Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે, ફરીથી સરકાર અને સંબંધિત અધિકારીઓને પૂર્વ કચ્છમાં સીએનજી સ્ટેશનની તાત્કાલિક સ્થાપનાની અપેક્ષા સાથે ગંભીર રજૂઆત કરી છે. આ વિસ્તારના ઉદ્યોગો અને સ્થાનિક જનતા માટે સીએનજીની સુવિધાઓના અભાવને કારણે ઉભી થયેલી તકલીફોને ધ્યાનમાં લેતા, ચેમ્બર આ સમસ્યાનો તરત ઉકેલ લાવવા અપીલ કરી રહી છે. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે વિસ્તારના ઉદ્યોગો અને નાગરિકો આગળ પડતી સમસ્યાઓ અંગે જણાવ્યું હતું કે, પુર્વ કચ્છ, ખાસ કરીને ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તારોમાં, ઘણા મોટા લોજિસ્ટિક અને ઉદ્યોગ સંકુલો સ્થિત છે, જે દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને મશીનો માટે સીએનજીની જરૂરિયાત ધરાવે છે. આ ઉપરાંત, આ વિસ્તારનો…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાં દર વર્ષે દીપોત્સવ પહેલા ફટાકડા બજાર ઊભી કરવામાં આવે છે ગાંધીધામ ફટાકડા એસોસિએશન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે અમુક વેપારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ વર્ષે પોતાની મનમાની ચલાવતા એસોસિયેશનના અમુક આગેવાનો સામે વેપારીઓએ બાયો ચડાવી છે અને અલગ બજાર ઉભી કરવાનું પણ નક્કી કર્યું છે. ગાંધીધામ ફટાકડા એસોસિયેશન દ્વારા સ્ટોલ માટે તગડી ફી લેવામાં આવે છે પરંતુ સટોલની ફાળવણીમાં મનમાની કરવામાં આવે છે ત્યારે મામલતદાર દ્વારા ઊભી થનાર ફટાકડા બજારમાં સ્ટોલનો ડ્રો કરી તમામ વેપારીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી ઉઠી રહી છે અમુક લોકો દ્વારા ફટાકડા બજારમાં બજારના પ્રવેશ સ્થળો…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ પશ્ચિમ રેન્જ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વન્ય પ્રાણીના માસ સાથે ઝડપી લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અંર્તગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છ પશ્ચિમ વન વિભાગની ભુજ પશ્ચિમ રેન્જ હેઠળ આવેલ દેશલપર રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવેલ ચાડવા રખાલમાં ભુજ (૫) રેન્જના સ્ટાફ દ્રારા રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન આરોપી મામદ આમદ સમા શંકાસ્પદ રીતે મોટરસાઈકલ સામાન લઈ જતો હોઈ ભુજ પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્રારા અટકાવી પુછપરછ કરતા તે ઇસમ પાસેથી મોટરસાઈકલ પર વન્યપ્રાણીનું અંદાજિત ૮ (આઠ) કિ.ગ્રા. માસ મળી આવતાં તેની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો આરોપી પાસેથી મોટરસાઈકલ વાહન રજી. નં. Gj 12 DL 5227, છરી નંગ-૧ તથા…

Read More

લોકભાષા-ભુજ : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા માંડવી ખાતે પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ સહિત ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તે માટે “પર્યટન પર્વ” અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ હેતુથી કચ્છ જિલ્લામાં “પર્યટન પર્વ” નિમિતે લોકડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તા:૨૫/૧૦/૨૦૨૪ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકથી માંડવી બીચ, માંડવી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં નામાંકીત કલાકારો દ્વારા લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા તેમજ આ ભાતીગળ લોકડાયરાનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ…

Read More

લોકભાષા-ગાંધીધામ : જુમાપીર તથા સ્વામી લીલાશાહ રેલવે અંડર પાસ અન્વયે અનશન આંદોલનના આગામી મહિનાથી મંડાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે લડત સમિતિના આર.જી.કપ્તાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી જાણ કરી હતી આ પત્રમાં તારીખ ૧૪/૧૦/૨૦૨૪ના રોજ આ પ્રશ્ને પાઠવેલા આવેદનપત્ર બાદ અપનાવવામાં આવેલા સકારાત્મક અભિગમ અન્વયે હદયપૂર્વક આભાર માની જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષના અન્ડર બ્રિજ અંગે અનેક રજૂઆતો પ્રત્યે દાખવવામાં આવેલ ઉપેક્ષાએ લોક- લડત સમિતિ સ્વયંભૂ રીતે લોકોના પ્રાણ પ્રશ્નનો નિવેડો લાવવા અસ્તિત્વમાં આવી છે. એ લોક–હિત સમિતિના સમર્થનમાં હું ૮૦ વર્ષીય વૃદ્ધ ધારાસભ્ય અંજાર-કચ્છની લોક સંપર્કની કચેરી સામે તારીખ – ૧૩/૧૧/૨૦૨૪ થી સંપૂર્ણ અહિંસક બિન રાજકીય…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ ઉપર આવેલા ૧૦૦ કન્ટેનરને સીઝ કરી આશરે ૨૫ કરોડનો જથ્થો જ સીઝ કર્યો હતો. આયાતકાર દ્વારા બેજ ઓઈલ જાહેર કરી મિસ ડેકલેસન દ્વારા ડીઝલ અને કેરોસીન મંગાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ ડી.આર.એ દ્વારા મુન્દ્રા ખાતે થોડા સમય પહેલા આશરે 200 કન્ટેનર ડીટેઇન કર્યા હતા જેમાંથી 100 કન્ટેનર માં જે પ્રવાહી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું તે ડીઝલ અને કેરોસીનનો જથ્થો હોવાનું બહાર આવતા દ્વારા 25 કરોડના જથ્થાને સીજ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ મળતી વિગતો મુજબ ગાંધીધામ ડી આર આઈ દ્વારા મુન્દ્રા ખાતે ઇમ્પોર્ટ થયેલા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ચોરી કે છળકપટથી મેળવેલ બાયોડીઝલના જથ્થા સાથે એક શખ્સને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, માઉન્ટ વે હોટલ સામે રોડની સાઈડમા ઉભેલી એક ટેન્કરમા બાયોડીઝલ છે. એસઓજીએ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ટેન્કર નં. GJ 12 AT 6740 ઉભી હતી જેના ડ્રાઈવર ધનુભા ભીખુભા જાડેજા રહે. રવેચીનગર અંતરજાળની પુછપરછ બાદ ટેન્કરની તપાસ કરતા ટેન્કરના તમામ પાંચ ખાનાઓમા બાયો ડીઝલનો જથ્થો આશરે ૨૫૦૦૦ લીટર મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલ એક લીટ૨ની કીમત રૂપિયા ૮૫ ગણી ૨૫૦૦૦ લીટર બાયો ડીઝલની કિંમત રૂપિયા ૨૧,૨૫,૦૦૦નો…

Read More

લોકભાષા-ગાંધીધામ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના નવનિયુક્ત ચેરમેન સુશીલકુમાર સિંઘનો તથા અન્ય પદાધિકારીઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ હતો. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન કંડલા પોર્ટ કોન્ટ્રાકટર એસોસિએશન, કંડલા ટિમ્બર, ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, મલ્ટી પર્પઝ અદાણી ટર્મિનલ, પોર્ટ એજન્ટ કાઉન્સિલ, સ્ટીવેડોર્સ, કસ્ટમ બ્રોકર્સ, લિક્વિડ ટેન્ક ટર્મિનલ, ટ્રેલર ઓનર્સ, કંડલા-મુંદ્રા કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટર્સ, શીપ ચેન્ડલર્સ, કંડલા પોર્ટ યુઝર્સ અને કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેનુંફએકચરર્સ એસોસિએશનના માનદ પ્રતિનિધિઓ સહિત વિવિધ ૧૨ જેટલા વેપારી મંડળો અને મોટી સંખ્યામાં સભ્યોએ ઉપસ્થિત રહી સક્રિય ભાગ લીધેલ હતો. આ અભિવાદન સમારોહ બાદના કાર્યક્રમ દરમ્યાન યોજાયેલ, ઓપન હાઉસ…

Read More

લોકભાષા-ગાંધીધામ : કંડલાની બાપટ બઝાર સહિત સ્લમ વિસ્તારમાં સવારથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો દિવસ દરમિયાન અસહ્ય ગરમીમા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાતા વીજ પુરવઠો બંધ થયો હતો જો કે રાત્રે વીજ પુરવઠો કાર્યાન્વિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કંડલામાં મંગળવારે સવારથી બાપટ બજાર સહિત સ્લમ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો જેના કારણે વેપારીઓ અને આ વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓને ભારે પરેશાની વેઠવી પડી હતી એક તરફ અસહ્ય ગરમી અને ઉકરાટ વચ્ચે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે પીજીવીસીએલના નિંભર તંત્રને કારણે આ વિસ્તારમાં લોકોને ઉકરાટ અને બફાર વચ્ચે દિવસ પસાર કરવો પડ્યો હતો. જોકે…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ખાતે કાયમી મામલતદારની નિમણૂંક માટે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગાંધીધામમા છેલ્લા કેટલાયે સમયથી ગાંધીધામ મામલતદારની જગ્યા ખાલી પડી છે અને હાલમાં અંજાર મામલતદાર પાસે ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવે છે. ગાંધીધામ મામલતદાર દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ આ સ્થાન ખાલી પડેલ છે. લગભગ ત્રણ લાખથી વધારે વસ્તી ધરાવતા ગાંધીધામ શહેરી અને ગ્રામીણ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રોજેરોજની કામગિરી જેવી કે આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડની કામગીરી, ધાર્મિક સામાજિક કાર્યક્રમ કે કોઈ રેલીની પરમિશન, ઇ ધરાની કામગિરી, રાશન કાર્ડની કામગિરી, તાલુકા મેજિસ્ટ્રેટ તરિકેની કામગિરી જેવી અનેક રોજિંદી કામગિરી અટકી પડે છે. તેમ…

Read More