પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો જેમાથી ચાર લાખ ભોગ બનનારને ચુકવવાનો હુકમ લોકભાષા-ભુજ : મુંદરાના પોક્સોના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે પાટણના દશરથ ઉર્ફે ભરત કાંતિલાલ ગાંચી નામના યુવકને આજીવન કેદની સજા સાથે પાંચ લાખનો દંડ ફટકારી દંડની રકમમાંથી ચાર લાખ ભોગ બનનારને ચુકવવા હુકમ કર્યો છે. ભોગબનનાર 17 વર્ષની સગીર કન્યા ગત 5 જુલાઇ 2016ના સમાજ તરફથી અમરનાથ યાત્રા સંઘમાં ગઇ હતી. જે સંઘની લકઝરી બસના કન્ડકટર સાથે સગીરાનો પરિચય થયો હતો. ત્યારે આરોપીએ પોતાનુ નામ ભરત ઠાકોર જણાવ્યું હતું. યાત્રા દરમિયાન બન્ને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી. યાત્રામાંથી પરત આવી જતાં આરોપી ભરત અલગ અલગ નંબરથી ભોગબનનાર…
Read More