જથ્થાનો વજન…
લોકભાષા-ગાંધીધામ : નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારના લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. ગુરુકુળ યુથ કલબ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સંબોધી પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વોર્ડ ૯ (ગુરુકુલ) અને આસપાસના વિસ્તારોમાં નગરપાલિકાની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુકુલ અને આસપાસના વિસ્તારમાં ઘણા રસ્તાઓ ખરાબ હાલતમાં છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે હલનચલમાં ભારે મુશ્કેલી આવે છે. તાત્કાલિક માર્ગોની મરામત અને પુનઃનિર્માણની કામગીરી જરૂરી છે. આ વિસ્તારમાં પાણી વિતરણની ખોરંભે ગયેલી વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે ગુરુકુલ…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી ,આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજ શહેર સહિતના તમામ શહેરોમાં દિવાળી તહેવારને અનુલક્ષીને સાફ-સફાઇ અંગે રજૂઆત કરી એકશન પ્લાન બનાવવા તાકીદ કરી હતી. લખપત તાલુકામાં વર્તમાન પાણીનો પ્રશ્ન…
લોકભાષા-ભુજ : ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભપાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300/- નું બોનસ આપવામાં આવશે. નોંધણી…

