લોકભાષા-ભુજ :
ખાવડાના મોટા દિનારા પાસે ગત નવેમ્બરના રોજ ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા નાના દિનારાના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે ખાવડા ખાતેથી દબોચી લીધો હતો.
પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ખાવડા એચ.પી.પેટ્રોલ પંપ પાસેથી નાના દિનારાના અનવર ભીલાલ સમા (ઉ.વ.19)ને પકડી પાડ્યો હતો. આરોપી વિરૂધ્ધ ખાવડામાં ડીઝલ ચોરી અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ હોઇ આરોપીને આગળની માટે ખાવડા પોલીસને હવાલે કર્યો હતો.


