Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના માનકુવા અને ડાકડાઇ ગામ વચ્ચે મંગળવારે વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતના બનાવમાં જોંકું આવી જવાથી ટેન્કર ઝાડ સાથે ધડકાભેર અથડાતાં રાજસ્થાની ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. માનકુવા પોલીસને ગાંધીધામ ખાતેના શહેર એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ ચલાવતા નરેન્દ્રભાઇ ભંવરલાલ લીંબાવતે જણાવ્યું હતું. કે, તેની ટ્રાન્સપોર્ટનું ટેન્કર લઇને મુળ રાજસ્થાનના ડ્રાઇવર શંકરલાલ ઓમપ્રકાસ ચૌહાણ (ઉ.વ.30) સામખીયાળીથી અબડાસાના કોરીયાણી ખાતે માલ ભરવા જઇ રહ્યો હતો. ત્યારે માનકુવા ડાકડાઇ ગામ વચ્ચે વહેલી સવારે શંકરલાલને જોકું આવી જતાં વતી સાથે જતું ટેન્કર લીંબડાના ઝાડ સાથે અથડાતાં ઝાળ આખું તોડી નાખ્યું હતું. અને ડ્રાઇવર શંકરલાલને ગંભીર ઇજાઓ થતાં ટેન્કરમાંથી ઉતરીને બાજુના…

Read More

લોકભાષા-ગાંધીધામ : નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને ઊર્જા સંક્રમણ તરફ એક મહત્વપૂર્ણ પગલાને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે “મેક-ઇન-ઇન્ડિયા” હેઠળ એલ એન્ડ ટી દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. ફ્લેગ-ઓફ સમારોહમાં ટી.કે. રામચંદ્રન, આઈએએસ, સચિવ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, સુશીલ કુમાર સિંઘ, ડીપીએના ચેરમેન અને ડેરેક એમ. શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ, એલ એન્ડ ટી ગ્રીન એનર્જી ઉપસ્થિત રહ્યા હતા. એલ એન્ડ ટીના હજીરા ઉત્પાદન સુવિધાથી ઇલેક્ટ્રોલાઇઝર્સને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં ડીપીએના અધિકારીઓ અને કર્મચારીઓ…

Read More

લોકભાષા-ભુજ : ભારતીય મજદુર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ભુજમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલ માંગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વે સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ મુખ્ય મુદે કોઈ જાહેરાત ન થતાં નારાજગી વ્યકત કરી તાકીદે કોઈ જાહેરાત નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે. હાઈકોર્ટના ચુકાદાનું ત્વરીત પાલન કરવું અને જયાં સુધી કોઈ નિર્ણય આપના લેવલથી ન આવે ત્યાં સુધી બહેનોને મિનીમમ વેઈઝ એકટ મુજબ લઘુતમ વેતનની ચુકવણી કરવી, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી…

Read More

લોકભાષા-ભુજ : માંડવીમા નોંધાયેલા સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપીને વૃંદાવનથી ઝડપી લેવાયો હતો. પત્રકાર પરિષદમાં એસપી વિકાસ સુંડાએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદથી ઝીરો નંબરથી એફઆઈઆર અહીં ટ્રાન્સફર થઈ હતી, જેમાં ભોગ બનનાર મહિલાની પુછપરછ કરી હકીકત જણાઈ આવતા માંડવી પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી સાત લાખ રૂપિયા પડાવી લીધા હતા. રેપ વિથ વિશ્વાસઘાતના આ ગુનામાં માંડવી પોલીસે વૃંદાવન જઈને આરોપી મુળ રાજસ્થાનના કોટાના હર્ષિત ઉર્ફે હર્ષ જગદીશ પરેતાની ધરપકડ કરી છે આગળની તપાસ ચાલુ છે.

Read More

લોકભાષા-ગાંધીધામ : વાગડમા સગીર મિત્રોએ જ બાળકની મોબાઇલ ગેમની આઈડી માટે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે મોબાઈલ ગેમને કારણે બાળકોમા વધતી આક્રમકતા સમાજ માટે આઘાતજનક છે. વાગડના બેલામા આવા જ બનાવ બાળકોને મોબાઈલ ગેમ માટે પ્રોત્સાહિત કરતા અથવા સાથ આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન છે. રાપર તાલુકાના બેલા ગામમાં સગીરવયના ત્રણ બાળકોએ પોતાના 13 વર્ષિય મિત્ર પ્રવીણ નામેરી રાઠોડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હોવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે પોલીસ ભોગ બનનારના ભાઈ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને કાયદાના સંઘર્ષમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિમંડળ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ મહેશ પૂજના અધ્યક્ષસ્થાને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાને પશ્ચિમ રેલ્વે ચર્ચગેટ ના મુખ્ય કાર્યાલય, મુંબઈ ખાતે રૂબરૂ આમંત્રિત કરતાં મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળમાં પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તિર્થાણી અને ડીઆરયુસિસી તથા ચેમ્બરના કારોબારી સભ્ય રાકેશકુમાર જૈન સામેલ રહ્યા હતા. આ બેઠકમાં કચ્છ પ્રદેશના રેલ વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે જનરલ મેનેજર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. કચ્છ પ્રદેશને નવી ટ્રેન સુવિધાઓ અંગે એક વિસ્તૃત આવેદન પાઠવતાં, પ્રમુખ મહેશ…

Read More

લોકભાષા-ભુજ : ભુજ મધ્યે આવેલ અર્બન હેલ્થ સેન્ટર અને ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા ગેરરીતીઓ આચરવામાં આવતી હોવાની રજુઆત કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભુજને કરવામાં આવી છે. આ અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે ભુજ અર્બન-૨, માં ફિમેલ હેલ્થ વર્કર સર્ગભાને મળતા રૂપીયાની યોજનામાં કેટલાય ખોટા નામ ચડાવીને રૂપીયાની ઉપજ કરે છે જયારે એક ફિમેલ હેલ્થ વર્કર ધ્વારા પોતાના નામે ખોટી પ્રેગનેશી બતાવીને સરકાર ધ્વારા મળતા રૂા. ૧૨,૦૦૦ની નમોશ્રી યોજનાના રૂપીયા પણ બે વખત ઉચાપત કરેલ છે તેમજ આશાવર્કરો ધ્વારા પી.એમ.વાય.અને નમોશ્રીની યોજનામાં ખોટા ફોર્મ ભરેલ છે જયારે એ ખોટા નામો વિસ્તારના નહી પણ કચ્છ બહારના લોકોના નામ બતાવી…

Read More

લોકભાષા-ભુજ : તાજેતરમાં માધાપર સર્કલ નજીક અકસ્માતના બનાવમાં પટેલ પરીવારની ૨૫ વર્ષિય દિકરીનું મોત નિપજયું હતું. તંત્રની બેદરકારીને લઈને આ ઘટના બનવા પામી હતી. ફરી આ જ જગ્યાએ કોઈ ઘટના ન બને તે માટે માધાપર ગ્રામજનો જાગૃત થઈને સર્કલ નાનુ બનાવવાની કામગીરી હાથ ધરી છે. બે દિવસ પૂર્વે માધાપરની પોલીસ ચોકી સામે જ કપચીના કારણે એકટીવા સ્લીપ થતાં પાછળથી આવી રહેલાટ્રેલરના ટાયરના જોટામાં આવી જતાં ભુજની મહિલા કોલેજમાં ફરજ બજાવતી પીટીશિક્ષિકાનું મોત નિપજ્યું હતું. આ બનાવમાંતંત્રની બેદરકારીધ્યાને આવી હતી. વીવીઆઈપી મૂવમેન્ટવખતે પાણી ઢાંકવા માટે કપચી નાખવામાં આવી હતી. પરંતુ રસ્તો રીસર્ફેસીંગ કરાયો ન હતો. આ કપચી પરથી પસાર થવામાં બેલેન્સ…

Read More

લોકભાષા-નલિયા : ખાવડાના રાજકીય આગેવાન જુમા અલીમામદ સમાના પુત્ર પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ઈજાગ્રસ્ત અભન સમાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો ખાણ ખનીજની ટીમની હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભન સમા પર હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મનદુઃખ લગાડી માર મરાયો હતો ખનીજ માફિયાઓ દ્વારા જાન લેવા હુમલો કરાતા ખાવડા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ધ્રોબાણાના કાસમ સિધિક નામના શખ્સ દ્વારા ધોકા વડે જાન લેવા હુમલો કરી ઈજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરાઈ હતી ધ્રોબાણાના કાસમ સિદિક અને અન્ય એક શખ્સ દ્વારા માર મરાયો હતો ખાવડા…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા શહેરમાં કે.વી.હાઇસ્કુલ નજીક રોડ પરની ગોલાઇમાં ટ્રકની અડફેટે આવી જતાં નેત્રા ગામના બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવકના મૃત્યુથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં મળતી વિગતો મુજબ બનાવ બુધવારે સાંજે છ વાગ્યાના અરસામાં આયુષ હોસ્પિટલ અને એક્સીસ બેન્કની સામેના રોડ પર બન્યો હતો. નેત્રા ગામે રહેતા સલીમ હારૂન રાયમા (ઉ.વ.30) પોતાના કબ્જાની મોટર સાયકલ લઇને નખત્રાણાથી નેત્રા જવા નીકળ્યો હતો. ત્યારે કે.વી. હાઇસ્કુલ રોડ પાસેની ગોલાઇમાં સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત થતાં જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. હતભાગીને 108 એમ્બ્યુલન્સ…

Read More