Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં શુક્રવાર રાત્રે ઘર્ષણ થયું હતું જેમાં માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના જાંબાઝ જવાન પુનશી ખેંગાર ગઢવી અને તેમના સાથી જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદ સામે લડતા કચ્છના ચારણ યુવાન સહિત દેશના સીમાડા સાચવતા માઁ ભોમના વીરોની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાલ ચાલી રહી છે. બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારના ચક તાપર ક્રિરીમાં શુક્રવારે મોડી રાત્રે ગોળીબાર…

Read More

લોકભાષા-ભુજ : ભુજના પરા ગણાતા માધાપર ખાતે યક્ષદેવના મંદિરના પરિસરમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાંસદ વિનોદભાઈ ચાવડાએ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.આ વર્ષે સ્ટોલમાં કટલેરી, ખાણીપીણી, ચકડોળ, ઈલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડિમેડ કપડાં, સર્કસ સહિતની નાની મોટી બજારો, સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ ની વ્યવસ્થા પણ 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે દર વર્ષે મેઘરાજા પણ આ મેળા દરમિયાન દેખા દેતા હોય છે. પરંતુ તો પણ અહીંના લોકો વરસાદમાં પણ આ મેળાની મજા માણતા હોય છે. ભાતીગળ ઈતિહાસ ધરાવતા મેળામાં એક લાખ લોકો ઉમટતા હોય છે. જિલ્લાના પાટનગર ભુજથી પાંચ કિલોમીટર દૂર આ મેળો યોજાતો હોય છે. લોકો…

Read More

લોકભાષા-ભુજ : સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, આગેવાનો દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, દામજીભાઇ ચાડ, વિરમભાઇ ચાડ, રણછોડભાઇ આહિર, આદમભાઇ શેખ, ભાણાભાઇ મહેશ્વરી,…

Read More

લોકભાષા-આણંદપર : નખત્રાણા તાલુકાના મોટાયક્ષથી મંગવાણા સાત કિલોમીટરના રોડપર બને બાજુ ઝાડીઓ વધતા રોડની સાઈડ સાંકળી થવા લાગી છે.અમુક જગ્યાએ ઓછી છે તો અમુક જગ્યાએ વધારે હોવાના કારણે રોડપર પ્રસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.તેમજ આ રોડપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે.તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ રોડપરથી અવારનવાર પ્રસાર થતા હોવા છતા આ લોકોને દેખાતુ નથી.આંખમાં મોતિયો હોય એવું લાગી રહ્યું છે. આ રોડ પહેલા સિંગલ પટી હતો પાંચથી છ વર્ષ પહેલા આ રોડને પહોળો કરવામાં આવ્યો હોવાથી રોડપરની સાઈડો બેસી જવાના કારણે રોડ ઉંચો થઈ ગયો છે.તેમજ આ રોડપર વળીયા(ગાંચ) હોવાના કારણે પાછળ બેઠેલી મહિલાઓ અકસ્માતે…

Read More

લોકભાષા-ભુજ : જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે સંગઠન મહા મંત્રી રત્નાકરજી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ કચ્છ અને મોરબીના ધારાસભ્યો, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, નગર પાલીકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાજી ના નુતન “સાંસદ સંપર્ક સદન” નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. “સાંસદ સંપર્ક સદન” નું સી.આર. પાટીલજી ના વરદ હસ્તે રીબીન કાપી સાંસદ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહી સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ પાટીલજી, રત્નાકરજી અને ધારાસભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.…

Read More

લોકભાષા-ભુજ : માંડવીની કોર્ટે જમીનના વિવાદના દાવામાં આપેલા હુકમ સામે ભુજની કોર્ટમાં કરાયેલી અપીલ અદાલતે મંજુર કરીને હુકમ રદ કરતો ચુકાદો આપ્યો હતો. માંડવીના શા. પ્રભુલાલ કાનજીના વારસોએ તેમના વડીલની મિલ્કત વીટાતર મુક્ત માટે માંડવી કોર્ટમાં માંડવીના ઝાલા ગંગાબા પ્રતાપસિંહ વિરૂધ્ધ દિવાની દાદો દાખલ કર્યો હતો. જેમાં માંડવી કોર્ટે પ્રભુલાલ કાનજીના વારસોને મિલ્કત સોંપી આપવા હુકમ કર્યો હતો. જેની સામે ગંગાબા પ્રતાપસિંહના પાવરદાર જયમલસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ભુજની કોર્ટમાં અપીલ કરતાં ભુજના આઠમાં અધિક ડીસ્ટ્રીકટ જજ દ્વારા અપીલ મંજુર કરીને માંડવી કોર્ટો હુકમ રદ કર્યો હતો. આ કેસમાં એપેલન્ટ તરફે એડવોકેટ બુકલ આર.મહેતા તથા રાજેશ વારોતરા હાજર રહ્યા હતા.

Read More

લોકભાષા-ભુજ : સામાન્ય રીતે 1લી નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે. પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતાં અગાઉથી હોટેલ અને ટુર્સ બૂકિંગ કરાવનારા કચ્છ બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ્દ કરાવતા થયા હોવાનું ટુર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે. બે ખાનગી કંપની વચ્ચેની લડાઇના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર અસર થશે ત્યારે હોસ્પિટલિટી સાથે સંકળાયેલા ધંધાદારીઓએ જણાવ્યું હતું કે અફવાથી બચીને રહેવું અને રણઉત્સવતો યોજાશે જ માત્ર ટેન્ટસિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે.…

Read More

લોકભાષા-ભુજ મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા-બારોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી ન્યૂ મુન્દ્રાથી ડાક બંગલા સુધી દબાણો હટાવાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ અધિકારી પદાઅધિકારી કર્મચારી ઝુંબેશ માં જોડાયા હતા. દબાણ હટાવની કામગીરી હજુ વેગમાન બનાવાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું. મુન્દ્રા શહેરમાં લાંબા સમયથી દબાણો થઈ રહ્યા છે જેની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. મુન્દ્રા શહેરમાં જ્યાં જુવો ત્યાં દબાણ જોવા મળે છે જેનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બની રહે છે મુન્દ્રા શહેરમાં દબાણનો રાફડો ફાટ્યો છે. ત્યારે તંત્ર કડક બન્યું છે કોઈપણ જાતની શેહ શરમ રાખવામાં આવશે નહીં ખુદ…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજાર તાલુકાના ટપ્પર સીમમાં થયેલી વિજલાઈનના વિજ વાયરોની લુંટના સાત આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંજાર-દુધઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બે-ત્રણ દિવસ અગાઉ રાત્રીના સમયે ટપ્પ૨ સીમમાંથી પસાર થતી વીજલાઈનમાંથી વીજ વાયરોની લુંટ થઈ હતી જે લુંટ વ૨નોરા ગેંગના માણસોએ કરેલ છે અને આ ઇસમો વીજ વાયર મુદ્દામાલ બોલેરો પીકઅપ ડાલામાં ભ૨ી બોલેરો તથા સ્વીફ્ટ કાર લઇ ટપ્પર બાજુથી લાખાપર થઈ ચાંદ્રાણી વાળા રસ્તેથી ભુજ બાજુ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમ્યાન આરોપીઓ સમીર ઈબ્રાહીમ ઇસ્માઈલ કુંભાર ઉ.વ.…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના નારણપર રાવરી ગામે બુધવારે રાત્રે કૌટુબીક ભાઇને કેમ ખોટી ચડામણી કરો છો તેવો ઠપકો આપવા બદલ ટોળાએ બે સગા ભાઈઓ પર છરી ધોકાથી હુમલો કરીને કરપીણ હત્યા નીપજાવી દેતાં પોલીસે સગીર સહિત સાત ઇસમોની ધરપકડ બાદ જેલ હવાલે કર્યા છે. આ અંગે માનકુવા પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.એન.વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. કે, હત્યાનો બનાવ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પર મરણજનાર ગુલામ ભચુ જત (ઉ.વ.30) અને તેમનો ભાઇ કાદર ભચુ જત (ઉ.વ.28) બેઠા હતા. ત્યારે આરોપી સીરાજ અકબર ખલીફાને કહ્યું હતું કે, મારા કાકાઇ…

Read More