લોકભાષા-ભુજ :
તાલુકાના કુકમા ગામથી આગળ ફાટક નજીક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ફાયરની ટીમે સ્થળ પર જઈને આગને કાબુમાં કરી લીધી હતી.
જાણવા મળતી વિગતો મુજબ રાત્રે 2 વાગે ઘટના બનવા પામી હતી.ઘટના અંગે તાત્કાલિક ભુજ નગપાલીકા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે જઈને આગ બુજાવવાની કામગીરી કરી હતી.
ડ્રાઇવર મામદ જત, ફાયરમેન સત્યજીતસિંહ ઝાલા, રફીક ખલીફા, ઈમ્તિયાઝ સમા, પ્રતીક મકવાણા દ્વારા આગ બુઝાવવાની કામગીરી જોડાયા હતા. આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી ન હતી પણ ટ્રકને નુકશાની પહોંચી હતી

