લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના દરશડી ગામે રહેતા બુટલેગરના બંધ મકાનમાં એલસીબીએ બાતમી પરથી દરોડો પાડીને રૂપિયા 70,368ની કિંમતની શરાબની વિવિધ બ્રાન્ડની 223 નંગ બોટલ પકડી પાડી હતી. જ્યારે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, દરશડી ગામે રહેતા બુટલેગર ભાવસંગજી ભગુભા જાડેજા પોતાના ભોગવટાના બંધ મકાનમાં બહારથી શરાબનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી દારૂની 223 નંગ બોટલ મળી આવી હતી. પરંતુ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.


