Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : મુંદરા શહેરના નદીનાકા વિસ્તારમાં આવેલ ભુખીનદીના પટમાં આવેલ પાન મસાલાની કેબીનમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ના કર્મચારીઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરા શહેરમાં આવેલ નદીનાકા વિસ્તારમાં ભુખીનદીના પટમાંથી આરોપી ઇસ્માઇલ યુસુફ શેખ, ઉવ. ૭૩, રહે. સુખપરવાસ, તા.મુંદરા, જી. ભુજ- કચ્છવાળાને ઝડપી પાડી તેના કબ્જાની પાન-મસાલાની કેબીનમાં ઝડતી કરી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન ૨૬૬ ગ્રામ, કિંમત રૂપિયા ૨,૬૬૦નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમા…
લોકભાષા-આણંદપર : કચ્છમાં નખત્રાણા તાલુકામા તામિલનાડુના ૪૦ જેટલા વેપારીઓના નવરાત્રિ સમયથી નખત્રાણા પંથકમાં ધામા જોવા મળી રહ્યા છે.દિવાળીના તહેવારો પણ પોતાના વતનના બદલે કચ્છમાંજ દિવાળી મનાવશે.વર્ષ ૨૦૨૧માં ૨૭૦૦થી૩૨૦૦, વર્ષ ૨૦૨૨માં ૩૨૦૦થી ૩૫૦૦રૂપિયાના ભાવે સોદા થયેલ હતા. ગત વર્ષે ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયાના ભાવે સોદા થયા હતા આ વર્ષ ૩૫૦૦ની આસપાસ સોદા થઈ રહ્યા છે.ગત વર્ષ અને આ વર્ષ ભાવ સરખામણીએ એક સરખા જોવા મળી રહ્યા છે. અન્ના તરીકે ઓળખાતા વેપારીઓ નખત્રાણા પંથકનો ખૂણે ખૂણો ખૂંદીને લગભગ ત્રણસો ઉપરાંત ટ્રકોને મગફળીને તમિલનાડુ પહોંચાડે છે.એક ટ્રક નું ટ્રાન્સપોર્ટ ભાડું ૧૭૫૦૦૦ પોણા બે લાખ રૂપિયા જેટલું થાય છે.પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને નખત્રાણા વિસ્તારની મગફળી…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ પાસે યુવાન અર્ધ બેભાન અવસ્થામાં મળી આવતા ૧૦૮ મારફતે રામબાગ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની મળતી વિગતો મુજબ ભુજના દેશલપરના યુવાનને અજાણ્યા શખ્સોએ માર્યો હતો અને અર્ધ બેભાન હાલતમાં ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ નજીક હોવાનુ ૧૦૮ને જાણ થતાં સારવાર માટે આદીપુરની રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો. વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ રામબાગ હોસ્પિટલમા યુવાને દમ તોડ્યો હત ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ પાસે અર્ધ બેભાન હાલતમાં દેશલપરનો પાર્થ મહેશ્વરી નામનો યુવાન મળી આવ્યો હતો જેને ૧૦૮ દ્વારા આદિપુરની રામબાગ હોસ્પિટલમા લઈ જવાતા સારવાર દરમિયાન…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર ગામમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ ઉપર કોમ્બીગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 28 જેટલા તિક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા અને 10 સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ પૂર્વ કચ્છ એલસીબી એસોજી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસના અધિકારી અને કર્મચારીઓ મળી 176 જેટલા અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ બનાવી આ બંને ગામમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેર સુલેહ શાંતિ ને નડતરરૂપ…
લોકભાષા-ગાંધીધામ : રાપર વન વિભાગ દ્વારા વન્યપ્રાણી અભયારણ વિસ્તારમાથી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ડમ્પર, જેસીબી, લોડર સહીતના સાધનો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા. કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ હેઠળની રાપર ઉતર રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતાં બેલા રાઉન્ડની બેલા બીટના શુકનાવાંઢ અને હનુમાનવાંઢ વચ્ચેના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં નાયબ વન સંરક્ષકની સુચના મુજબ રાપર ઉતરને મળેલ બાતમીના આધારે નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ તેમજ મદદનીશ વન સંરક્ષક કચ્છ પૂર્વ-૨ ના માર્ગદર્શન હેઠળ અને સુચના મુજબ આ વિસ્તારમાં ચાલી રહેલ ગેરકાયદેસર બિન અધિકુત ખનન પ્રવૃતીમાં સંકળાયેલ ઈસમો -૪ તેમજ ડમ્પર નંગ-૨ તેમજ જે.સી.બી.નંગ-૧, લોડર નંગ-૧ જેની સંયુકત…
લોકભાષા-ગાંધીધામ : પાર્ટ ટાઇમ જોબ કરવા ટાસ્ક પુરા કરી સારું રીટર્ન આપવાના બહાને ફરીયાદી પાસેથી ૧૨,૦૫,૦૬૪ રૂપિયાની છેતરપીંડી કરનાર આરોપીને ત્રણ આરોપીઓને પકડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમએ ઝડપી લીધા હતા. સરહદી રેન્જના ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ ફરીયાદીને ટેલીગ્રામ મારફતે સંપર્ક કરી પાર્ટ ટાઇમ જોબ માટેનો મેસેજ મોકલાવી, ટેલીગ્રામ પર લીંક https://shippit-boosting.com મોકલાવી જેના પર જઇ ઓર્ડર કન્ફમ કરી વળતર/નફો મળવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ કરવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેઓએ જણાવેલ વેબસાઇટ પર…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ લાકડીયા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીઝલ તથા ખાદ્ય તેલના જથ્થા સાથે એક આરોપીને સામખીયાળી હાઈવે ઉપરથી પકડી પાડયો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમીના આધારે બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ)ની મોરબી- સામખીયારી નેશનલ હાઈવે રોડ પર આવેલ ખેમાબાબા હોટલના પાછળના ભાગે તપાસ કરતા ડીઝલ તથા ખાદ્યતેલ મળી આવ્યો હતો. જે બાબતે આરોપી બાબુલાલ મુકનારામ ચૌધરીની પુછપરછ કરતા ડીઝલ અને ખાદ્ય તેલના કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનુ જણાઈ આવતા આરોપીને પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 20 દિવસમાં 40 સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને જુદી જુદી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તા અંગેની વિગતો બહાર આવશે. આ અંગે ગાંધીધામ નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તા. 3 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કામગીરી અને કાર્યક્રમો સાથે સાથે ફૂડની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સેમ્પલો પણ લેવાના હતા. જેના ભાગરૂપે ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમાંથી આશરે 40 થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેને વડોદરા અમદાવાદ સહિત જુદી જુદી સરકારના…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીધામ-કંડલા વિસ્તારની MDG પોસ્ટ ઓફિસની કથળતી સેવાઓ અંગે ગહેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના સૌથી વિશાળ જિલ્લાના અને પૂર્વ કચ્છના સહુથી સમૃદ્ધ વિસ્તાર તરીકે ઓળખાતા ગાંધીધામ-કંડલામાં આવેલી આ પોસ્ટ ઓફિસ હજારો નાગરિકો, કામદારો અને વેપારીઓની આવશ્યક સેવાઓ અને આર્થિક જરૂરિયાતોનું કેન્દ્ર બની રહી છે. આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશ પુજ દ્વારા અમદાવાદ સ્થિત મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલને લખાયેલ પત્રની વિગત ટાંકતાં જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ પોસ્ટ ઓફિસની સેવાઓમાં નોંધપાત્ર ગિરાવટ આવી છે. વિશેષ કરીને વૃદ્ધ નાગરિકો અને પેન્શનરોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. મર્યાદિત સ્ટાફ…
લોકભાષા-ગાંધીધામ : દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ પોતાનું દાયિત્વ નિભાવ્યું આરોગ્ય સંસ્થાઓ ક્યારે નિભાવશે?? તેવા સવાલ સાથે ટોકન ભાવે મળેલી જમીનો ઉપર દાતાઓના સહયોગથી બનેલી હોસ્પિટલો મોંઘીદાટ સાબિત થઈ રહી છે તેવી ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખએ ડીપીએ ચેરમેનને રજુઆત કરી છે. આ અંગે ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ગાંધીએ ડીપીએ ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે ગાંધીધામ ખાતે દ્વારા આરોગ્ય સંસ્થાઓને ટોકન ભાવે જમીન આપી છે અને તેના ઉપર બનાવેલી અદ્યતન હોસ્પિટલો હાલમાં ગાંધીધામ આદિપુર કે પૂર્વ કચ્છના મધ્યમ અને ગરીબ લોકો માટે મોંઘીદાટ સાબિત થઈ રહી છે લોકોને આરોગ્ય સેવા સસ્તી અને સારી મલે તેવા ઉદ્દેશ્યથી દિનદયાલ પોર્ટ…

