Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : સ્વચ્છતા હી સેવા-૨૦૨૪, “સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” ના સૂત્રને સાર્થક કરવા આજરોજ કચ્છ જિલ્લામાં ગ્રામ્યસ્તરે શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા ઝુંબેશની સઘન કામગીરીના ભાગરૂપે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાવવા, નાગરિકોની ભાગીદારી વધારવા અર્થે તા. ૩૧ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અન્વયે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ કચ્છભરમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગામે ગામ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં કચ્છ જિલ્લામાં બાળકો દ્વારા સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ સામૂહિક રીતે જાહેર સ્થળોની સાફ સફાઈ જેવા કાર્યક્રમો થકી…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા માટે યુધ્ધના ધોરણે કચ્છ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા માર્ગ અને મકાન પંચાયત દ્વારા જિલ્લાના ૧૫૩૭ રસ્તાઓની ૬૨૪૬.૦૬ કિ.મી લંબાઇ પૈકી આસ્ફાલ્ટ પેચવર્ક ની જરૂરિયાત વાળી ૩૫.૦૫ કિ.મી. લંબાઇમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જે લંબાઇ પૈકી ૨૪.૦૧૮ કિ.મી રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. તેમજ બાકી રહેતી લંબાઇમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. જયારે માર્ગ અને મકાન પંચાયત વિભાગ ભુજ હસ્તકના કુલ ૭૭ રસ્તાઓ અને ૪૧.૫૦ કિ.મી ને નુકશાન થયેલું…

Read More

લોકભાષા-ભુજ : જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૪માં જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાના માં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ. દિવ્યાંગો ને સાધન સહાય સાંસદ તરફથી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશ ના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતો ને વિકાસ ના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય અને…

Read More

લોકભાષા-આણંદપર : વિશ્વ હિન્દુ પરિષદને ૬૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ભારતભર માં દરેક જિલ્લા તેમજ તાલુકા મથકો પર ષષ્ટી પૂર્તિ સમારોહના સંદર્ભમાં વિરાટ હિન્દુ મહા સંમેલન થઈ રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા ના કોટડા પ્રખંડમાં તારીખ ૧૫/૯/૨૪ રવિવારના દિવસે ચકાર કોટડા ખાતે વિરાટ હિન્દુ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. રણછોડભાઈ ધોડું કોટડા પ્રખંડ અધ્યક્ષ દ્વારા સ્વાગત પ્રવચન થયું ત્યાર બાદ કાર્યક્રમમાં સંતો, તેમજ આમંત્રિત મહેમાનોનું ઢોલ નગારા સાથે સામૈયુ કરવામાં આવ્યું. કાર્યક્રમ ની ૐ કાર થી પ્રારંભ કરવામાં આવ્યો,સ્વાગત વિધિ,દેશભક્તિ ગીત, ત્યાર બાદ મહંત શાંતિપ્રિય દાસજી મહારાજ, (ગાદીપતિ નિષ્કલંકીધામ નખત્રાણા),સંત ડો. ત્રિકાલદાસજી બાપુ (રાપર)…

Read More

લોકભાષા-ભુજ : નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ભુજમાં ગરબા બનાવતા કારીગરો વ્યસ્ત જોવા મળી રહ્યા છે ભુજના લખુરાઈ નજીક વર્ષોથી પેઢી દર પેઢી મુસ્લિમ પરિવારો ગરબા બનાવે છે જે નોંધનીય બાબત છે ચાર મહિના પૂર્વથી ગરબા માટીના બનાવાય છે .દર વર્ષે નવી ડિજાઇન આપવામાં આવે છે આ ગરબાને બનાવવા માટી તેમજ કલરનો ઉપયોગ કરવામાં આવે છે.આંગળીના ટેરવે ગરબા બનાવવામાં આવે છે.ગરબા બનાવ્યા પછી તેમાં સુંદર ડિજાઇન બનાવાય છે.તેમજ આભલા લગાડવામાં આવે છે.દર વર્ષે આ ગરબામાં કઈકને કઇક નવો ઓપ આપવામાં આવે છે ત્યારે આ વર્ષે નવરાત્રિને લઈને મુસ્લિમ કુંભાર પરિવાર કામે લાગ્યા છે.ઘરાકી સારી મળશે તેવી આશા વ્યક્ત કરી…

Read More

લોકભાષા-ગાંધીધામ : સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા ૧,૦૨,૮૪૦ નો વિદેશી દારૂનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ કચ્છએ ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સુરજબારી ટોલનાકા નજીક આવતા બાતમી મળેલ કે આરોપી જુમા ઓસમાણ ત્રાયા રહે. જશાપર વાંઢ તા.ભચાઉએ પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા રેઈડ કરી આરોપી જુમા ઓસમાણ ત્રાયા ઉ.વ. ૪૮ રહે. જશાપર વાંઢ તા. ભચાઉને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ૧૦૨૮૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો આ ગુનામાં અન્ય એક આરોપી દાઉદ ઉર્ફે ડાડુ કાદર મુલ્લા રહે.…

Read More

લોકભાષા-ભુજ : માંડવીના ચેક બાઉન્સ થવાના કેસમાં અમદાવાદના વેપારીને માંડવી કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા સાથે ચેકની રકમ એક માસમાં ચુકવી આપવા અન્યથા વધુ 90 દિવસની સજા કરતો હુકમ કર્યો હતો. અમદાવાદમાં ધી રીયલ એન્ટરટેઇનમેન્ટના નામે કેટરીંગનો વ્યવસાય કરતા હિરેન વિજેન્દ્રભાઇ વૈદ્યને માંડવીમાં વિવેક કેટરીંગનો વ્યવસાય કરતા કરૂણાશંકર શીવજીભાઇ જોષીએ મિત્રતાના નામે રૂપિયા 4.50 લાખ આપ્યા હતા. જેની અવેજીમાં હિરેનભાઇએ બે ચેક આપ્યા હતા. જે બેન્કમાંથી શેરા સાથે પરત ફરતાં માંડવી કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. જેમાં માંડવી કોર્ટે અમદાવાદના વેપારી હિરેનભાઇને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ એક માસમાં ફરિયાદી કરૂણાશંકર જોષીને ચુકવી આપવા નહીં તો,…

Read More

લોકભાષા-ભુજ : દરશડી ગામ પાસેના હાઇવે રોડ પર રાત્રે બળદ સાથે બાઇક અથડાતાં બીદડાના યુવકનું સવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીદડા ગામે મફતનગરમાં રહેતા ઇમરાન લતીફ મથડા (ઉ.વ.20)એ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમના મિત્ર નરેશ અશોકભાઇ મારવાડા રહે બીદડા બન્ને જણાઓ સોમવારે રાત્રે સાડા સાત વાગ્યે મોટર સાયકલ પર ભુજથી બીદડા થઇ રહ્યા હતા. ત્યારે ઇમરાન પોતે મોટર સાયકલ ચલાવતો હતો. દરમિયાન દરશડી ગામ પાસે અચાનક રોડ પર બળદ આડો ઉતરતાં બાઇક બળદ સાથે અથડાઇ હતી. ત્યારે બાઇક પરથી બન્ને મિત્રો નીચે રોડ પર પટકાયા હતા. જેમાં…

Read More

લોકભાષા-ભુજ : વડાપ્રધાન દ્વારા ભુજ અમદાવાદ મેટ્રોનો પ્રારંભ કરાવ્યો હતો આ અંતર્ગત ભુજ અને ગાંધીધામ ખાતે રેલ્વે વિભાગ દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ નમો ભારત રેપીડ ટ્રેનનો ભુજ-અમદાવાદ શુભારંભ કરાવવામાં આવ્યો હતો આજે ટ્રેનના પ્રારંભમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ ટ્રેનમાં સફર કરી હતી. ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડો. નિમાબેન આચાર્ય, નગરપાલિકાના પ્રમુખ તેજશભાઈ શેઠ, ધવલભાઈ આચાર્ય, મધુકાંતભાઈ શાહ, મોમાયાભા ગઢવી, પંકજભાઈ ઠક્કર સહીતના આગેવાનો નગરપાલિકાના સદસ્યો, ભાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચોરીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એકાદ મહિના અગાઉ કુકમાં ગામમાંથી ચોરી થયેલ હોન્ડા એચ.એફ.ડીલક્ષની સદામ હારૂન ખલીફા ૨હે. રોટરીનગર અંજાર વાળાએ ચોરી કરેલ છે અને આ બાઈક લઇને વીડીથી અંજાર તરફ વેચવા માટે આવવાનો છે. જેથી એલ.સી.બી. ટીમે વોચમાં રહી આરોપી સદામ હારૂન ખલીફા ઉ.વ. ૩૨ ૨હે. હાલે રોટરીનગર, અંજાર મુળ રહે. કાળી તલાવડી તા.ભુજને અટકાવી પૂછપરછ કરતાં આરોપીએ ચોરીની કબુલાત કરી હતી પોલીસે હોન્ડા કંપનીનુ બાઈક નં. જીજે-૧૨-એચએ-૯૨૨૨ કિંમત રૂપિયા 50હજારને…

Read More