Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત કચ્છના ધારાસભ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેને જનહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગૌચર જમીનોમાં દબાણ અને પંચાયતના રસ્તાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નખત્રાણાના થાન જાગીર વિકાસના કામનો પ્રગતિ અહેવાલ અને અમલીકરણ અને કડિયા ધ્રો ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવા અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઔદ્યૌગિક ગૃહોને વીજ શુલ્ક માફીની વિગતો, ભારાપર કેરા બળદિયા બાયપાસનું કામ,…

Read More

લોકભાષા-ભુજ : કચ્છના અખાતમાં માંડવી બીચ કાશી વિશ્વનાથ મંદિર ખાતે 21મી સપ્ટેમ્બર, 2024ના રોજ “આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે” અને “સ્વચ્છ ભારત અભિયાન”ના ભાગરૂપે કોસ્ટલ ક્લીન સીઝ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દરિયાકિનારાના મહત્વ અંગે સંલગ્ન અને જાગૃતિ લાવવાનો અને આપણા પર્યાવરણના વધુ સારા કારભારી બનવાનો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી, ભુજ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ ચેન્નાઇ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારત સરકારના સહયોગથી આ કાર્યક્રમ યોજ્યો હતો. ડૉ. વી. વિજય કુમાર નિર્દેશક માર્ગદર્શકના નિર્દેશનમાં આ અભિયાનનું સંકલન ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા, વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે અદાણી પોટ‌‌ એન્ડ લોજિસ્ટિકના પર્યાવરણ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીપભાઈ જોશીએ દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે એસ આર સી લિમિટેડ આદિપુર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટનુ ગત તા. 1-4-2024 થી દિન પોર્ટ ઓથોરિટી અને એસઆરસી લિમિટેડ આદિપુર દ્વારા અનિશ્ચિતકાળ માટે ટ્રાન્સફર પરમિશન ઉપર ગેર બંધારણીય રીતે રોક લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક પર રોક લગાવીને ગાંધીધામ આદિપુરના વિકાસને બ્રેક મારીને શહેરીજનો પ્લોટ ધારકોની કનડગત કરવામાં આવી રહ્યા છે જે અત્યંત ખેદજનક છે. તેમણે આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે એસઆરસી લિમિટેડ આદિપુરના પ્લોટ ધારકો ભારત દેશના નાગરિકો છે ભારતના…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાંચ દ્વારા વાહન ચોરીમા સંડોવાયેલા એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધો હતો હ ભુજના ઢેબા ફળિયામાંથી એક્ટિવાની ચોરી કરનારા આરોપીને એલસીબીની ટીમે બાતમી પરથી ચોરાઉ વાહન સાથે ઝડપી પાડી ભુજ એ ડિવિઝન પોલીસના ચોરીના કેસનો ભેદ ઉકેલી લીધો હતો. એલસીબીની ટીમે બાતમી પરથી નંબર પ્લેટ વીનાની એક્ટિવા સાથે ભુજના સુરલભીટ રોડ પર સંત રોહિતદાસનગરમાં રહેતા ધનજી રમેશભાઇ મહેશ્વરી નામના યુવકને ઝડપી પાડી પુછતરછ કરતાં તેણે પંદર દિવસ પહેલા ભુજના ઢેબા ફળિયામાંથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબુલાત આપતાં આરોપીને વાહન સાથે એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

Read More

લોકભાષા-ગાંધીધામ : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ-ગોધરા સેક્શનના ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે, ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. તા. 23.09.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-રતલામના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-રતલામ થઈને દોડશે. તા 20.09.2024 ટ્રેન નં. 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-નગદાના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-નગદા થઈને દોડશે.

Read More

લોકભાષા-ભુજ : ભુજના છતરડી વાળા તળાવમાં ડૂબી જવાથી માનસિક અસ્થિર યુવતીનું મોત નીપજ્યું હતુ. જ્યારે અબડાસાના ગુડથર ગામે ઝેરી દવા પી લેનાર આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ખેંગારપાર્કના વોકિંગ જોન પાસેના છતરડીના તળાવમાંથી શુક્રવારે પોણા આઠ વાગ્યે એ યુવતીની તરતી લાશ જોવા મળી હતી. બનાવની જાણ પોલીસ અને ફાયર ટીમને થતાં મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મુળ ભુજ તાલુકાના બળદિયા ગામના અને હાલ ભુજના ચાકીવાડી ખાતે રહેતા ખેરૂનીશાબેન મામદભાઇ ચાકી (ઉ.વ.24) હોવાનું સામે આવ્યું હતું. મૃતક પિતાએ પોલીસને જણાવ્યું હતું. કરણજનાર તેમની દિકરી અપરણીત છે. તેણી…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લામાં આવેલા 2001ના વિનાશક ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઈમારતો જમીન દોસ્ત થવા પામી હતી વાણીયાવાડ વિસ્તારમાં આવેલી નવી શાક માર્કેટ પણ ભૂકંપમાં જમીન દોસ્ત થવા પામી હતી આજે ભૂકંપને 24 વર્ષનો સમયગાળો થવા છતાં પણ હજુ સુધી ભુજની નવી શાક માર્કેટ બની નથી હાલમાં નવી શાક માર્કેટ ન બનવાના કારણે બહાર વાણીયાવાડ વિસ્તારમાં આડેધડ શાકભાજીના ધંધાર્થીઓ વેપાર કરે છે પરિણામે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે વર્ષોથી સમસ્યાનું નિરાકરણ થતું નથી તે એક હકીકત છે હાલમાં આ નવી શાક માર્કેટ બને તો વાણીયાવાડ વિસ્તારમાં થતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને લોકો પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે લોકોને…

Read More

લોકભાષા-ભુજ : ભૂજ થી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ આસો નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આધ્યા શકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. નવરાત્રી શકિતઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યા આસો નવરાત્રી તા.2.10.2024, પ્રારંભ થશે હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ …

Read More

લોકભાષા-ભુજ : ક્ચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભુજ ખાતે યોજવામાં આવી હતી.ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી. આ તકે વિપક્ષી નેતા મામદ જુગ દ્વારા અબડાસા લખપતમાં ફેલાયેલી બીમારીને લઈને પાણી શુધ્ધ મળે, નિયમિત મળે, આરોગ્યની સુવિધા મળે,રસ્તા નવા બને પાયાની સુવિધા મળે, ગંદકીની સમસ્યા દૂર થાય તે માટે ભાર મુક્યો હતો. આ તકે જિલ્લા આયોજન સમિતિમાં 13 સભ્યોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ મુખ્ય એજન્ડાની માહિતી આપી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ તેમજ સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આરોગ્ય શિક્ષણ તેમજ અવનારી યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં મુખ્ય…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ આશરે એક લાખથી વધુની કિંમતના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ટીમને આરોપી મુકેશ નરેશભાઈ રાય અને મિથુનકુમાર છોટન યાદવ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદે વેચાણ ક૨તા હોવાની બાતમી મળી હતી. જેથી પૂર્વ કચ્છ એસઓજીની ટીમ દ્વારા આરોપી મુકેશ નરેશભાઈ રાય ઉવ ૧૯ હાલે રહે અંબિકા સ્કીમ – ૨ પ્લોટ નંબર ૭૩૦ સર્વે નંબર ૫૨૮ વર્ષામેડી સીમ તા.અંજાર મુળ રહેગામ નયા ટોલા સબનીમા થાના અથમલગોલા જી.પટના બિહાર અને મિથુનકુમાર છોટન યાદવ ઉવ ૨૩ હાલે રહે અંબિકા સ્કીમ – ૨ પ્લોટ નંબર ૭૩૦…

Read More