લોકભાષા-ભુજ :
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે.હુંબલ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી કાયમ 2500 થી 3000 જેટલા શિક્ષકોની સતત ઘટ રહે છે જેના કારણે કચ્છનું ભવિષ્ય અંધકારમય બનેલ છે ભાજપના છ જેટલા ધારાસભ્યો મુખ્યમંત્રી સાથે ફોટો સેશન કરી અને શિક્ષકોની જગ્યા ભરાઈ જશે તેવા વારંવાર દાવો કરેલ છે અને માત્ર ફોટો સેશન કરી પોતાની ફરજ પૂરી થયેલ છે તેમ માની કચ્છ નાં લોકોને મૂર્ખ બનાવી રહેલ છે
કચ્છના ધારાસભ્યોને ખરેખર કચ્છના બાળકોનું હિત જેવું હોય તો શિક્ષકની જગ્યાઓ ભરી ન શકતા હોય તો સરકાર ઉપર પ્રેશર લાવવા માટે કચ્છના શિક્ષણના હિતમાં રાજીનામાં આપી સરકારને પડકાર ફેંકવો જોઈએ માત્ર વાયદાઓ નહીં પરિણામલક્ષી કામ થવું જોઈએ કચ્છનું શિક્ષણક્ષેત્ર અંધકારમય બનેલ હોય તેના માટે જવાબદાર કચ્છ ભાજપના ચૂંટાયેલા નેતાઓ છે અત્યારે કચ્છમાં 3,000 જેટલી શિક્ષકોની જગ્યાઓની ઘટ છે અને 1670 જેટલા શિક્ષકોની જિલ્લા બહાર બદલી કરેલ છે તો કલ્પના કરો કે કચ્છના શિક્ષણની હાલત શું છે ?? અત્યારે કચ્છ ભાજપના ધારાસભ્યો, ભાજપ શાસિત જિલ્લા પંચાયત પ્રમુખ તરફથી સરકાર પર દબાણ લાવી કચ્છ માટેનું મેરીટ લીસ્ટ અલગ બને અને સ્થાનિક કક્ષાએના શિક્ષકોની ભરતી કરાશે તો જ શિક્ષણ ક્ષેત્રમાં સુધારો આવશે.
કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છે પરંતુ તેમના પ્રમુખ અને સમિતિના ચેરમેનઓને જિલ્લાના અધિકારીઓ દાદ આપતા નથી તેવી ફરિયાદો ખૂબ સત્તા પક્ષના પ્રમુખ તથા સમિતિના ચેરનેનોએ જાહેરમાં કરેલ છે અને જિલ્લા પંચાયત કચ્છનો વહીવટ એટલી હદે કથડી ગયેલ છે કે અધિકારીઓ પાસે ચૂંટાયેલા પદાધિકારીઓનું કશું ઉપજતું નથી જેમાં જિલ્લામાં તલાટીઓ શિક્ષકો આરોગ્ય કર્મીઓ તથા અન્ય કર્મચારીઓની બદલીઓમાં પણ પ્રમુખ કે સમિતિના ચેરમેનો સાથે પણ કોઈ જાતનો પરામર્શ કરાતો નથી બદલીઓ બાદ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિ થાય છે ત્યારે પદાધિકારીઓ ને જાણ થાય છે આમ વહીવટી દ્રષ્ટિએ ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારો નિષ્ફળ નિવડેલ છે જિલ્લા પંચાયત કચ્છના પ્રમુખ જિલ્લાના પ્રથમ નાગરિક છે અને જિલ્લા પંચાયતના વડા પણ છે તમામ વહીવટ તેઓના અંકુશમાં આવે છે તમામ વહિવટી કામગીરી ઉપર તેઓને દેખરેખ રાખવાની હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી તેમના સચિવ સ્થાને છે ત્યારે સચિવ સરકારી ગાડી લઈને ફરતા હોય છે અને પ્રમુખશ્રીને ઘણા લાંબા સમયથી વાહન પણ ન ફાળવે આનાથી વધારે વાપરતા હોઈ શકે??
આટલા વિશાળ જિલ્લામાં પ્રમુખને વાહન ફાળવવામાં આવેલ ન હોય અને કાયદાકીય જોગવાઈ મુજબ પ્રમુખશ્રીને રહેવા માટે આવાસ પ્રવાસ માટે ગાડી ફાળવવાની હોય છે પરંતુ જિલ્લા પંચાયત દ્વારા કોઈ જ વાહન ,આવાસ ફાળવેલ નથી જે ગંભીર બાબત છે
ભીમાસર જિલ્લા પંચાયતના સદસ્ય મંજુલાબેન ડાંગરને સામાન્ય સભામાં તેઓના પ્રશ્નોના જવાબમાં 232 જેટલા જિલ્લા પંચાયતના રસ્તાઓને છેલ્લા 7 થી 15 વર્ષ સુધી રીસર્ફેસિંગ કરાયા નથી અને માત્ર વિકાસના બણગા ફૂકવામાં આવી રહેલ છે
જિલ્લા પંચાયત કચ્છના બજેટમાં જે નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે જેના જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગરને લેખિત જવાબમાં બજેટની 10 ટકા રકમ પણ ચાલુ વર્ષમાં વપરાયેલ નથી. જે પણ જિલ્લા પંચાયતની નિષ્ફળતા છે, શિક્ષણ ક્ષેત્રે ચાર કરોડ ત્રેવીલાખની જોગવાઈ સામે ડિસેમ્બર 24 સુધી માત્ર ઝીરો ખર્ચ છે આરોગ્ય ક્ષેત્રે છ લાખ દસ હજારની જોગવાઈ સામે ઝીરો ખરે નાની સિંચાઈ બાંધકામ આરોગ્ય ક્ષેત્રે ઝીરો ખર્ચ છે કુલ જીલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી છ કરોડ અઠાવન લાખની જોગવાઈ સામે માસ ડિસેમ્બર 2024 સુધી રમતો અડતાલીશ લાખ છ્યાસી હજાર જેટલું ખર્ચ થયેલ છે જે કુલ બજેટના 10% થી પણ ઓછું છે
જિલ્લા પંચાયતમાં ખૂબ ગાજનાર સિંચાઈ વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ની ફરિયાદો જિલ્લા પંચાયતના સભ્ય તેમજ પ્રમુખએ કરેલ જેની તપાસની માંગ કરેલ એટલું નહીં પરંતુ જિલ્લા પંચાયતની 22.7. 2024 ની સામાન્યસભામાં ભ્રષ્ટાચારની તપાસ કરી અધિકારીઓ કરવા તપાસસમિતિ બનાવવાનું નક્કી કરાયું હતું અને થયેલ કૌભાંડનો આંકડો કરોડોમાં છે તેવા આક્ષેપો છતાં ખુદ પ્રમુખએ કરેલ હોવા છતાં આજ દિન સુધી તપાસ સમિતિ બનેલ નથી અને તપાસ કરેલ નથી જે બાબત ગંભીર છે આ જિલ્લા પંચાયતનાં વિપક્ષી સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલ કૌભાંડની તપાસ ક્યાં સુધી પહોંચી તેનો જવાબમાં જિલ્લા પંચાયતના ડીડીઓ દ્વારા 16 11 2024 ના ફરિયાદી જિલ્લા પંચાયત પ્રમુખ તથા સદસ્યને જણાવેલ કે તમે અમોને પુરાવા આપો તો તપાસ કરીએ આમ અધિકારીઓ દ્વારા સિંચાઈ કોભાંડનું ફિડલું વાળી દેવામાં આવેલ છે
જિલ્લા પંચાયત કચ્છમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર સિંચાઈ વિભાગના તળાવ ઊંડા કરવા મરામત કરવા તથા નવા બનાવવામાં થાય છે 25 ટકા જેટલું જ કામ કરે છે અને 75 ટકા રકમનો ભ્રષ્ટાચાર થાય છે તો તેની પદાધિકારીઓને માહિતી પૂરી પડાતી નથી અને ચોમાસાની નજીકમાં કામો શરૂ કર્યા બાદ સૌથી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે
જિલ્લા પંચાયત કચ્છના જે પણ ઠરાવો થાય છે જેની સમયસર અમલવારી થતી નથી. મંજુર થયેલ વિકાસ કામો નાં પ્લાન એસ્ટીમેટ તાંત્રિક તેમજ વહીવટી મંજૂરીઓમાં બે થી ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે જે પણ જિલ્લા પંચાયતની સરેઆમ નિષ્ફળતા ગણી શકાય
કચ્છની નગરપાલિકાઓ દ્વારા શૈક્ષણિક ઉપકરની રકમ જિલ્લા પંચાયતમાં જમા થાય છે તે રકમ હાલ કરોડો રૂપિયા જિલ્લા પંચાયતમાં જમા પડી રહેલ છે જે રકમમાંથી શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી થઈ શકે તેમ હોવા છતાં જિલ્લા પંચાયત કચ્છ સમયસર ખર્ચ ખાતે નથી
કચ્છ જિલ્લા પંચાયત દ્વારા અદાણી હોસ્પિટલને 50 લાખ જેટલી માતબર રકમ ટ્રોમા સેન્ટર બનાવવા માટે ફાળવેલ છે જે રકમમાંથી આજ દિન સુધી ટ્રોમા સેન્ટર બનેલ નથી ત્યારે જિલ્લા પંચાયત કચ્છએ 50 લાખની રકમ ફાળવેલ છે જે રકમ ખરેખર પરત લઈ લેવી જોઈએ આમ જિલ્લા પંચાયત કચ્છ તમામ ક્ષેત્રે નિષ્ફળ નિવડી છે અને એવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું આજની પત્રકાર પરિષદમાં વી.કે. હુંબલ સાથે જીલ્લા પંચાયતનાં વિપક્ષી સદસ્યો રશીદભાઇ સમા નારાણ બડીયા, મામદ જુંગ જત રમદેવસિંહ જાડેજા ધીરજ ગરવા ગનીભાઈ કુંભાર લાખાજી સોઢા ડો.રમેશ ગરવા હાસમ સમા અંજલી ગોર વેરસી મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા


