Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે જોડી ઈ.કે.વાય.સી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત આવતા સપ્તાહથી ૪ લાખ ૪૫ હજાર કચ્છના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, તેમજ સમગ્ર કચ્છના 24 લાખથી વધુ અરજદારોને ઈ-કેવાયસી સાથે લીન્ક કરવામાં આવશે બીજી તરફ અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં થવાનો બનાવ સામે આવ્યો છે પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયાં હતા સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા હતાં.સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું હતુ.તદ્દન હલકી કક્ષાના ચણા ના કારણે બાળકોના આરોગ્ય…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે રેઈડ કરી ભૂગર્ભ ટાંકા છુપાવેલા ઇંગલિશ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બુટલેગ૨ નિલેશ ઉર્ફે ટીંકુ સોલંકીએ રહેણાંક મકાનમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેની હેરફેર કરવાની તૈયારી કરી રહ્યો હોવાની બાતમી મળતાં રેઈડ કરી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૩૬૭૨ સાથે આરોપીઓ નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી), દિપકભાઈ કાંતીલાલ ઠક્કર, મંગલ વિક્રમસિંગ નાયક, ૨મેશકુમાર નરનારામ ચૌધરી (જાટ)ને જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા ૭૩૬૮૦૦ સાથે ઝડપી લીધા…
લોકભાષા-ભુજ : વાયોર ખાતે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ સેવાગ્રામ કંપની ખાતે ફરજ બજાવતા સિક્યુરીટીને જમ્યા બાદ ફૂડ પોલઈઝન થઇ જતાં ઝાળા થઇ જતાં સારવાર દરમિયાન દંમ તોડ્યો હતો. મુળ સુલતાનપુર કાદીપુર દુર્ગાપુર ગામના અને હાલ વાયોર અલ્ટ્રાટેક સિમેન્ટ્ર સેવાગ્રામ કંપનીમમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર પારસનાથ સિંગ (ઉ.વ.40) નામના યુવાનને શુક્રવારે રાત્રે તેમના ઘરે જમ્યા બાદ ફૂડ પોઈઝનની અસર થઇ જતાં ઝાળા થઇ ગયા હતા. પ્રથમ સારવાર અલ્ટ્રાટેક કંપનીની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે શનિવારે વહેલી સવારે સાડા સાત વાગ્યે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સવારે સાડા નવ વાગ્યે હાજર પરના તબીબે મૃત જાહેર…
લોકભાષા-આણંદપર : જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.તેવા મીની તરણેતર સમાન કચ્છના મોટામાં મોટો એવા મોટાયક્ષના મેળાને આજે તા.૨૨/૯/૨૪ને રવિવારના રોજ ખુલ્લો મુકવામાં આવશે સૌ પ્રથમ સવારે ૮:૩૦ કલાકે સાંયરા(યક્ષ) લાખાડી ડુંગળની તળેટીમાં આવેલ ભીખુઋષિ મંદિરે ધ્વજારોહણ અને પ્રસાદ ત્યારબાદ ૯:૩૦ વાધે પુજારી નવીનભાઈ ભોવાના ઘરેથી વાજતેગાજતે મોટાયક્ષ દાદાના મંદિરે પહોંચી ભોવા પરિવાર દ્વારા યક્ષદાદાને વાજતે ગાજતે વાઘા અને આભૂષણો પહેરાવવામાં આવશે ત્યારબાદ નિશાન (ધ્વજા) મહાઆરતી કરવામાં આવશે.ત્યારબાદ ૧૧:૦૦ કલાકે વિધિવત મેળાને ખુલો મુકવામાં આવશે.આ મેળાના ઉદ્દઘાટનમાં રાજ્યના પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ મંત્રી- મુળુભાઈ બેરાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે.આ મેળામાં પ્રફુલભાઈ પાનસેરિયા(પ્રભારી મંત્રી કચ્છ શિક્ષણ મંત્રી) રા.ક.ગુ.રાજ્ય…
લોકભાષા-ભુજ : ભુજથી કારમાં મુંબઇ નકલી નોટના બંડલો લઇને છેતરપીંડી કરવા નીકળેલા ત્રણ તસ્કરોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના અમનનગર ચોકડી પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 72,500 તેમજ 15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ અને પાંચ લાખની કાર અને 500ના દરની ખોટી નોટના પાંચ બંડલ કબ્જે કરી વધુ તપાસ ચલાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી. કે, રેલ્વે સ્ટેશનથી અમનનગર ચોકડી તરફ જતા રોડ પર એક વાદળી કલરની સ્વીફ્ટ કારમાં ત્રણ ઇસમો ભેગા મળીને નકલી રૂપિયાની નોટો લઇને મુંબઇ છેતરપીંડી કરવા જવાના છે. જેથી એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને કારમાં બેઠેલા અલસમ…
લોકભાષા-ભુજ : જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત કચ્છના ધારાસભ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેને જનહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગૌચર જમીનોમાં દબાણ અને પંચાયતના રસ્તાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નખત્રાણાના થાન જાગીર વિકાસના કામનો પ્રગતિ અહેવાલ અને અમલીકરણ અને કડિયા ધ્રો ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવા અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઔદ્યૌગિક ગૃહોને વીજ શુલ્ક માફીની વિગતો, ભારાપર કેરા બળદિયા બાયપાસનું કામ,…
લોકભાષા-ભુજ : કચ્છના અખાતમાં માંડવી બીચ કાશી વિશ્વનાથ મંદિર ખાતે 21મી સપ્ટેમ્બર, 2024ના રોજ “આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે” અને “સ્વચ્છ ભારત અભિયાન”ના ભાગરૂપે કોસ્ટલ ક્લીન સીઝ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દરિયાકિનારાના મહત્વ અંગે સંલગ્ન અને જાગૃતિ લાવવાનો અને આપણા પર્યાવરણના વધુ સારા કારભારી બનવાનો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી, ભુજ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ ચેન્નાઇ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારત સરકારના સહયોગથી આ કાર્યક્રમ યોજ્યો હતો. ડૉ. વી. વિજય કુમાર નિર્દેશક માર્ગદર્શકના નિર્દેશનમાં આ અભિયાનનું સંકલન ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા, વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે અદાણી પોટ એન્ડ લોજિસ્ટિકના પર્યાવરણ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીપભાઈ જોશીએ દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે એસ આર સી લિમિટેડ આદિપુર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટનુ ગત તા. 1-4-2024 થી દિન પોર્ટ ઓથોરિટી અને એસઆરસી લિમિટેડ આદિપુર દ્વારા અનિશ્ચિતકાળ માટે ટ્રાન્સફર પરમિશન ઉપર ગેર બંધારણીય રીતે રોક લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક પર રોક લગાવીને ગાંધીધામ આદિપુરના વિકાસને બ્રેક મારીને શહેરીજનો પ્લોટ ધારકોની કનડગત કરવામાં આવી રહ્યા છે જે અત્યંત ખેદજનક છે. તેમણે આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે એસઆરસી લિમિટેડ આદિપુરના પ્લોટ ધારકો ભારત દેશના નાગરિકો છે ભારતના…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાંચ દ્વારા વાહન ચોરીમા સંડોવાયેલા એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધો હતો હ ભુજના ઢેબા ફળિયામાંથી એક્ટિવાની ચોરી કરનારા આરોપીને એલસીબીની ટીમે બાતમી પરથી ચોરાઉ વાહન સાથે ઝડપી પાડી ભુજ એ ડિવિઝન પોલીસના ચોરીના કેસનો ભેદ ઉકેલી લીધો હતો. એલસીબીની ટીમે બાતમી પરથી નંબર પ્લેટ વીનાની એક્ટિવા સાથે ભુજના સુરલભીટ રોડ પર સંત રોહિતદાસનગરમાં રહેતા ધનજી રમેશભાઇ મહેશ્વરી નામના યુવકને ઝડપી પાડી પુછતરછ કરતાં તેણે પંદર દિવસ પહેલા ભુજના ઢેબા ફળિયામાંથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબુલાત આપતાં આરોપીને વાહન સાથે એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
લોકભાષા-ગાંધીધામ : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ-ગોધરા સેક્શનના ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે, ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. તા. 23.09.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-રતલામના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-રતલામ થઈને દોડશે. તા 20.09.2024 ટ્રેન નં. 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-નગદાના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-નગદા થઈને દોડશે.

