Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ :કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે અત્યાર સુધી 15 વ્યકતીઓના મોત નિપજ્યા છેઆવતીકાલે તા. ૧૧/૦૯/૨૦૨૪ના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયા પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેશે. આરોગ્ય મંત્રી અને પ્રભારીમંત્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી માળખાકીય સુવિધાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આ બેઠક બાદ આરોગ્ય…
લોકભાષા-ગાંધીધામ :અંજાર નજીક આવેલી જીનશ કંપનીના ગોડાઉનમાં એકએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ સવારના પ્રસાદ એકાએક લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દુર દુરથી દેખાયા હતા અંજાર નજીકની ઈલેક્ટ્રોનિક આઈટમોનુ ઉત્પાદન કરતી કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ કંપનીના કર્મચારીઓને બહાર નીકળવામા આવ્યા હતા. સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મંગળવારે સવારે અંજાર નજીકની જીનશ કંપનીમા અચાનક ભભૂકી ઉઠેલી આગને કાબુમાં લેવા દશથી વધુ ફાયરબ્રિગેડ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજાર અને ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ડીપીએ, ઇઆરસી, વેલસ્પન, કંડલા ટીમ્બર…
લોકભાષા-ભુજ :ભુજ-નખત્રાણા હાઈવે રોડનું નવીનીકરણ થયું ત્યારથીજ આ રોડનું કામ વગર પાટે ચાલી રહ્યું છે. ૨૦૧૮ની સાલમાં આ રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બે વર્ષે આ કામ પૂર્ણ થયું હતું.વરસતા વરસાદમાં પણ કામ ચાલુ હતું.અને આ હાઈવે રોડનું કામ પુરૂ થયું નહોતું અને ખાડા પુરવાનું કામ શરૂ થયું હતું તે આજ સુધી આ હાઈવેપર ખાડાજ પુરવામાં આવી રહ્યા છે.આ હાઈવે થોડો વરસાદ વરસે કે ના વરસેને ડામર ઉખડતાની સાથે ખાડાઓ થઈ જાય છે.તંત્ર દ્વારા અવારનવાર ખાડા પુરવામાં આવે છે.તેમાં પણ લીપા પોતી કરવામાં આવે છે.હાલ નખત્રાણા પંથકમાં વરસાદ સચરાચર અને સારો પડવાના કારણે આ ભુજ-નખત્રાણા હાઈવે રોડપર ઠેક-ઠેકાણે…
લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ બી ડિવિઝન પોલીસએ પોક્સો તથા આઈ.ટી.એકટના ગુનામા સંડોવાયેલ આરોપીને ઉતરપ્રદેશથી પકડી પાડયો હતો ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે ભોગબનનારને ફોસલાવી તેની સાથે બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ વિડીયો-ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતીદરમિયાન પોલીસ આરોપીને ઝડપી લેવા ઉતર પ્રદેશના બિસન્ડા પહોંચી હતી જ્યાંથી આરોપી ગંગાસાગર રામગુલામ નિષાદને ઝડપી પાડ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા પોક્સો એકટ કલમ-૪ તથા ૧૨ તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ ની કલમ- ૬૬(સી),૬૭ મુજબની ફરિયાદ નોંધાઇ હતી. ભોગબનનાર ને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ…
લોકભાષા-ભુજ :ભુજના દાદુપર રોડ પર વાલ્મીકીવાસમાં જુગાર રમતા મંજુલાબેન વિશ્રામભાઇ વાલ્મીકી, રંજનબેન પ્રવિણભાઇ વાણીયા, રંજન ઉર્ફે મુનીબેન પ્રકાસભાઇ વાણીયા, ભારતીબેન રમેશભાઇ વાઘેલા, ગીતાબેન હરજી પુરબીયા વાઘેલા, સંગીતાબેન રાહુલભાઇ સોલંકી, ગૌરીબેન પપ્પુ ઉર્ફે શામજીભાઇ પરમાર નામની આઠ મહિલાને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 12,330 તેમજ 10,500ના ત્રણ મોબાઇલ મળીને રૂપિયા 22,830નો મુદામાલ કબ્જે કરીને તમામ સામે ગુનો નોંધ્યો હતો.માંડવીના તલવાણા હરીપર માકરાઇ તળાવ પાસે જુગાર રમતા હાસમ આધમ સંઘાર, રસીદ ઇબ્રાહિમ રાયમા, રાહુલ આત્મારામ મહેશ્વરી, સલીમ ઇશાક થેબા, મજીદ અબ્દુલ્લા થેબાને રોકડ રૂપિયા 13,340 તથા 10 હજારની બાઇક મળી કુલે રૂપિયા 23,340 સાથે કોડાય પોલીસે પકડી પાડી…
લોકભાષા-ભુજ :મોરબી જિલ્લાના માળીયા-મીયાણા ગામના યુવકને મોરબી જેલથી ભુજ પાલારા ખાસ જેલમાં ટ્રાન્સફર કરાયા બાદ કેદીએ પાલારા જેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ પ્રસાશનમાં દોડધામ મચી જવા પામી છે. જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલએ આ અંગે જણાવ્યું હતું કે, ગત જુન માસ દરમિયાન ટંકારા પોલીસ મથકના 6 જુનાના પોક્સોના કેસમાં માળીયા-મીયાણા તાલુકાના વીર બીદરકા ગામના મોહિત ભરતભાઇ સુરેલા (ઉ.વ.22) નામના યુવકને પકડી પાડ્યા બાદ મોરબી સ્પેશીયલ પોક્સો કોર્ટેના હુકમથી 4 ઓગસ્ટના મોરબીની જેલમાં ધકેલી દીધો હતો. મોરબીની જેલ નાની હોવાથી 6 ઓગસ્ટના મોરબી જેલથી આરોપીને ભુજ પાલરા જેલમાં દાખલ કરાયો હતો. દરમિયાન સોમવારે સવારે પોણા બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બેરેકની…
લોકભાષા-ભુજ : ધ્રબ સીમમાં આવેલી સૂરઇ નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા 62 વર્ષીય વિધવા મહિલાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્ય પ્રદેશના 63 વર્ષીય નારાણભાઇ ચંન્દ્રવંશી નામના પરપ્રાંતિય રવિવારે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રબની સીમમાં આવેલી સૂરઇ નદીના ચેક ડેમ પર નાહવા ગયા હતા. તેમને પરતા ન આવડતું હોઇ નદીમાં પડી જવાથી ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. તો, નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા ભજીબેન ભારમલભાઇ બુચીયા નામના મહિલા બીમાર રહેતા હોઇ રવિવારે…
લોકભાષા-ગાંધીધામ :અંજારમાં વ્યાજખોરી અંગે વધુ બે ફરિયાદ નોંધાઇ છે પોલીસ દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ ભય મુક્ત બનેલા ભોગ બનનાર લોકોએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છેઅંજારની અનેક વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ગુનો નોંધાયા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે દશ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન પૂર્વ કચ્છ એસપી દ્વારા આ વ્યાજખોર ટોળકી દ્વારા કોઈને પરેશાન કરવામાં આવ્યા હોય તો ભય વગર ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. દરમિયાન ભોગ બનનારએ ફરિયાદ કરતા રિયા વિરૂદ્ધ વધુ બે ગુના નોંધાયા છે જેમાં એક…
લોકભાષા-ગાંધીધામ :કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આશરે ત્રણ લાખથી વધુની કિંમતની સોપારીની ચોરી થઈ હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ફ્લેમિંગો લોજિસ્ટિક નામની કંપનીના ગોડાઉન નંબર 285મા સોપારીની 386 બોરી રીએક્સપોર્ટ માટે રાખવામાં આવેલી હતી ત્યારે ગોડાઉનની સાઈડને બારીના સળિયા તોડી ગોડાઉનમાંથી આશરે 50 બોરી સોપારી કિંમત રૂપિયા 3,16,650 ની કોઈ ચોરી કરી ગયા હોવાની દેવેન્દ્ર ખેમચંદ બાલાએ ફરિયાદ નોંધાવી છે. એક તરફ સોપારી કૌભાંડને વિવિધ એજન્સીઓ દ્વારા ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કાસેઝની કંપની…
લોકભાષા-ભુજ :ભુજ નગર પાલિકામાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.ભુજમાં ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગર પાલિકામાં હોબાળો કર્યો હતો.અને દરવાજા બંધ કરી મુક્યાં હતાગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર કરી તોડફોડ કરી હતી.નગર પાલિકાને પણ લોકો દ્વારા બંધ કરવામાં આવી હતીહોબાળો વધી જતાં કર્મચારીઓ પણ ઓફિસ છોડીને ભાગ્યા હતા.લોકોના કહેવા મુજબ ભુજના વોર્ડ નમ્બર એક સહિત અનેક વિસ્તારોમાં આજે પણ લોકોને ગટર સમસ્યા સતાવી રહી છે લોકોનું રહેવું દુષ્કર બની ગયું છેઅવારનવાર રજુઆત કરવામાં આવે છે પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી લોકો ગટરની દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે એટલું જ નહીં કેટલાક લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી…

