Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના નેશનલ હાઇવે ઉપર આવેલા કાર્ગો મોટર્સના વર્કશોપમા કોઇ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી વર્કશોપમાં પડેલી કાર બળીને ખાખ થઈ જવા પામી હતી જેથી મોટું નુકસાન થવા પામ્યું હતું જોકે આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર કાર્ગો મોટર્સ ના વર્કશોપમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી ગાંધીધામ નગરપાલિકા, કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી આશરે સતત ત્રણ કલાક જેટલો ત્રણ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો ત્યાર…
લોકભાષા-ભુજ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની આજે 225મી જન્મજયંતિએ સમગ્ર કચ્છમાં રવાડી, મહા આરતી અને સમૂહ ભોજન પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો દ્વારા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તાલુકા મથકોથી લઈ મોટા ગામ અને શહેરી વિસ્તારમાં જલારામ મંદિર ખાતે પૂજા આરતી સાથે ભાવિક ભક્તો બાપાના સાનિધ્યમાં પોતાની આસ્થા પ્રગટ કરતા નજરે પડયા હતા ખાસ કરીને આજના પ્રસંગે લોહાણા સમાજના જ્ઞાતિજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉજવણીમાં સહભાગી થયા હતા ભુજ શહેર ખાતેના રવાડી ફળિયા ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આજ વહેલી સવારથી લોહાણા સમાજ સાથે બાપાના ભાવિક ભક્તો દર્શન માટે ઉમટયા હતા . અહીં બાપા દયાળુ ગ્રૂપ…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ઢોરી ગામની સીમામાં ખેતરના સેઢા પર ચાલતા જુગાર ધામ પર એલસીબીએ દરોડો પાડીને મોહન ઉર્ફે મનજી પાંચા ચાડ, સવાભાઇ સુરાભાઇ મકવાણા, દિનેશ રમેશ ડાંગર, પ્રેમજી લખુ મહેશ્વરી, કુલશુમબેન કાસમ સાલેમામદ છરેચા, અને સુંદરબા પથુભા વંકાજી સોઢાને રૂપિયા 73,900 રોકડ, તથા 21 હજારના છ મોબાઇલ મળીને કુલે રૂપિયા 94,900ના મુદામાલ સાથે પકડીને માધાપર પોલીસ મથકે જુગારઘારાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.
લોકભાષા-ભુજ : નલિયા ગામે રહેતા યુવક સાથે એક્ટિવા અને બુલેટ મોટર સાયકલનો સોદો 2 લાખમાં કરીને વડોદરા જિલ્લાના સાઘલી ગામના શખ્સે રૂપિયા 60 હજાર મેળવી લઇ વાહનોની ડીલીવરી ન કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. નલિયા ખાતે રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા અસગરઅલી અબ્દ્રેમાનશા સૈયદે વડોદરા જિલ્લાના શીનોરના સાઘલી ગામના પરેવેઝ અયુબ નકુમ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 21 ઓક્ટબરથી 24 ઓક્ટોબર દરમિયાન બન્યો હતો. ફરિયાદીના મિત્ર ઇબ્રાહિમ બુટાએ ફરિયાદીને કારવર્ડ નામના એક વોટ્સએપગૃપમાં જોઇન્ટ કરાવ્યો હતો. આ ગૃપના એડમીન આરોપી પરેવેઝ ગૃપમાં વાહનોના ફોટા મુકતો હતો. જેમાં ફરિયાદીને ફોટા જોયા બાદ…
લોકભાષા-ભુજ : ત્રંબો ગામની સીમમાં આવેલી વાડીમાં કોઇ અજાણ્યા શખ્સો રૂપિયા 14 હજારની કિંમતના 70 મીટર વાયરની ચોરી કરી જતાં માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ત્રંબો ગામે રહેતા વલ્લભજી હીરજીભાઇ સોરઠીયાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું. ચોરીનો બનાવ ગત 2 નવેમ્બરની રાતથી 3 નવેમ્બરની સવાર દરમિયાન બન્યો હતો. કોઇ અજાણ્યા શખ્સોએ ફરિયાદીની વાડીમાં મોટરમાં લાગેલો 70 મીટર વાયર કિંમત રૂપિયા 14 હજારનો ચોરી કરી ગયા હતા. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
લોકભાષા-ગાંધીધામ : વાગડમા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક જ રાત્રીમા ત્રણ ગામના નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરી હતી જો કે આ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી તસ્કરોના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ વાગડના ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસા ગામના મંદિરોને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી ચોરી કરતા ભકતોમા નારાજગી સાથે આક્રોશ ફેલાયો હતો. ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસાના અલગ-અલગ વિસ્તારમાં આવેલા એક સાથે નવ મંદિરના તાળા તૂટ્યા છે. બનાવ અંગે ગામના આગેવાનો દ્વારા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મંદિરની દાન પેટીમાં રહેલ રોકડ રકમ…
લોકભાષા-ભુજ : લખપત તાલુકાના ભાજપના પ્રમુખ અને અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર પર બુધવારે બપોરે ગામના મંદિર પાસે પુજારીનું મકાન બનાવવા બાબતે તકરાર કરીને આશાપર ગામના બળવંતસિંહ ઉર્ફે બલીયો ભેરજી સોઢા નામના શખ્સે ઘાતક હુમલો કરીને લોહિલૂહાણ કરી ગંભીર ઇજા પહોંચાતાં ચકચાર પ્રસરી ગઇ હતી. ઘટનાને પગલે દયાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને નશાની હાલતમાં પકડી પાડીને તેની સામે હત્યાના પ્રયાસ તેમજ પ્રોહિબીશનની બે અલગ અલગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. આ બનાવમાં અંગે દયાપર પોલીસ મથકે લખપત તાલુકા ભાજપના પ્રમુખ વેસલજી મોડજી તુંવર રહે ભાડરાએ આશાપર ગામે રહેતા બળવંતસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આશાપર…
લોકભાષા-ભુજ : ભુજ શહેર ટ્રાફિક સમસ્યા તેમજ પાર્કિંગ પ્લોટો પર દબાણ થકી પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી છે. ઉપરાંત શહેરના માર્ગો વરસાદને ખાડાખૂબડ ગ્રસ્ત થઇ ગયા જેને કારણે આમ જનતાનો ખો લેવાઇ ગયો છે. તે વચ્ચે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી વિકાસ સુંડા શહેરમાં બાઇકથી પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે તેમને ધ્યાને આવ્યું કે, સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા અને કેટઆઇઝ લગાવામાં આવ્યા નથી. જેથી તાકિદે જિલ્લા ટ્રાફિક પોલીસને શહેરના 64 જેટલા સ્પીડ બ્રેકરો પર કામગીરી કરવા સુચના અપાતાં તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સુચનાને પગલે જિલ્લા ટ્રાફિક સબ ઇન્સ્પેકટર…
લોકભાષા-ભુજ : મુંદરા તાલુકાના નાની તુંબડી ગામેથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપી પાડીને પ્રાગપર પોલીસને સોંપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી. કે, નાની તુંબડી ગામે રહેતો ગૌતમ પ્રેમજી દનીચા નામનો યુવક પોતાના કબજાના વરંડામાં હાજર છે. અને તેની પાસે ચોરાઉ બાઇક છે. જેથી એલસીબીની ટીમે સ્થળ પર જઇને ગૌતમને ચોરાઉ બાઇક સાથે પકડી પાડીને આગળની કાર્યવાહી માટે પ્રાગપર પોલીસને હવાલે કર્યો હતો.
લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના પીંગલેશ્વર (રાપરગઢ) ખાતે સુનામીથી રાહત-બચાવ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનામી આવે ત્યારે શું કરવું એના વિશે ગામ લોકોને સમજ આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં બાળકો, સગર્ભા મહિલા, સિનિયર સિટીઝન, માછીમારો, પુરુષ અને મહિલાઓને સુનામી અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. મોકડ્રીલ અંતર્ગત સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા વાસ કોઠારા હોસ્પિટલમાં તથા બાકીના લોકોને જૈન સમાજ વાડી ખાતે શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો હતો. જ્યારે પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલમાં અબડાસા પ્રાંત અધિકારી કે. જે. વાઘેલા, સુરત મહાનગર સેવા સદનના સીએફઓ વસંતકુમાર પરીખ, નાયબ મામલતદાર અબડાસા તુષાર વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી બી. એન. ચૌધરી, ડિઝાસ્ટર…

