Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૪ ઓકટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૨૮.૪૬ના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૧૭ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૨૯.૯૪ કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ, ગુજરાત પાણી પુરવઠા અને…

Read More

લોકભાષા-ગાંધીધામ : નખત્રાણામાં દંપતી સાથે છેતરપીંડી કરી સોના ચાંદીના આભૂષણો અને રોકડ રૂપિયા લઈ જનાર ઠગ ટોળકીને નખત્રાણા પોલીસે બનાસકાંઠાના થરાદમાંથી ઝડપી પાડી હતી તેમના કબજામાંથી આશરે 11 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવની મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા નખત્રાણા પોલીસ મથકે મહિલા દ્વારા પોતાની સાથે ખેતરપિંડી કરી આભૂષણો અને રોકડા રૂપિયા બે લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ કરી હતી આ અંગે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ ગુનાના આરોપીઓ બનાસકાંઠાના થરાદમાં હોવાનું જાણવા મળતા પશ્ચિમ કચ્છ એલસીબીના ટેકનિકલ સ્ટાફની મદદ લઈ આરોપીઓના લોકેશન મેળવ્યા…

Read More

લોકભાષા-ગાંધીધામ : રાપર તાલુકાના સણવા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સને 35 છોડ સાથે આડેસર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ આડેસર પોલીસને મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના સણવા ગામની થરિયા સીમમાં પ્રભુ નારાયણ કોલી ના ખેતરમાં રેડ કરી તપાસ કરતા ખેતરમાં આવેલા પીલુડીના ઝાડની નજીક ગેરકાયદેસર ગાંજાના લીલાછોડ નંગ 35 નું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગાંજાના 35 છોડ આશરે 7.920 કિલોગ્રામ કિંમત રૂપિયા 79200 ના મુદ્દા માલ સાથે આરોપી પ્રભુ નારાયણભાઈ કોલી ઉંમર વર્ષ 42 રહે. ફુલપરવાંઢ તાલુકો રાપર ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજાર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ બનેલ ચકચારી અપહ૨ણ સાથે રૂ. ૧૦ કરોડની ખંડણીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજય ખાતેથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો આ બનાવમાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ઉપેન્દ્ર અજુદી વિશ્વકર્મા મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળી હતી જેથી તેને પકડવા એલ.સી.બી.ની ટીમ દ્વારા વેશપલટો કરી કેથોરા ગામની આસપાસ આવેલા ખેતરોમાં સોયાબીનના વેપારી તરીકે જઈ આરોપીની ચોક્કસ હકીકત મેળવી વોચ ગોઠવી પકડી પાડયો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બીના પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ વિજયનગર અંજાર મધ્યેથી થયેલ ચકચારી અપહરણ સાથે ૧૦ કરોડની ખંડણીની…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા રેલવેના લોકો પાયલોટ દ્વારા ત્રણ દિવસથી વિવિધ માંગણીઓ સાથે ધરણાં પર બેસી ગયા છે. જેમા આશરે ૨૦થી વધુ લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટની તબીયત લથડતા જુદીજુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન ગાંધીધામના મુનીરામ મીનાએ જણાવ્યું હતું કે ગાંધીધામના આસરે ૬૦૦ લોકો પાયલોટને વેઠવી પડતી મુશ્કેલીઓ સંદર્ભે બે બે વખત પ્રશાસનને આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી દરરોજ 200 થી 250 જેટલા લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટ આ ધારણામાં બેસે છે જ્યારે નોકરી ઉપર જતા લોકો પાયલોટ અને…

Read More

લોકભાષા-ગાંધીધામ : કન્ટેનર ટ્રેલર ચોરીના આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો આ અંગેની મલતી વિગતો મુજબ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પાર્ક કરેલા કન્ટેનર ટેલર નંબર જીજે 12 એયુ 8183 કિંમત રૂપિયા 20 લાખ સાથે આરોપી અક્રમ કાસમ ચાવડાને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પાર્કિંગમાં પાર્ક કરેલ કન્ટેનર ટ્રેલર નંબર જીજે 12 એયુ 8183 ચોરી થઈ હતી જે આરોપી ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન બાતમીના આધારે આરોપી અક્રમ કાસમ ચાવડા ઉંમર વર્ષ 22 રહેવાસી કિડાણા તાલુકો ગાંધીધામ ને આ કન્ટેનર…

Read More

લોકભાષા-ભુજ : નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નિત નીકળે છે. આ વર્ષ કચ્છમાં વરસાદ સારો પડ્યો છે અને હજુ પણ હવામાન ખાતા દ્વારસ તેમજ અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદ પડશે તેની આગાહી આપી રહ્યા છે. ગુજરાતમાં તેમજ કચ્છમાં પણ અમુક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. માઈ ભક્તોને વરસાદ ભલે આવે પણ માતાના મઢ માં આશાપુરા માતાજીને નિત મસ્તક નમાવવા જશું. હાલ પદયાત્રીઓ પગપાળા માતાના મઢમાં આશાપુરાના દર્શને ત્રણ દીવસ થયા નીકળ્યા છે.આ વર્ષ વરસાદ સો આની કરતા પણ ઉપર ગયો છે.હજુ પણ વરસાદ કેડો નથી મુકતો હાલ ગુજરાત બાજુ…

Read More

રાજકોટ,રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસ મેઘરાજેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કેટલાંક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટનાઓ બની હતી. પરંતુ, રાજકોટમાં તો નવી નક્કોર બિલ્ડિંગની જ છત ધરાશાયી થઈ ગઈ છે. લગભગ ૧૨૦૦ કરોડના ખર્ચે બનેલી એઇમ્સની કેન્ટિનની છત તૂટી પડતાં ત્યાં નાસ્તો કરી રહેલાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, રાજકોટની નવી બનેલી એઇમ્સની કેન્ટિનમાં લોકો નાસ્તો કરી રહ્યા હતાં, ત્યારે એકાએક પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થઈને નીચે પડી ગયો હતો. રાજકોટ એઇમ્સના સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા ઘણાં દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે છત પર ભેજ…

Read More

અમદાવાદ,ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે તેમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી તા.૩જી થી ૧૧મી ઓક્ટોબર અને મહેસાણા…

Read More

અમદાવાદ,નવરાત્રિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાય તે માટે સૂચના આપી છે. ગરબા-દાંડિયાના સમયને લઈને હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ આયોજકો સાથે મળીને વ્યવસ્થા કરી રહી છે. સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે. તેની સાથે-સાથે હોસ્પિટલો કે રહીશોને તકલીફ ના પડે તે જરૂરી છે.આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં નવરાત્રિની ૧૦મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે ૫ વાગ્યા સુધી…

Read More